ગંગા સ્વરૂપા પુન:લગ્ન સહાય યોજના ઓનલાઈન અરજી, પાત્રતા, સહાય અને ડોક્યુમેન્ટ્સ અને અરજી કરવાની સંપૂર્ણ માહિતી અહીંયા (Ganga Swarupa Punah Lagna Arthik Sahay Yojana 2023, Marriage Sahay Yojana)
ગુજરાત સરકાર નાં મહિલાઓ અને બાળકો ના વિકાસ વિભાગ દ્વારા મહિલાઓ અને બાળકો માટે નવી નવી યોજનાઓ અમલ મા આવે જ છે અને તે યોજનાઓ થી તેઓમાં આર્થિક અને સામાજિક બંને પ્રકાર ના વિકાસ થાય છે.
સરકાર તરફથી ઘણા પ્રકાર ની યોજનાઓ જેવી કે મહિલા સ્વાવલંબન યોજના– વ્હાલી દીકરી યોજના– વિધવા સહાય યોજના અને વિવિધ કેટ કેટલાય પ્રકારની યોજનાઓ અમલમાં મુકેલ છે. જેનો લાભ ઘણા લોકો ઉઠાવતા પણ નથી. જેનું એક મોટું કારણ છે કે તેઓ ને આ બધી યોજનાઓ વિશે પ્રોપર મહિતી હોતી નથી. જેના કારણે તેઓ યોજના માટે લાયક હોવા છતા પણ તેમને ખબર નથી હોતી કે આ યોજનાઓશું છે અને ક્યા થી તેમના ફોર્મ ભરાય છે.
ઘણા સમય પહેલા આપડા સમાજ માં વિધવા થવું એ જાણે કે કોઇ મોટો અપરાધ હોઈ તેમ લોકો ની સમજણ હતી પણ સમય બદલાતો ગયો અને અમુક લોકો દ્વાર સમાજ સામે પડી ને આ ભયંકર રિવાજ ને બદલી ને વિધવા મહિલા ફરીથી લગ્ન કરી ને પોતાનું નું માન ભેર જીવન જીવી શકે તેવા પ્રયાસો કરવા માં આવેલ હતા તે આપ સૌ જાણો જ છો.
વધું વાંચો- વ્હાલી દીકરી યોજના અને અરજી ફોર્મ ઑનલાઇન
ગંગા સ્વરૂપા પુન:લગ્ન સહાય યોજના ઓનલાઈન અરજી, પાત્રતા, સહાય અને ડોક્યુમેન્ટ્સ નું ટેબલ
યોજના નું નામ | ગંગા સ્વરૂપા પુન:લગ્ન સહાય યોજના |
સહાય | વિધવા ને ફરીથી લગ્ન કરવા માટે 50,000 રૂપિયા ની સહાય |
રાજ્ય | ગુજરાત |
ઉદ્દેશ | વિધવા સ્ત્રીઓ ફરીથી લગ્ન કરી શકે અને સમાજ માં માનભેર જીવન જીવી શકે |
લાભાર્થી | રાજ્ય ની વિધવા સ્ત્રીઓ કે જેને લગ્ન કરવા હોઈ તે |
અરજી નો પ્રકાર | ઓનલાઈન ઓફલાઈન |
સંપર્ક | જિલ્લા ની મહિલા અને બાળવિકાસ શાખા ની કચેરી |
ગંગા સ્વરૂપા પુન:લગ્ન સહાય યોજના 2023
ગુજરાત સરકાર નાં women and child development department દ્વારા Ganga Swarupa Punah Lagna Arthik Sahay Yojana અમલ માં આવેલ છે જે થકી વિધવા મહીલાઓ ને આર્થીક રીતે ઘણો લાભ ઉઠાવી શકે અને સમાજ માં બીજા લગ્ન કરી ને માન ભેર જીવન જીવી શકે. તો ચાલો જાણીએ પુરી યોજના શું છે.
વધું વાંચો- કુંવરબાઈ નું મામેરું યોજના અને Pdf ફોર્મ
ગુજરાત ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના શું છે
આ યોજના થી જે મહિલાઓ વિધવા થાય ચૂકી છે અને ફરીથી લગ્ન કરવા માંગે છે તેઓ ને આર્થિક રીતે મદદ થવાના હેતુથી ગુજરાત સરકાર તરફથી અમલ માં આવેલ છે.
આ યોજના થી વિધવા સ્ત્રીઓ લગ્ન કરી ને ફરીથી સમાજ માં માનભેર જીવન જીવી શકે છે.
આ સહાયમાં વિધવા બહેનો ફરીથી લગ્ન કરે તો તેમને કુલ બે તબક્કામાં રૂપિયા ૫૦ હજારની સહાય મળવાપાત્ર રહેશે.
વધુ વાંચો:- કિશાન વિકાસપત્ર યોજના
આ યોજના માં શું લાભ મળે છે.
Ganga Swarupa Punah Lagna Arthik Sahay Yojana માં આ વર્ષે સરકાર તરફથી વિધવા બહેનો ને સહાય આપવાનું નક્કી કરવામાં આવેલ છે જેમા સહાય સ્વરૂપે લાભાર્થી ને 2 તબક્કા માં કુલ 50,000 ની આર્થિક સહાય આપવાની હોઈ છે. પહેલા તબકકામાં માં લાભાર્થી ને 25,000 રૂપિયા ની સહાય આપવામા આવે છે.અને પછી બીજા તબક્કા માં લાભાર્થી ને 25,000 નાં રાષ્ટ્રિય બચત પત્રો આપવામાં આવશે જેમાં એ બચત પત્રો 6 વર્ષ ના સમય ગાળા માં પાકશે અને પછી ઉપાડી શકશો.
Ganga Swarupa Arthik Sahay Yojana ની પાત્રતા
ગુજરાત સરકાર તરફથી આ યોજના માટે ની પાત્રતા ચાલુ વર્ષ 2021 મા ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીની પાત્રતા નીચે મુજબની છે.
લાભાર્થી ગુજરાતના વતની હોવા જોઈએ.
લાભાર્થીઓની ઉંમર 18 થી 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
લાભાર્થીએ પુનઃલગ્ન કરે તો ત્યારબાદ છ માસની અંદર તેઓએ નિયત નમુનામા અરજી કરવાની રહેશે.
વધું વાંચો – મુખ્યમંત્રી બાળ સેવા યોજના 2023
Ganga Swarupa Lagna yojana નાં આધાર પુરાવા
આ યોજના માટે લાભાર્થીએ તેઓ પુનઃલગ્ન કરે પછી છ મહિનાની અંદર નિયત નમુનામાં અરજી કરવાની રહેશે સાથે નીચે મુજબના ડોક્યુમેન્ટ્સ જોડવાના રહેશે.
- ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના નો સહાય નો હુકમ
- ફરીથી લગ્ન કરેલ છે (પુનઃ લગ્ન) તેનું પ્રમાણપત્ર
- લાભાર્થી નાં અને પુનઃલગ્ન કરેલ પતિ નાં બંને વ્યક્તિઓ નાં પાસપોર્ટ સાઇઝ ના 2-2 ફોટો
- જે વ્યક્તિ સાથે પુનઃલગ્ન કરેલ છે તે વ્યક્તિના રેઠાણ અંગેના પુરાવા નો દાખલો
- બેંકના ખાતાની પાસબુકની પ્રથમ પેજ ની પ્રમાણિત નકલ.
વધું વાંચો – માઈ રમાબાઈ સમૂહ લગ્ન સહાય યોજના ગુજરાત
Widow Marriage Scheme Gujarat ની આવક મર્યાદા
આ યોજના માટે લાભાર્થીએ યોજનામાં અરજી કરવા માટે, યોજનામાં પાત્ર થવા માટે કોઈપણ પ્રકારની આવક મર્યાદા ની જરૂર નથી ફક્ત લાભાર્થી વિધવા બહેનો એ પુના લગ્ન કરે તો તેઓ આ યોજના માટે પાત્ર ગણાશે.
Ganga Swarupa Arthik Sahay Gujarati માટે અરજી કયાં કરવી
ગંગા સ્વરૂપ યોજના ની અરજી આપ ઓફ લાઇન અરજી કરી શકો છો અને ઓનલાઈન અરજી કરી શકો છો રીતે આપ સૌ આ યોજના માટે અરજી કરી શકો છો. આ યોજના માટે ઓફ લાઈન અરજી કરવા આપ તેની official વેબસાઈટ પર જઇ ને અરજી ફોર્મ ડાઉનલોડ કરી ને તેને સંપૂર્ણ ભરી ને જિલ્લા ની મહિલા અને બાળવિકાસ કચેરી મા જમા કરાવી શકો છો. જે માટે ની Official Website:-https://wcd.gujarat.gov.in/ પર જઈ ને ફોર્મ ડાઉનલોડ કરી શકો છો
આ સિવાય આપ અરજી ને સંપૂર્ણ ભરી બધા આઘાર પૂરાવા ઓ જોડી ને તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીએ એ અરજી જમાં કરી શકો છો.
Ganga Swarupa Punah Lagna Yojana અરજી ફોર્મ ડાઉનલોડ
Ganga Swarupa Punahlagna Arthik Sahay yojana Online apply
આ યોજના માટે લાભાર્થી Online અરજી પણ કરી શકે છે.જેમાં લાભાર્થી ને તેની official વેબસાઈટ પર જઈ ને અરજી કરવાની હોઈ છે. જે અરજી કરવાની પ્રક્રિયા નીચે મુજબની છે.
સૌ પ્રથમ આપે આપના ગામ ની ગ્રામ પંચાયત કચેરી ખાતે VCE ( કોમ્પુટર ઓપરેટર) પાસે E-Gram ધરા માં Digital Gujarat Portal પર જઈ ને અરજી કરવાની હોઈ છે.
VCE પાસે આપનુ સંપૂર્ણ Online અરજી ની તમામ માહીતી ભરી ને તમારા તમામ આધાર પૂરાવા અપલોડ કરી ને Online અરજી કરવાની રહેશે.
આ સિવાય જો લાભાર્થી ને આવડતું હોઇ તો લાભાર્થી પોતે પણ Online અરજી કરી શકે છે.
Ganga Swarupa Punahlagna Yojana સંપર્ક કચેરી
જો જે મહીલાઓ આ યોજના નો લાભ લેવા માંગતા જોઈ તેઓ એ આપના જિલ્લા ની મહિલા અને બાળવિકાસ શાખા ની કચેરી પર જઈને આપ આ યોજના વિશે તમામ માહીતી મેળવી શકો છો.
ઑફિસિયલ વેબસાઈટ👉 | અહીંયા ક્લિક કરો |
હોમ પેજ 👉 | અહીંયા ક્લિક કરો |
યોજના ની વઘુ માહિતી 👉 | અહીંયા ક્લિક કરો |
વધુવાંચો
“FAQ”
ગંગા સ્વરૂપા પુન:લગ્ન સહાય યોજના માં કેટલી સહાય મળે છે?
ગંગા સ્વરૂપા પુન:લગ્ન સહાય યોજના માં 50,000 રૂપિયા ની સહાય મળે છે
ગંગા સ્વરૂપા પુન:લગ્ન સહાય યોજના માં કોને લાભ આપવામાં આવે છે?
ગંગા સ્વરૂપા પુન:લગ્ન સહાય યોજના માં જે વિધવા સ્ત્રીઓ ફરીથી લગ્ન કરે તો તેને લાભ આપવામાં આવે છે.
ગંગા સ્વરૂપા પુન:લગ્ન સહાય યોજના માટે ની ઑફિસિયલ વેબસાઈટ કઈ છે?
ગંગા સ્વરૂપા પુન:લગ્ન સહાય યોજના માટે ની wcd.gujarat.gov.in છે.
ગંગા સ્વરૂપા પુન:લગ્ન સહાય યોજના માટે ક્યાં સંપર્ક કરવાનો હોય છે?
ગંગા સ્વરૂપા પુન:લગ્ન સહાય યોજના માટે જિલ્લા ની મહિલા અને બાળવિકાસ શાખા ની કચેરી
4 thoughts on “ગંગા સ્વરૂપા પુન:લગ્ન સહાય યોજના ઓનલાઈન અરજી, પાત્રતા, સહાય અને ડોક્યુમેન્ટ્સ | Ganga Swarupa Punah Lagna Arthik Sahay Yojana 2023”