Advertisements

Educational Study Loan Gujarat 2022 | શૈક્ષણિક લોન યોજના ગુજરાત બિનઅનામત વર્ગ

Advertisements

Educational Study Loan Gujarat 2022 | Documents required for Education Loan | Education loan eligibility | Education loan interest rate | Education loan gujarat government | Student education loan gujarat | Binanamat education loan

WhatsApp Group Join Now
Telegram Group Join Now

નમસ્કાર વાચક મિત્રો,આજ નાં યુગ માં ભણતર ખૂબજ ભારે થઈ ગયું છે.અને નાના માણસ નાં દીકરાઓ ને ધોરણ 10-12 પછી આગળ અભ્યાસ કરવા જવું હોઈ તો ખુબજ પૈસા ની જરૂર પડે છે.માટે રાજ્ય સરકારે એવા નાના લોકો નાં બાળકો માટે આગળ અભ્યાસ કરવા માટે આ યોજના નો અમલ કરેલ છે જેનાથી ગરીબ વર્ગ નાં વિધાર્થીઓ ને આ Educational Study Loan Gujarat 2022  થીકા ઘણોજ ફાયદો થશે અને તેમના બાળકો આગળ અભ્યાસ કરી શકશે.

તો ચાલો મિત્રો આજ આપડે આ યોજના વિશે તમામ માહિતી વિગતવાર મેળવવાના છીએ.જેમાં આ યોજના શું છે, ડોક્યુમેન્ટ ક્યા જોઈએ,અરજી કયાં કરવાની હોઈ છે જેવી તમામ માહિતી આજ આપડે મેળવવા છીએ.

તમામ સરકારી યોજનાઓ વિશે ની વિગતવાર માહિતી મેળવવા માટે અમારી Telegram Channel અને Instagram Page સાથે જોડાવ.

Educational Study Loan Gujarat 2022

રાજ્ય સરકાર દ્વારા ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા:30/09/2017 નાં રોજ ગુજરાત  બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની રચના કરવામાં આવી છે.આ યોજના માં જે વિધાર્થીઓ હાલ ધોરણ 12 પાસ કરી ને આગળ અભ્યાસ કરવા માંગતા હોઈ જેમ કે મેડીકલ લાઈન, એન્જિનિયરિંગ લાઈન,ડોકટર વગેરે નો અભ્યાસ કરવા માટે તે કોલેજ ની ફી ખુબજ જ ખર્ચાળ હોઈ છે. વધુ મા ભારત ના અન્ય રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ અભ્યાસ કરતા તબીબી સ્નાતક,તબીબી અનુસ્નાતક અને ઉચ્ચ અભ્યાસક્રમોમાં અનુસ્નાતક જેવા કે IIM,IIT,NID,NIFT,IRMA,TISSમાં સમગ્ર અભ્યાસક્રમ ની કુલ ટ્યુશન ફી અથવા રૂ.10 લાખ તે બે પૈકી જે ઓછું હોય તે પ્રમાણેની લોન માટે ની શૈક્ષણિક અભ્યાસ લોન યોજના અમલ મા મુકવામા આવી છે.

માટે રાજ્ય સરકાર નાં બિનઅનામત આયોગ નિગમ દ્વારા આ યોજના થકી આવા વિધાર્થીઓ ને અભ્યાસ માટે 10 લાખ ની લોન આપવામાં આવે છે.જેનું વ્યાજ પણ અન્ય પ્રાઈવેટ બેન્કો જેમ કે SBI education loan,HDFC education loan કરતા ખુબજ ઓછું હોઈ છે.જે રાજ્ય સરકાર આપે છે.જેનાથી નાના અને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ તેમનો અભ્યાસ ખૂબ જ સરળતાથી કરી શકે છે.

યોજના નું નામશૈક્ષણિક લોન યોજના ગુજરાત બિનઅનામત વર્ગ
સહાયરૂ 10.00 લાખ ની શૈક્ષણિક લોન
રાજ્યગુજરાત
ઉદ્દેશ ગુજરાત રાજ્ય નાં બિનઅનામત વર્ગ ના ગરીબ,આર્થિક નબળા વિદ્યાર્થીઓ ને આ સહાય મારફતે આગળ અભ્યાસ કરી શકે અને તેમનો વિકાસ થઈ શકે
લાભાર્થીગુજરાત રાજ્ય નાં બિનઅનામત વર્ગ ના વિધાર્થીઓ
અરજી નો પ્રકારઓનલાઈન
સંપર્કઅહીંયા ક્લિક કરો
Online ApplyApply Now
Educational Study Loan Gujarat 2022

Samaj kalyan Education loan Benefits – લાભ

હાલો રાજ્ય સરકારના બિન અનામત વર્ગ આયોગ દ્વારા રાજ્યમાં વસતા બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે.જેથી આવા વિધાર્થીઓ તેમનો આગળ નો અભ્યાસ એટલે કે મેડીકલ અને એન્જિનિયરિંગ  માં અભ્યાસ કરી શકે છે.જેના માટે  ની ઓનલાઈન અરજી esamaj kalyan Portal ઉપર કરવામાં આવે છે.

આ યોજના માં બિનઅનામત વર્ગ ના વિદ્યાર્થિઓ ને 10.00 લાખ ની લોન આપવામાં આવે છે.જેનાથી આવા વિધાર્થીઓ 10.00 લાખ ની લોન થી ખુબજ એટલે ખુબજ લાભ થાય છે અને જેના માં બાપ ની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોઈ તો તેમને ખુબજ ટેકો મળી જાય છે.

વધુ વાંચો : કોરોના મૃત્યુ સહાય યોજના

Education loan interest rate in Gujarat – વ્યાજદર

બિનઅનામત વર્ગ ના વિધાર્થીઓ કે જેઓ ધોરણ 12 પછી આગળ અભ્યાસ કરવા માંગતા હોઈ તેમને આ લોન રાજ્ય સરકાર આપે છે.જેમાં આવા વિધાર્થીઓ ને 10 લાખ ની લોન આપવામાં આવે છે. આ 10 લાખ લોન નું વ્યાજ સાવ સાદું હોઈ છે.આ લોન નું વ્યાજ ફક્ત વાર્ષિક 4% નું રાખેલ છે.જે આપ સરળતાથી ભરી શકો છો.

Education loan Eligibility Gujarat – પાત્રતા

આ યોજના માટે બિનઅનામત વર્ગ ના વિદ્યાર્થિઓ માટે ની પાત્રતા નીચે મુજબ ની છે જે ધ્યાન થી જોઈ લેવા વિનંતી છે.

  • વિદ્યાર્થી ગુજરાત રાજ્ય નો વતની હોવો જોઈએ અને છેલ્લા 15 વરસ થી ગુજરાત રાજ્ય માં વસતા હોવા જોઈએ.
  • વિદ્યાર્થી બિનઅનામત વર્ગ ના હોવા જોઈએ.
  • વિધાર્થીઓ ને ધોરણ 12 માં ઓછા મા ઓછા 60 % ગુણ થી હોવા જરૂરી છે.
  • ગુજરાત રાજ્ય ની બહાર ધોરણ 10-12 પાસ કરેલ હોઈ તો તે મુજબ નાં આનુષંગિક પુરાવા રજૂ કરવા પડશે.
  • જે કોલેજ માં એડમીશન લીધું હોઈ તે કોલેજ સબંધીત કાઉન્સિલ ની માન્યતા પ્રાપ્ત કરેલ હોવી જોઈએ.
  • આ લોન પરિવાર માંથી એકજ વ્યક્તિ ને એક જ વાર મળવાપાત્ર રહેશે.

વધું વાંચો : JEE NEET અને GUJCET ની કોચિંગ સહાય યોજના

Gujarat Government Education Loan – શરતો અને નિયમો

આ લોન મેળવવા માટે ઉપર મુજબ ની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને સહાય મળવાપાત્ર રહેશે અને નીચે મુજબ ના નિયમો પણ લાગુ હોવા જોઈએ જે ધ્યાન પૂર્વક વાંચવા વિનંતી.

  • વર્ષ 2021-2022 માટે આ લોન રાજ્ય નાં 700 વિધાર્થીઓ ને આપવાનું ભૌતિક લક્ષ્યાંક નિયત કરવામાં આવેલ છે.
  • શૈક્ષણિક અભ્યાસ લોન યોજના હેઠળ ધોરણ-૧૨ મેડિકલ, ડેન્ટલ ના સ્વનિર્ભર કક્ષાના અભ્યાસક્રમો, ઇજનેરી, ટેક્નોલોજી, ફાર્મસી, આર્કિટેક્ચર,આયુર્વેદિક ,હોમિયોપેથી ,ફિઝીયોથેરાપી, વેટર્નરી વગેરે સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો, નર્સિંગ(સ્નાતક કક્ષા)નાં વગેરે અભ્યાસક્રમો માટે (હાયર એજ્યુકેશન જેવા કે બીબીએ,બીકોમ,બીએસસી,બીએ સિવાય)
  • ભારત ના અન્ય રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ અભ્યાસ કરતા તબીબી સ્નાતક,તબીબી અનુસ્નાતક અને ઉચ્ચ અભ્યાસક્રમોમાં અનુસ્નાતક જેવા કે IIM, IIT, NID,NIFT, IRMA,TISS માં સમગ્ર અભ્યાસક્રમ ની કુલ ટ્યુશન ફી અથવા રૂ.10 લાખ તે બે પૈકી જે ઓછું હોય તે પ્રમાણેની લોન માટે ની શૈક્ષણિક અભ્યાસ લોન મેળવવા ONLINE અરજી કરી શકે છે.
  • લોન યોજના માટે અરજદાર દ્ધારા અરજી કન્ફર્મ થયા ૫છી અત્રેનાં નિગમ દ્ધારા ઓનલાઇન સબમિટ કરેલા દસ્તાવેજોની ચકાસણી કર્યા ૫છી સૈધ્ધાંતિક મંજુરી/નામંજૂર/પૂર્તતા ની જાણ સીધી અરજદારને E-Mail/SMS થી લાભાર્થીને મોકલવામાં આવશે.
  • આ યોજના માટે વિધાર્થીઓ ને તેમના નિગમ દ્ધારા સૈધ્ધાંતિક મંજુરી અપાયેલ અરજદારે મંજૂરીના ૫ત્રથી માંગેલ જરૂરી સાધનિક પુરાવાઓ ઓનલાઇન અ૫લોડ કરી તેનું જે જિલ્લામાં રહેઠાણ હોય તે જિલ્લા મેનેજરની કચેરી એ અરજીની પ્રિન્ટ તથા જરૂરી આધાર પુરાવા ૩૦(ત્રીસ) દિવસમાં જમા કરવાના રહેશે.
  • આ યોજના  માટે સૈધ્ધાંતિક મંજુર મુજબ ની રકમ અભ્યાસ ક્રમના સમયગાળા દરમિયાન દર વર્ષે ટ્યુશન ફી મુજબ જેના પ્રથમ હપ્તાબાદ બીજા વર્ષના હપ્તો મેળવવા અરજદારે અગાઉના વર્ષ ના સેમેસ્ટરની માર્કશીટ તેમજ ફી ભર્યાની પહોંચ ONLINE જમા કરવાની રહેશે.
  • વિધાર્થીઓ એ અરજી મંજુર થયેથી મોર્ગેજ દસ્તાવેજો રજુ કરવાના રહેશે.
  • વિદ્યાર્થિઓ એ નિગમની તરફેણમાં પાંચ (પ્રિન્ટેડ નામ વાળા)ચેક રજુ કરવાના રહેશે.

Gujarat Bin Anamat Education Loan Income Limit- વાર્ષિક આવક મર્યાદા

આ યોજના રાજ્ય નાં બિનઅનામત વર્ગ ના વિદ્યાર્થિઓ ને મળવાપાત્ર છે.જેના માટે વિધાર્થીઓ ની પરિવાર નું વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલ છે જે નીચે મુજબ છે.

આ લોન માટે બિનઅનામત વર્ગ ના વિધાર્થીઓ ની પરિવાર ની વાર્ષિક આવક મર્યાદા રૂ 6.00લાખ કરતાં ઓછી હોવી જોઈએ.

ખાસ નોંધ

નિયત સમય મર્યાદામાં માંગેલ પુર્તતા પુર્ણ કરવાની રહેશે,વિદ્યાર્થીને પુર્તતા માટે પરત કરવામાં આવેલ અરજીઓ સમયમર્યાદા માં પુર્તતા પુર્ણ કરી મોકલવામાં નહી આવે તો અરજી આપો આપ નામંજૂર થઇ જશે.

વધું વાંચો : નાના પાયા ની સ્વરોજગારી માટે નાણાંકીય સહાય યોજના

Documents required for Education Loan – આધાર પુરાવા

રાજ્ય બિનઅનામત આયોગ નિગમ દ્વારા રાજ્ય મા વસતા બિનઅનામત વર્ગ ના વિધાર્થીઓ કે જેઓ ધોરણ 12 પાસ કરેલ હોઈ તેમને આ Sarkari Loan આપવામાં આવે છે. આ યોજના માટે વિદ્યાર્થી એ Online અરજી કરવાની હોઈ છે.જેના માટે નીચે મુજબ નાં ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાના રહેશે.

  1. વિદ્યાર્થી નું આધારકાર્ડ.
  2. વિદ્યાર્થી નું રેશનિંગકાર્ડ.
  3. વિદ્યાર્થી નું શાળા છોડ્યા નું પ્રમાણપત્ર.
  4. વિદ્યાર્થી નું રહેઠાણ નો પુરાવો.
  5. વિદ્યાર્થી નું બિનઅનામત વર્ગ નું જાતિ નું પ્રમાણપત્ર.
  6. વિદ્યાર્થી નાં પરિવાર ની વાર્ષિક આવક નો દાખલો.
  7. વિદ્યાર્થી નાં પિતા નાં આઈ.ટી.રીટર્ન,(તમામ-PAGE) ફોર્મ -16.
  8. વિદ્યાર્થી ની ઘોરણ-10 અને 12 ની માર્કશીટની નકલ/ડીપ્લોમા સર્ટી.
  9. વિદ્યાર્થી ની સ્નાતક કક્ષા તેમજ તે ૫છીના અન્ય અભ્યાસક્રમની માર્કશીટ અને ડીગ્રી સર્ટી.
  10. વિદ્યાર્થી ની સ્નાતક કક્ષા તેમજ તે ૫છીના અન્ય અભ્યાસક્રમની માર્કશીટ અને ડીગ્રી સર્ટી.
  11. વિદ્યાર્થી એ અરજીની તારીખ થી સ્નાતક વચ્ચેનાં સમયગાળાની સ્પષ્ટતા અંગેનાં આધાર(જો હોય તો)
  12. વિધાર્થીએ તેમની શૈક્ષણિક અભ્યાસ અર્થે મેળવેલ પ્રવેશ અંગેનો યુનિવર્સિટી/કોલેજનો એડમીશન લેટર.
  13. વિદ્યાર્થી એ તેમની પ્રતિવર્ષ ભરવાની થતી ભરેલી ફી નો પુરાવો અને સમગ્ર કોર્ષની ફી નું માળખું.
  14. વિદ્યાર્થી નાં પિતા/વાલીની મિલકત બોજો/મોર્ગેજ કરવાનું સંમતિ૫ત્ર(પરિશિષ્ટ-૧ મુજબ)
  15. વિદ્યાર્થી ના બેંક પાસબુકની પ્રથમ પાનાની ઝેરોક્ષ  નકલ( આઇ.એફ.સી કોડ સહિત)

Gujarat Bin Anamat Education Loan Online Apply

આ લોન માટે લાભાર્થી એ esamaj kalyan Portal પર જઈ ને અરજી કરવાની રહેશે.જેના માટે નીચે મુજબ નાં સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપેલ છે.

Advertisements

સૌ પ્રથમ Google મા જઈ ને esamaj kalyan ની સરકારી વેબસાઇટ પર જવાનું રહેશે.જ્યા જો આપ પ્રથમ વાર જ અરજી કરતા હોવ તો આપને New I’d અને Passward બનાવાનું રહેશે.અને જો Id અને Passward પહેલા થી હોઈ તો તેને Enter કરવાના રહેશે. ત્યાર બાદ તમને બિનઅનામત વર્ગ ની તમામ Sarkari Yojana મળી જશે.જ્યા તમારે “Educational Study Loan” યોજના માં ક્લિક કરવાનું રહેશે.

Educational Study Loan Gujarat 2022
image Source : esamaj kalyan Portal Government Of Gujarat

જ્યાં તમારી સામે Online અરજી ફોર્મ ખુલી જશે.જ્યા આ Online અરજી ફોર્મ મા માંગ્યા મુજબ ની તમામ માહિતી સમજી વિચારી ને ભરવાની રહેશે.

જ્યાં ટોટલ 4 ભાગમાં સંપૂર્ણ અરજી કરવાની રહેશે.1- વ્યક્તિગત માહિતી,2- અરજી ની વિગતો,3- દસ્તાવેજો ની વિગતો અને 4- નિયમો અને શરતો.આ અરજી નાં 4 ભાગ સંપૂર્ણ સમજી ને ભરવના રહેશે.

અરજી માં ઉપર આપેલ માહિતી જેવીકે વિદ્યાર્થી નું નામ,સરનામું,email, જન્મ તારીખ, મોબાઈલ નંબર વગેરે ભવરવાનું હોઈ છે.અને જરૂરી આધાર પુરાવા રજુ કરવાના રહેશે.અને અરજી ને Online Sabmit કરવાની રહેશે.

Sabmit કર્યાં બાદ આપને એક અરજી નોંધણી નંબર આપવામા આવશે જે તમારે સાચવી ને રાખવાનો રહેશે.

Education loan by government of gujarat help Line Number

આ યોજના માં વિદ્યાર્થી એ અરજી કરવામાં મુશ્કેલી ઊભી થતી હોય અથવા તો અન્ય લોન બાબતે કોઈ પ્રશ્નો હોઈ તો નીચે આપેલ લિંક પર જઈ ને આપ સંપર્ક કરી શકો છો.

અહીંયા ક્લિક કરો.

નીચે જે હાલ માં ચાલે છે એ બધી યોજનાઓની લિંક આપલે છે જ્યાં જઈ ને તમે વધુ માહિતી મેળવી શકો છો.

વધુ વાંચો

સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારી માટે કોચિંગ સહાય

નમો ટેબ્લેટ યોજના ગુજરાત

લેપટોપ કમ્પ્યુટર સહાય યોજના

“FAQ” Of Educational Study Loan Gujarat 2022

Educational Study Loan Gujarat 2022 મા કોને લોન મળે છે ?

આ યોજના માં ગુજરાત રાજ્ય ના બિનઅનામત વર્ગ ના વિધાર્થીઓ ને લોન મળે છે.

Educational Study Loan Gujarat 2022 માં કેટલી લોન મળે છે ?

આ યોજના માં વિધાર્થીઓ ને 10.00 લાખ ની લોન આપવામાં આવે છે.

Educational Study Loan Gujarat 2022 માં વિધાર્થીઓ ને સેના માટે લોન આપવામાં આવે છે ?

આ યોજના માં બિનઅનામત વર્ગ ના વિધાર્થીઓ ને ધોરણ 12 પછી આગળ મેડીકલ, એન્જિનિયર,ડોકટર વગેરે નાં અભ્યાસ માટે લોન આપવામાં આવે છે.

Educational Study Loan Gujarat 2022 માં 10.00 લાખ ની લોન નું વ્યાજ કેટલું હોઈ છે ?

આ યોજના માં જે લોન આપવામા આવે છે તેનું વાર્ષિક વ્યાજ 4% નું હોઈ છે.

Educational Study Loan Gujarat 2022 ની અરજી ક્યાં કરવાની હોઈ છે ?

આ યોજના માટે સરકાર નાં esamaj kalyan Portal પર જઈ ને Online અરજી કરવાની હોઈ છે.

2 thoughts on “Educational Study Loan Gujarat 2022 | શૈક્ષણિક લોન યોજના ગુજરાત બિનઅનામત વર્ગ”

Leave a Comment