ગુજરાત સરકાર હંમેશા લોકો માટે કાર્યશીલ રહે છે.અને તેમના રાજ્ય નાં નાગરીકો ને ખુબજ સારી યોજનાઓ થકી આગળ લાવવાનો પ્રયાસ કરે છે.જેમાં સરકાર નાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા બિન અનામત આયોગ નું ગઠન કરવા માં આવેલ હતું જેમાં જે ગુજરાત રાજ્યનાં નાગરિકો કે જેઓ બિન અનામત વર્ગ માં આવે છે અને આર્થિક રીતે નબળા પરિવારો છે તેઓ ને સરકાર તરફ થી સહાય મળી રહે. જેમાંની આ Treaning Scheme For Competitive Exams 2021 યોજના સરકાર દ્વારા અમલ મા મુકેલ છે.
બિનઅનામત વર્ગ માટે આમ તો ઘણી યોજનાઓ Bin Anamat Aayog દ્વારા ચલાવવા માં આવે છે જેવી કે ટ્યુશન સહાય યોજના,JEE-NEET અને GUJ CET ની કોચિંગ સહાય, વાહન સહાય યોજના આવી ઘણી યોજનાઓ અમલ મા મુકેલ છે.જેમાં આજ આપણે બિન અનામતવર્ગ ના વિધાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ સહાય યોજના વિશે વિસ્તૃત માં વાત કરીશું.
જો તમારે સરકારી યોજનાઓ ની વધુ માહિતી મેળવવી હોય તો આપ આમરા વોટ્સ એપ ગૃપ સાથે જોડાવ
જો તમારે ગુજરાત સરકાર ની યોજનાઓ વિશે વધુ માહિતી મેળવવી હોઈ તો અમારા Telegram channel સાથે જોડાવ
જો તમારે ગુજરાત સરકાર ની યોજનાઓ વિશે વધુ માહિતી મેળવવી હોઈ તો અમારા Instagram Page સાથે જોડાવ
Treaning Scheme For Competitive Exams 2023
આ યોજના Bin Anamat Aayog Gandhinagar દ્વારા ચલાવવા માં આવે છે.જેમાં રાજ્ય નાં બિન અનામત વર્ગ ના વિધાર્થીઓ માટેની આ સહાય છે. આ સહાય માં બિન અનામત વર્ગ ના વિધાર્થીઓ કે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષા(UPSC,GPSC,ગૌણસેવા,પોલીસ, બેંક exam રેલવે exam) ની તૈયારી કરતા હોઈ તો તેવા વિધાર્થીઓ ને Exam ની તૈયારી માટે સરકાર તરફ થી સહાય આપવામા આવે છે.જે વિદ્યાર્થીઓ હોશિયાર હોઈ છે પરંતુ તેમની પાસે પૈસા ની કમી હોવાથી તેઓ સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ લઈ શકતા નથી તેથી એવા નબળા વર્ગ નાં વિદ્યાર્થીઓ માટે આ સહાય છે.
તો ચાલો જાણીએ આ બિન અનામત વર્ગ માટે ની યોજના શું છે અને તેનું ફોર્મ કઈ રીતે ભરી સકાઈ છે અને ક્યાં ક્યા ડોક્યુમેન્ટ્સ ની જરૂર પડે છે.તેની માહિતી જાણીએ વિગતવાર.
વઘુ વાંચો- કોરોના મૃત્યુ સહાય યોજના
યોજના નું નામ | સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ સહાય યોજના |
સહાય | 20,000/- રૂપિયા |
રાજ્ય | ગુજરાત |
ઉદ્દેશ | બિન અનામત વર્ગના આર્થિક નબળાં વર્ગના સરકારી સેવાઓમાં જોડાય તે હેતુ થી સ્પર્ધાત્મક તાલીમ સહાય આપવામાં આવે છે. |
લાભાર્થી | બિનઅનામત વર્ગ ના વિધાર્થીઓ |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
સંપર્ક | અહીંયા ક્લિક કરો |
Bin Anamat Sahay Yojna Benefits
ગુજરાત સરકાર ના બિનઅનામત આયોગ દ્વારા સરકાર તરફ થી આ સહાય સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતા બિનઅનામત વર્ગ ના વિદ્યાર્થીઓ ને આ સહાય મળવાપાત્ર છે જેમાં સરકાર માન્ય પરીક્ષાઓ ની તૈયારી કરાવતી સંસ્થા મા તાલીમાર્થી તાલીમ મેળવતો હોવો જોઈએ.જેમાં સરકાર તરફ થી વિદ્યાર્થી દીઠ 20,000/- અથવા તો સંસ્થા ની ખરેખર ભરવાની થતી ફી આ બેમાંથી જે ઓછું હોઈ તે તાલીમાર્થી ને મળવાપાત્ર છે.
સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ સહાય યોજના ની પાત્રતા
GUEEDC Online દ્વારા આ સહાય મેળવવા માટે વિદ્યાર્થીઓ ની કેટલીક પાત્રતા નક્કી કરવામાં આવેલ છે જે પાત્રતા વાળા વિદ્યાર્થીઓ ને આ સહાય મળશે.જેની પાત્રતા નીચે મુજબ ની છે.
- વિદ્યાર્થી ગુજરાત રાજ્ય નો વતની હોવો જોઈએ
- વિદ્યાર્થી બિનઅનામત વર્ગ માંથી આવતો હોવો જોઈએ.
- બિનઅનામત વર્ગ નો વિદ્યાર્થી સરકાર ની GPSC,UPSC, ગૌણ સેવા, પંચાયત સેવા મંડળ ની અથવા અન્ય કોઈ માન્ય મંડળ ની તાલીમ મેળવતો હોવો જરૂરી છે
- તાલીમાર્થી ને ધોરણ 12 માં 60 % કે તેનાથી વધારે ટકા હોવા જરૂરી છે
- વિદ્યાર્થી જે સંસ્થા મા તાલીમ મેળવતો હોઈ તે સંસ્થા માન્ય હોવી જરૂરી છે.એટલે કે માન્યતા પ્રાપ્ત સંસ્થા હોવી જોઈએ
- તાલીમ મેળવતો વિદ્યાર્થી જેની તાલીમ મેળવે છે તેની ઓછામાં ઓછી લાયકાત ધરાવતો હોવો જોઈએ
- તાલીમ મેળવતો વિદ્યાર્થી સરકારી નોકરી કરતો હોવો જોઈએ નહિ.
વઘુ વાંચો – ખેડૂત મોબાઈલ ફોન 15,000 સહાય યોજના
સહાય નો લાભ લેવા માટે માન્ય સંસ્થા ની પાત્રતા
આ યોજનાનો લાભ લેવા માટે તાલીમાર્થી ને કઈ સંસ્થા મા એડમિશન લેવું તે સંસ્થા નાં ધારા ધોરણો લેવા હોવા જોઈએ જે નીચે મુજબ ના છે.
- જેતે કોચિંગ સંસ્થા પબ્લિક ટ્રસ્ટ એકટ અને કંપની એકટ 2013 હેઠળ નોંધણી કરાવેલ હોવી જોઇએ
- કોચિંગ સંસ્થા મા 20 વિદ્યાર્થી દીઠ 1 શિક્ષક અને 21 થી 50 વિદ્યાર્થી દીઠ 3 શિક્ષકો હોવા ફરજીયાત છે
- કોચિંગ ક્લાસિસ માં 51 થી 70 વિદ્યાર્થી દીઠ 4 શિક્ષકો અને 70 થી 100 વિદ્યાર્થી દીઠ 5 શિક્ષકો હોવા ફરજિયાત છે
- ક્લાસિસ સરકાર ના અલગ અલગ નિયમો પર અમલ કરતી હોવી જોઈએ જેવા કે GST,Income Tex
- ક્લાસિસ માં જે શિક્ષકો હોઈ તેઓ Well Qualified હોવા જોઈએ
- તાલીમાર્થી એ ઓછામાં ઓછી 60 દિવસ ની તાલીમ મેળવેલ હોવી જોઈએ
- તાલીમ નો સંપૂર્ણ કોર્ષ પુરો થયા બાદ સરેરાશ 70% હાજરી અરજી માટે જરૂરી છે
Treaning Scheme For Competitive Exams Required Documents
ગુજરાત રાજ્ય ના બિન અનામત આયોગ દ્વારા વિધાર્થીઓ ને નીચે મુજબ ના જરૂરી આધાર પુરાવાઓ અને અભ્યાસ ના સર્ટિફિકેટ રજૂ કરવાના રહેશે.
- આધાકાર્ડ કાર્ડ ની પ્રમાણિત નકલ
- ધોરણ 10 ની માર્કશીટ
- ધોરણ 12 ની માર્કશીટ
- સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ
- EBC નું પ્રમાણપત્ર
- રહેઠાણ નો પુરવો
- વિદ્યાર્થી ના બેંક પાસ બુક ની નકલ
- તાલીમાર્થી જે સંસ્થા મા ફી ભરેલ હોઈ તે ફી ની રસીદ
- સંસ્થા નો એડમિશન લેટર
- કોચિંગ ક્લાસિસ જે સંસ્થા-ટ્રસ્ટ દ્વારા ચાલું હોઈ તો તેમનું Registration Number
વઘુ વાંચો – GUJCET,JEE અને NEET કોચિંગ સહાય યોજના
Treaning Scheme For Competitive Exams Income Limit
ગુજરાત સરકાર ના બિન અનામત વર્ગ માટે ની આ સહાય છે જેમાં સરકાર શ્રી દ્વારા આવક મર્યાદા નક્કી કરવામાં આવેલ છે જેમાં લાભ લેવા માટે વિદ્યાર્થી ના કુટુંબ ની વાર્ષિક આવક 6 લાખ કે તેની કરતાં ઓછી હોવી જોઈએ.
SEBC Competitive Exams Last Date
જો આપને આ યોજના માં અરજી કરવાની હોઈ તો આપ તારીખ 1/1/2023 થી તારીખ 31/01/2023 સુધી મા ઓનલાઈન અરજી કરી શકો છો.
Online Apply For Treaning Scheme For Competitive Exams
આ યોજના નો લાભ લેવા માટે તાલીમાર્થી એ Online અરજી કરવાની રહેશે.જેમાં સરકાર ની અધિકૃત વેબસાઈટ પરથી અરજી કરવાની હોઈ છે.જેમાં તાલીમાર્થી એ જાતે જ અરજી કરવાની રહેશે.તો અહીંયા તાલીમાર્થી ને અરજી કરવી સરળ પડે તેના માટે અરજી કરવાની સંપૂર્ણ માહિતી આપેલ છે જેનાથી તમને Online અરજી કરવામાં સરળતા રહેશે.
સૌપ્રથમ તાલીમાર્થી એ Bin Anamat Aayog ની Official Website પર જવાનું રહેશે.જ્યા તેમને હોમ પેજ માં નીચે બતાવ્યાં મુજબ મા જવાનું રહેશે.જ્યા Treaning Scheme For Competitive Exams ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે
જ્યા next page પર નીચે નાં ફોટો માં બતાવ્યા પ્રમાણે જો આપની પાસે પહેલાં થી જ password અને ID હોઈ તો સીધા Login થઈ જાવ અથવા તો New User પર ક્લિક કરી ને નવા Password ane ID બનાવી ને Login થવાનું રહેશે.
વઘુ વાંચો – પાલક માતા પિતા યોજના
તpassword અને ID Enter કર્યા પછી જે page ખૂલે તેમાં બધી Bin Anamat Varg ની યોજનાઓ દેખાશે જેમાં આપને છેલ્લે જે Treaning Scheme For Competitive Exams Option પર Apply Now પર જવાનું રહેશે.નીચે ફોટો માં બતાવેલ છે.
ત્યાર બાદ હવે તાલીમાર્થી એ જે ફોર્મ ખૂલે તે વાંચી ને બધી વિગતો ભરવાની રહેશે.જેવી કે બિનઅનામત પ્રમાણપત્ર ની વિગતો, તાલિમ આપતી સંસ્થા ની વિગતો વગેરે ભરી ને ત્યાર બાદ અભ્યાસ નાં પ્રમાણપત્રો ની માહિતી ભરવાની રહેશે.નીચે ફોટો માં.બતાવેલ છે.
વઘુ વાંચો – કિસાન વિકાસપત્ર યોજના
ત્યાર બાદ તાલીમાર્થી a પોતાનો સંપર્ક નંબર અને પોતાના બેંક ના ખાતા ની માહિતી ભરી ને save કરવાનું રહેશે.
ત્યારબાદ તાલીમાર્થી એ પોતાનો Passport size નો ફોટા અને સહી નો નમૂનો Online Upload કરવાના રહેશે. નીચે ફોટા માં બતાવ્યાં મુજબ.
ત્યાર બાદ Online અરજી માં માંગ્યા મૂજબ નાં બધાજ Documents ને હવે Online Upload કરવાના રહેશે.જે Documents ને તાલીમાર્થી પહેલા થી જ સ્કેન કરીને રાખે જેથી Upload કરવામા સરળતા રહે. નીચે ફોટો માં બતાવેલ છે.
હવેઆપની Online અરજી સંપૂર્ણ ભરાઈ ગયેલ છે.જેમાં હવે અરજી ને Conform કરવાની રહેશે જેથી અરજી સંપુર્ણ ભરાઈ જાઈ.હવે જે અરજી Conform થયા બાદ જે Application Number આવે તેને સારી જગ્યા પર નોંધી લેવાનો રહેશે.
Bin Anamat Aayog Gandhinagar Contact Number
તાલીમાર્થી માટે જો આ સહાય માં કોઈપણ પ્રકારે મુશ્કેલી પડતી હોઈ અથવા તો કંઈ ના સમજ પડતી હોઈ અથવા કોઈ ડોક્યુમેન્ટ કઈ રીતે મેળવવું જેવી તમામ માહિતી માટે આપ નીચે આપલે Help Line Number પર ફોન કરી ને વધુ માહિતી જાણી શકો છો.
GUEEDC Contact Number:- 079-23258688/23258684
Bin Anamat Aayog Gandhinagar Contact Office
Address:- Block No-2, 7th Floor,D-2 Wing,Karmyogi Bhavan,Sector 10-A,Gandhinagar,Gujarat-382010
વધું વાંચો
“FAQ” Treaning Scheme For Competitive Exams 2023
કોચિંગ સહાય યોજના 2023 માં કેટલા રૂપિયા ની સહાય મળે છે ?
આ યોજના માં બિન અનામત વર્ગ ના વિદ્યાર્થિઓ ને રૂપિયા 20,000/- ની સહાય આપવામાં આવે છે.
કોચિંગ સહાય યોજના 2023 માટે અરજી કેમ કરવાની હોઈ છે ?
આ યોજના માટે ઓનલાઈન અરજી કરવાની હોઈ છે.
કોચિંગ સહાય યોજના 2023 માટે અરજી કયાં કરવાની હોઈ છે ?
આ યોજના ની સહાય મેળવવા માટે Esamaj Kalyan ની વેબસાઈટ પર જઈ ને ઓનલાઈન અરજી કરવાની હોઈ છે.
Coaching Sahay Yojana 2023 For SEBC હેઠળ કઈ જ્ઞાતીઓને લાભ મળશે.
વિકસતી જાતિના વિદ્યાર્થીઓને અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થીઓને Coaching Scheme નો લાભ મળશે.
5 thoughts on “Treaning Scheme For Competitive Exams 2023 | Bin Anamat Sahay Yojana”