આશા સ્કોલરશીપ યોજના 2023 | SBI આશા શિષ્યવૃત્તિ 2023,અરજી,સહાય અને ડોક્યુમેન્ટ | Asha SBI Scholarship Scheme Gujarat 2023,Online Apply, Benefits And Eligibility Criteria.
પ્રિય વાચક મિત્રો આજે આપડે વિદ્યાર્થિઓ ને આગળ અભ્યાસ માટે બેન્ક દ્વારા સ્કોલરશીપ સહાય આપવામાં આવે છે તેના વિશે વિગતવાર માહિતી મેળવવાના છીએ.જેમાં ભારત સરકાર ની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આ સ્કોલરશીપ ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાથીઓ ને આપવામાં આવે છે.
વધું માં જણાવીએ તો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા SBI બેંક ફાઉન્ડેશને SBI આશા શિષ્યવૃત્તિ નામનો નવો શિષ્યવૃત્તિ કાર્યક્રમ શરૂ કર્યો છે. આ પ્રોગ્રામ માં પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને તેમના જીવન ખર્ચ અને અન્ય શૈક્ષણિક-સંબંધિત ખર્ચાઓને આવરી લેવા માટે રૂ. 5 લાખ સુધીની અનુદાન આપવામાં આવે છે.તો ચાલો આ સહાય યોજના વિશે વિગતવાર માહિતી મેળવીએ.
SBI આશા શિષ્યવૃત્તિ 2023
યોજના નું નામ | SBI આશા સ્કોલરશીપ યોજના |
સહાય | 50 હજાર થી 5 લાખ સુધી ની સ્કોલરશીપ સહાય |
રાજ્ય | ગુજરાત |
ઉદ્દેશ | નબળા અને ગરીબ વિદ્યાર્થીઓ ને ઉચ્ચ શિક્ષણ આપવા માટે |
લાભાર્થી | કોઈપણ ગ્રેજ્યુએટ,IIM,IIT,PhD વિદ્યાર્થિઓ |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
સંપર્ક | નજીક ની SBI બેંક અથવા તેની ઑફિસિયલ વેબસાઈટ |
SBI આશા સ્કોલરશીપ યોજના માં લાભ
આ યોજના માં મુખ્યત્વે વિદ્યાર્થિઓ ને SBI બેંક તરફ થી ₹50,000 થી ₹5 લાખ સુધીની શિષ્યવૃત્તિ આપવા આવે છે.જેના માટે બેન્ક દ્વારા ઘણા માપદંડો નક્કી કર્યા છે. SBI આશા શિષ્યવૃત્તિ માટે લાયક બનવા માટે, વિદ્યાર્થીઓએ નિયમિત શૈક્ષણિક પ્રગતિ જાળવી રાખવી આવશ્યક છે, અને અમે નીચે વધારાની પાત્રતા માહિતી પ્રદાન કરી છે. જેના માટે નીચે આપવામાં આવેલી માહિતી દ્વારા વધુ સમજી શકાય છે.
- અંડર ગ્રેજયુએટ કોર્સ માટે – 50 હજાર રૂપિયા
- IIT વિદ્યાર્થિઓ માટે – 3 લાખ 40 હજાર રૂપિયા
- IIM વિદ્યાર્થિઓ માટે – રૂ. 5 લાખ
- PhD વિદ્યાર્થિઓ માટે -રૂ. 2 લાખ
SBI આશા સ્કોલરશીપ યોજના 2023 પાત્રતા
ભારત દેશ ની રાષ્ટ્રીયકૃત બેંક સીબીઆઇ દ્વારા આપવામાં આવતી આશા સ્કોલરશીપ યોજના માટે નીચે મુજબની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ને આ સહાય આપવામાં આવશે.
- આ યોજના માટે વિદ્યાર્થિઓ ભારત દેશના વતની હોવા જોઈએ.
- આ યોજનાનો લાભ લેવા માટે, વિદ્યાર્થીએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) ટોચના ક્રમાંકિત કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરવો જરૂરી છે.
- ભારત દેશ ની મેનેજમેન્ટ સંસ્થા (IIM) માં MBA/PGDM કોર્સના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને લાભ આપવામાં આવશે.
- સ્ટુડન્ટ્સ દેશ ની કોઈપણ IIT કોલેજ માં અભ્યાસ કરે તે જરૂરી છે.
- આ સિવાય ભારતની કોઈપણ પ્રખ્યાત યુનિવર્સિટી કે કોલેજમાંથી PHD કરતા વિદ્યાર્થીઓ પાત્ર ગણવામાં આવશે.
- વધું માં વિદ્યાર્થિઓ ધોરણ 12 માં ઓછામાં ઓછા 75% માર્ક્સ સાથે પાસ થયેલ હોવા જોઈએ.
વધું વાંચો – બેંક ઓફ બરોડા 50,000 પર્સનલ લોન, ઓનલાઈન અરજી, ડોક્યુમેન્ટ્સ, લાભ, પાત્રતા
SBI આશા સ્કોલરશીપ યોજના વાર્ષિક આવક મર્યાદા
આ યોજના નો લાભ મેળવવા માટે વિદ્યાથીઓ ની વાલી ની વાર્ષિક આવક મર્યાદા 3 લાખ રૂપિયા સુધી ની હોવી જરૂરી છે.
SBI આશા સ્કોલરશીપ યોજના 2023 ડોક્યુમેન્ટ્સ
આ યોજના નો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓ ને નીચે મુજબ નાં આધાર પુરાવા રજૂ કરવાના હોય છે.
- વિદ્યાર્થી નું આધારકાર્ડ.
- વિદ્યાર્થી નું પાન કાર્ડ.
- વિદ્યાર્થી નું રહેણાંક નો પુરાવો.
- વિદ્યાર્થી નીધોરણ 10-12 ની માર્કશીટ.
- વિદ્યાર્થી ને અભ્યાસની યુનિવર્સિટીમાં પ્રવેશ પત્ર અથવા ફી રસીદ અથવા યુનિવર્સિટી દ્વારા જારી કરાયેલ ઓળખ કાર્ડ.
- વિદ્યાર્થી નાં માતાપિતાનો વાર્ષિકઆવક નો દાખલો અને બેંક ખાતાની વિગતો.
- વિદ્યાર્થી નાં પાસપોર્ટ સાઇઝનો ફોટો.
- વિદ્યાર્થી નું ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર.
SBI આશા શિષ્યવૃત્તિ 2023 માટે અરજી પ્રક્રિયા
વિદ્યાર્થિઓ એ આ યોજના ની સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે.જેના માટે લાભાર્થી એ તેમની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
જેમા હોમ પેજ પર, આપે SBI આશા સ્કોલરશિપ 2023 ઉપર ક્લિક કરવાનું રહેશે.
ઈમેજ ક્રેડિટ:- SBI બેંક ઓફિસિયલ વેબસાઈટ
હવે ક્લિક કર્યા બાદ તમને અન્ય બીજી વેબસાઈટ પર લઈ જશે.અહીં તમને એક ઓનલાઈન અરજી ફોર્મ મળશે જેમાં તમારી તમામ જરૂરી માહિતી અને આધાર પુરાવા ની વિગતો દાખલ કરવાની રહેશે.
આ ડોક્યુમેન્ટ ને અપલોડ કરવાના હોય તે વ્યવસ્થિત રીતે અપલોડ કરવાના રહેશે.
હવે આખું અરજી ફોર્મ વ્યવસ્થિત તપાસવાનું રહેશે અને ઓનલાઈન ભરવાનું રહેશે.અને ત્યારબાદ સબમિટ કરવાનું રહેશે.
આ યોજના ની વધું માહિતી માટે તમે SBI બેંક ની મુલાકાત લઈ શકો છો.
વધું વાંચો- પંજાબ નેશનલ બેંક મા 20 લાખ ની લોન તુરંત મેળવો
અમારા વ્હોટસએપ અને ટેલીગ્રામ ચેનલ સાથે જોડાવ
અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ ને આપ સરકાર યોજનાઓ સંબધિત અન્ય જરૂરી માહિતી મેળવી શકશો.
વઘુ માહિતી માટે👉 | અહીંયા ક્લિક કરો |
SBI વેબસાઈટ 👉 | અહીંયા ક્લિક કરો |
હોમ પેજ 👉 | અહીંયા ક્લિક કરો |
અન્ય યોજનાઓ –
વિદ્યાર્થીઓ ને હવે માત્ર 1,000 રૂપિયા માં ટેબ્લેટ આપવામાં આવશે
ધો.9 થી 12ના વિદ્યાર્થીઓને મળશે 25 હજાર રૂપિયા ની સ્કોલરશીપ,અરજી ફોર્મ, ડોક્યુમેન્ટ અને સહાય
રિલાયન્સ ફાઉન્ડેશન 6 લાખ સ્કોલરશીપ
“FAQ”
SBI આશા સ્કોલરશીપ યોજના માં કેટલી સ્કોલરશીપ આપવામાં આવે છે?
SBI આશા સ્કોલરશીપ યોજના 50 હાજર થી 5 લાખ સુધી ની સ્કોલરશીપ આપવામાં આવે છે.
SBI આશા સ્કોલરશીપ યોજના ક્યાં વિદ્યાર્થીઓ ને આપવામાં આવે છે?
SBI આશા સ્કોલરશીપ યોજના અંડર ગ્રેજયુએટ ,IIT IIM અને PhD ના વિદ્યાર્થીઓ ને આપવામાં આવે છે.
SBI આશા સ્કોલરશીપ યોજના માટે વિધાર્થીઓ ની વાર્ષિક આવક મર્યાદા કેટલી હોઈ છે?
SBI આશા સ્કોલરશીપ યોજના મેળવવા માટે વિધાર્થીઓ નાં વાલી ની વાર્ષિક આવક મર્યાદા 3 લાખ રૂપિયા કરતાં વધુ નાં હોવી જોઈએ.
SBI આશા સ્કોલરશીપ યોજના ની ઓનલાઈન અરજી અને વધુ માહિતી માટે કઈ વેબસાઈટ પર જવું?
SBI આશા સ્કોલરશીપ યોજના ની વધુ માહિતી અને ઓનલાઈન અરજી માટે SBI ની ઓફિસિયલ વેબસાઈટ પર જાવ.