ભારત દેશ હવે બીજા દેશો ની સાપેક્ષ માં ટેકનોલજી નાં ક્ષેત્ર મા હવે ઝડપ થી આગળ વધી રહ્યું છે.જેમાં આપડા વડાપ્રધાન શ્રી મોદી સાહેબ નાં વિચાર મુજબ હવે આપડા દેશ ને Digital India બનાવવા નો ઉદ્દેશ છે.જેમાં આપડા રાજ્ય ગુજરાત માં પણ બધી જ સરકારી સેવાઓ હવે Digital બનાવવા માટે સરકાર ખુજ પ્રયાસો કરી રહી છે.જેમાં આજ અમે ગુજરાત સરકાર ની Gujarat eNagar Mobile App પોર્ટલ વિશે વાત કરીશું.જેમાં ગુજરાત રાજ્ય નાં બધા શહેરો નાં નાગરિકો ને હવે તેઓ માટે ટેકસ, બિલ્ડિંગ પરમિશન,મરણ નોંધ,લગ્ન નોંધ જેવી વગેરે ઘણી સેવાઓ હવે Online જ કરી શકે તેઓ પ્રયાસ કરવામાં આવેલ છે.જેથી રાજ્ય નાં નાગરિકો ને વ્યાપક પ્રમાણ માં સારી સેવાઓ પ્રધાન કરી શકાય.
જે રીતે આખા દેશ માં Digital સેવાઓ નો વ્યાપ વધી રહ્યો છે ને સરકાર બધી Government સેવાઓ ને Digital India નાં માધ્યમ થી આગળ વધારી રહી છે તેમાં હવે આપડા ગુજરાત રાજ્ય માં પણ હવે રાજ્ય નું સરકાર તેમની સરકારી સેવાઓ હવે Online કરવા જઈ રહી છે.આમ તો ગુજરાત રાજ્ય ટેકનોલોજી ના ક્ષેત્ર મા બીજા રાજ્યો ની તુલના માં હમેશા આગળ જ રહ્યું છે.પણ હવે e-governance દ્વારા બધી સરકારી સેવાઓ હવે Online થવા જઈ રહી છે.જેમાં કે ikhedut Portal પર બધી ખેડૂત લક્ષી યોજનાઓ નાં ફોર્મ ભરી શકાય છે.સરકારી ભરતીઓ માટે OJAS પર Online ફોર્મ ભરી શકાય છે.એવા બીજા ઘણા portal સરકાર દ્વારા અમલ મા મૂકવા માં આવેલ છે જેથી રાજ્ય નાં લોકો Digutal Gujarat થકી બધી સેવાઓ નો લાભ લઇ શકે છે.
વધુ વાંચો- કોરોના મૃત્યુ સહાય યોજના
Gujarat eNagar Mobile App Launch શું છે
ગુજરાત સરકાર દ્વારા આ Application હમણા જ લોન્ચ કરવામા આવેલ છે.જેમાં ગુજરાત રાજ્ય ની નગરપાલિકાઓ માં વસતા બધાં લોકો સરકારી સેવાઓ નો Online લાભ મેળવી શકશે.જેમાં લોકો ને હવે સરકારી કચેરીઓ નાં ધક્કા ખાવા માંથી છુટકારો મળશે.આ Post મા આજ આપડે જાણીશું કે eNagar App શું છે.તેમાં સરકારી સેવાઓ નો લાભ લઇ રીતે લઈ શકાઈ છે.બધા ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરી શકાઈ છે.એટલે કે આ Application વિશે બધી જ માહિતી મેળવીશું.
યોજના નું નામ | ગુજરાત eNagar મોબાઈલ એ્લિકેશન |
રાજ્ય | ગુજરાત |
સહાય | નાગરિકો પોતે જ આ App થી સીધો બધી સેવાઓ નો લાભ મેળવી શક્શે. |
ઉદ્દેશ | શહેર નાં લોકો ને સરકારી કચેરી મા જાય વગર સરકારી સેવાઓ નો લાભ મળી રહે |
લાભાર્થી | નગરપાલિકાના વિસ્તાર નાં તમામ લોકો |
સેવા નો પ્રકાર | Online સેવાઓ મેળવી શક્શે |
સંપર્ક | અહીંયા ક્લિક કરો |
eNagar Mobile Application download
જો નાગરીકો ને enagar mobile application download કરવાની હોઈ તો નીચે લીંક આપેલ છે જેમાં આપ તે મોબાઇલ એપ્લિકેશન અહીંયા થી જ download કરી શકો છો.
eNagar Mobile App નાં લાભ
ગુજરાત સરકાર દ્વારા થોડા સમય પહેલા જ enagar mobile application શરૂ કરવામાં આવે હતી.જેમાં રાજ્ય ની નગરાલિકાઓ નાં લોકો તેમના શહેર માં સરકારી સેવાઓ નો લાભ હવે Online મેળવી શકે છે.જેમાં નાગરિકો માટે ટોટલ 10 પોર્ટલ દ્વારા 52 થી પણ વધારે સેવાઓ હવે Online મેળવી શકશે.
જેના થકી હવે સરકારી કામો માં પારદર્શકતા આવશે અને નાગરિકો ને ઘણો ફાયદો પણ થશે.આ Mobile App દ્વારા નાગરિકો ટેક્ષ ભરપાઈ,લગ્ન નોંધણી,જન્મ નોંધણી, બાંધકામ પરમિશન,પ્રોફેશનલ ટેક્ષ, ફાયર બ્રિગેડ,ડ્રેનેજ સફાઈ વગેરે સેવાઓ હવે Online મેળવી શકશે.
જો તમારે ગુજરાત સરકાર ની યોજનાઓ વિશે વધુ માહિતી મેળવવી હોઈ તો અમારા Telegram channel સાથે જોડાવ
eNagar Gujarat Gov In
આ application દ્વારા નગરાલિકાઓ ની સેવાઓ હવે Online કરવામાં આવે છે. આ application માં ટોટલ 10 Portal બનાવવા મા આવેલ છે.જે બધા પોર્ટલ માં અલગ અલગ બધી સરકારી સેવાઓ વિભાજિત કરવામાં આવેલ છે.જે નીચે મુજબ ના છે.
eNagar App Property Tex
આ એપ માં હવે નાગરિકો પોતે જ મિલકત વેરો ભરપાઈ કરી શક્શે.અને Online જ તેઓ મિલકત નોંધણી ની સેવાઓ મેળવી શકશે. અને જો કોઈ ફરિયાદ હોય તો તેઓ તેને ઓનલાઈન જ કરી શકશે.
જો તમારે ગુજરાત સરકાર ની યોજનાઓ વિશે વધુ માહિતી મેળવવી હોઈ તો અમારા Instagram Page સાથે જોડાવ
eNagar App Professional Tax
આ Mobile App દ્વારા નગરપાલિકાઓનાં નાગરિકો હવે RC અને EC ની સેવાઓ નો લાભ Online જ મેળવી શકશે.જેમાં તેઓ EC ni ચૂકવણી પણ કરી શકશે.બીજું એ કે professional Tex થકી નાગરિકો હવે તેમના નામો, સરનામાઓ વગેરે બદલી શકશે.વધુ મા નાગરિકો તેમની બેંક Datails Update કરી શકશે અને બદલી પણ શક્શે.
eNagar App Building Permission
નગરપાલિકા વિસ્તાર માં નવા બાંધકામ ની પરમિશન Online મેળવી શકાશે.અને તે બાંધકામો નાં લાઈસન્સ Online જ અપ્રુવ કરી શકાશે અને તે બધા ની યાદી Online મેળવી શકાશે.
eNagar App Water And Drainage
મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ માં વસતા લોકો પોતાનું પાણી નું નવુ કનેક્શન હવે Online જ કરી શકે છે.અને Drainage નું નવું રજિસ્ટ્રેશન પણ કરી શકશે. પ્લમ્બરીંગ નું કામ કરતા વર્કર પોતાનું પ્લમ્બર નું લાઇસન્સ મેળવી શકશે.એટલે કે આ એપ દ્વારા નાગરિકો ને ઘણો જ લાભ મળશે.
વઘુ વાંચો- ખેડૂત મોબાઈલ ફોન સહાય યોજના
eNagar App Grievance Redressed And Complaint
મહાનગરપાલિકા અને નગરપાલિકા નાં લોકો તેમના ઘરો ની ગટર લાઈન, પીવા નાં પાણી ની લાઈન,રોડ રસ્તા સ્વચ્છતા, સ્ટ્રીટ લાઈટ વગેરે ની ફરિયાદો હવે થી Online કરી શકશે.જેથી તેમની ફરિયાદો જલ્દી પહોંચી શકે અને તેનું નિવારણ જલ્દી થઈ શકે છે.
eNagar App license Module
શહેરી વિસ્તાર માં વસતા લોકો પોતાની નવી દુકાનો બનાવવા ની પરમિશન માટે હવે Online અરજી કરી શકશે.જેના તેઓ તેમની દુકાન ની નોંધણી,દુકાન નો નાં વેરા જેવી બધી જ સેવાઓ Online જ લઈ શકશે. દુકાનો ની જો તેઓને દુકાનો ની નોંધણી રદ કરવી હશે તો પણ તે Online જ કરી શકશે.
વધુ વાંચો – પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના
eNagar App Marriage Registration
આ Application ના Portal દ્વારા હવે નગરપાલિાઓમાં નાગરીકો ને હવે લગ્ન નોંધણી માટે છેક સરકારી કચેરી સુધી જવાની જરૂર રહશે નહિ. તેઓ જાતે જ Online eNagar Mobile App Portal મા Marriage Registration કરી શકશે.તેઓ Online Marriage Registration કર્યા બાદ Marriage Certificate પણ Download કરી શકશે.
eNagar App Estate And Land Manegement
આ મોબાઇલ એપ્લિકેશન દ્વારા શહેરી વિસ્તાર ના નાગરીકો તેમના ભાડા કરાર, મકાન વેરા ચૂકવણી,CSR ની પ્રક્રિયા હવે Online કરી શકશે.
વધુ વાંચો – કૅન્સર સહાય યોજના
eNagar App Hall Booking Sarvice
મોટા શહેરો માં હવે લગ્ન પ્રસંગ હોઈ કે અન્ય કોઈ પણ સામજિક પ્રસંગ હોઈ ત્યારે પ્રસંગો માટે હોલ ની જરૂર પડે છે તો શહેરો નાં નાગરિકો હોલ નું બુકિંગ હવે Online જ કરી શકે છે અને હોલ વિશે ની માહિતી ખાલી છે કે નહિ તે જાણી શકશે અને તેને રદ કરવું હોઈ તો પણ કરી શકશે.
eNagar App Fire and Safety Sarvice
નગરપાલિાઓમાં અને મહાનગરપાલિકાઓ નાં નાગરિકો હવે ફાયર માં હવે Emergency Call કરી શકે છે.અને આ App દ્વારા ફાયર NOC માટે પણ હવે Online જ અરજી કરી શકશે.
વધુ વાંચો – કુંવરબાઇ નું મામેરું યોજના
eNagar Gujarat Login Registration
શહેરી વિસ્તાર ના લોકો ને eNagar Mobile App થી ખુબજ ફાયદો થવાનો છે.જેમાં આ સેવા નો લાભ લેવા માટે નાગરિકો ને સૌપ્રથમ Enagar Portal પર પોતાનુ રજિસ્ટ્રેશન કરાવવું પડશે.જેમાં એકવાર જો રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ નાગરિકો બધી સેવાઓ નો લાભ મેળવી શકે છે.તો ચાલો જાણીએ કે આ ઈનગર પોર્ટલ પર રજિસ્ટ્રેશન કઈ રીતે કરવાનું હોઈ છે તેની સંપૂર્ણ માહિતી.
સ્ટેપ 1
સૌપ્રથમ ગૂગલ પ્લે સ્ટોર મા જાઈ ને eNagar Mobile App Download કરો.પછી તેને ઓપન કરો.જેમાં નીચે બતાવ્યાં મુજબ Creat New Account પર જાવ.
ત્યાર બાદ તેમાં તમારો Mobile નંબર નાખો અને તમને ગમે એવો Password નાખો.પછી તમારા મોબાઈલ નંબર પર જે OTP આવે તેને Enter કરો.
સ્ટેપ 2
આ એપ્લિકેશન માં સફળતા પૂર્વક રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ આપ સૌ આ એપ્લીકેશન માં નગરપાલિકા વિસ્તાર માં આવતા તમામ કામો ને Online કરી શકશો.જેમાં તમારી જે કામ કરવાનું હોઈ તેમાં જઈ ને બધી માહિતી મોબાઈલ નંબર, સરનામું વગેરે ભરી ને સબમિટ કરવાની રહેશે.નીચે બતવ્યા મુજબ.
સ્ટેપ 3
હવે તમે જે સેવા નો લાભ લીધો હોઈ તેની નોંધણી Online થઈ ગયેલ હોઈ છે પછી તેનું નોંધ લેવા માટે સામે થી નગરપાલિકા નાં જેતે વિભાગ ના કર્મચારીઓ તમારો સંપર્ક કરશે.અને તમને ફિડબેક મોકલશે.વધુ મા જો તમે કોઈ મૃત્યુ પ્રમાણપત્ર,લગ્ન નોંધણી પ્રમાણપત્ર વગેરે ડાઉનલોડ કરવા હોઈ તો તે પણ થઈ શકશે.
eNagar Mobile App Online Portal Contact Number
આ Application મા સેવાઓ નો લાભ લેવા માટે આપ સૌને eNagar ની મોબાઈલ app download કરવાની રહેશે.જેમાં નાગરિકો નગરપાલિકા ની બધી સરકારી સેવાઓ નો લાભ મેળવી શક્શે.અને વધુ મા નીચે આપે Official Website મા જઈ ને પણ માહિતી મેળવી શકો છો.
helpline Number- 18002335522
Email Address- ulbhelpdesk-enagar@gujarat.gov.in
વધુ વાંચો
3 thoughts on “Gujarat eNagar Mobile App | eNagar Palika Gujarat Gov in”