Nmms scholarship 2024 | Gujarat NMMS સ્કોલરશીપ 2024, અરજી પત્રક, પરીક્ષા સિલેબસ, પાત્રતા, પરીક્ષા કેન્દ્ર અને ક્યાં ધોરણ ને કેટલી સ્કોલરશીપ સહાય nmms scholarship 2024 apply online gujarat | NMMS Online Form 2024 | nmms result gujarat
ગુજરાત સરકાર દ્વારા રાજ્ય નાં તમામ લોકો માટે ઘણી યોજનાઓ અમલ માં ચાલે છે.જેમાં રાજ્ય મા શિક્ષણ નું પ્રમાણ વધે અને વધુ ને વધુ લોકો શિક્ષિત થાય તે માટેની ઘણી સહાય આપવામાં આવે છે.જેમાંની Gujarat NMMS સ્કોલરશીપ 2024માટે ની યોજના છે.જેમાં ધોરણ 8 માં ભણતા વિદ્યાર્થઓને સ્કોલરશીપ આપવામાં આવશે.
State Examination Board Gandhinagar દ્વારા રાજ્ય મા હાલ માં આ સ્કોલરશીપ ની જાહેરાત કરવામાં આવેલ છે.આ પરીક્ષા નેશનલ મીન્સ કમ મેરિટ શિષ્યવૃત્તિ પરીક્ષા નિર્ધારિત લેવામાં આવશે.જેમાં જે વિદ્યાર્થી પાસ થશે તેમને આ સ્કોલરશીપ મળવાપાત્ર થશે. તો ચાલો જાણીએ આ સ્કોલરશીપ વિશે તમામ માહિતી વિગતવાર.
Gujarat NMMS 2022-23 for Class 8, Application Form, Eligibility Criteria, Exam Pattern| Gujarat NMMS Scholarship
યોજના નું નામ | નેશનલ મીન્સ કમ મેરિટ શિષ્યવૃત્તિ |
સહાય | 48,000/- હજાર રૂપિયા |
રાજ્ય | ગુજરાત |
ઉદ્દેશ | આર્થિક અને નબળા એવા તેજસ્વી વિદ્યાર્થીઓ ને અભ્યાસ માં આર્થિક મદદ મળે તે હેતુ થી |
લાભાર્થી | ધોરણ 8 ના વિદ્યાર્થિઓ |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
સંપર્ક | 079-23248461/23256592 અથવા શાળા ના પ્રિન્સિપાલ |
Gujarat NMMS સ્કોલરશીપ 2024
ગુજરાત રાજ્ય માં ખુબજ નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા નબળા વર્ગ નાં તેજસ્વી વિદ્યાર્થીઓ માટે આ સ્કોલરશીપ યોજના છે.માટે આવા વિધાર્થીઓ ધોરણ 12 સુધી અભ્યાસ કરી શકે અને ડ્રોપ આઉટ ની રેશિયો ઘટે તે હેતુ થી ધોરણ 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને નેશનલ મિન્સ કમ મેરિટ સ્કોલરશીપ (N.M.M.S) નામની યોજના MHRD,New Delhi તરફ થી અમલ મા મુકવામાં આવેલ છે.
આ યોજના માં જે વિધાર્થીઓ ધોરણ 8 ભણે છે તેઓ અરજી કરી શકશે.તેઓ ધોરણ 12 સુધી અભ્યાસ કરશે ત્યાં સુધી તેમને આ સ્કોલરશીપ મળવાપાત્ર છે.જેમાં તેઓ ને ટોટલ 48,000 હાજર રૂપિયા ની સ્કોલરશીપ મળે છે.આ સ્કોલરશીપ વિધાર્થીઓ ને ડાયરેક્ટ નવી દિલ્હી નાં માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય(M.H.R.D.) દ્વારા મળે છે જે પૈસા સીધા જ લાભાર્થી વિદ્યાર્થી નાં બેંક મા ખાતા મા જમાં થઈ જાય છે.
nmms full form
આપને અમે જણાવી દઈએ કે “NMMS” નું આખું નામ “નેશનલ મીન્સ કમ મેરિટ શિષ્યવૃત્તિ” થાય છે.
Gujarat NMMS Scholarship Amount 2024- લાભ
MHRD તરફ થી આ સ્કોલરશીપ અમલ મુકેલ છે જેમાં રાજ્ય નાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ સ્કોલરશીપ ની તમામ પ્રક્રિયા કરવામાં આવશે.જેમાં અરજી કરવાથી લઈ ને પૈસા એવા સુધી ની તમામ પ્રક્રિયા State Examination Board Gandhinagar દ્વારા કરવામાં આવશે.
આ સ્કોલરશીપ માં જે બાળકો ધોરણ 8 માં અભ્યાસ કરતા હોઈ તેવા વિધાર્થીઓ આ સહાય Online અરજી કરવાની રહેશે.જે વિધાર્થીઓ પાસ થશે તેમને દર મહિને 1,000/- રૂપિયા મળશે એટલે કે તેમને વરસે 12,000/- મળશે. જે તેઓ ધોરણ 12 સુધી અભ્યાસ કરે ત્યાં સુધી મળવાપાત્ર રહેશે એટલે કે લાભાર્થી વિદ્યાર્થી ને ટોટલ 48,000/- રૂપિયા 4 વરસ માટે મળવાપાત્ર છે.
Gujarat NMMS Scholarship Eligibility – પાત્રતા/લાયકાત
MHRD New Delhi દ્વારા જે વિધાર્થીઓ આ સ્કોલરશીપ ની પરીક્ષા આપી શકે તે માટે તેઓ એ નીચે મુજબ ની લાયકાત ધરાવતા વિધાર્થીઓ પાત્ર ગણાશે એટલે કે લાયકાત ધરાવતા વિધાર્થીઓ જ પરીક્ષા આપી શકશે.
- વિધાર્થી ગુજરાત રાજ્ય ના વતની હોવા જોઈએ.
- વિદ્યાર્થી ધોરણ 8 માં અભ્યાસ કરતો હોવો જોઈએ.
- જે વિદ્યાર્થી ધોરણ 8 માં અભ્યાસ કરતા હોય, જેવી કે સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓ, જિલ્લા પંચાયતની શાળાઓ, નગરપાલિકા ની શાળાઓ, મહાનગરપાલિકા ની શાળાઓ અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં ધોરણ 8 માં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ મળવાપાત્ર રહેશે.
- હાલમાં જે કોરોના મહામારી ચાલી રહી છે તે અંતર્ગત સરકારશ્રીના માનવ સંસાધન અને વિકાસ વિભાગ દ્વારા તેમના તારીખ 22/12/2021 નાં ઠરાવ મુજબ કોરોના મહામારી ના કારણે જે વિદ્યાર્થીઓ ને ધોરણ 8 મા પ્રમોશનથી પાસ કરવામાં આવેલ હોય તેવા કિસ્સામાં તે વિદ્યાર્થીના લઘુતમ માર્કસ ને ધ્યાને લીધા વગર તેઓ Gujarat NMMS Exam Scholarship ની પરીક્ષા આપી શકશે.
- રાજ્યની ખાનગી શાળાઓ-ગ્રાન્ટેડ શાળાઓ, કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય શાળા તથા જે શાળાઓમાં રહેવાની,જમવાની,અભ્યાસની ફ્રીમાં સગવડતા આપવામાં આવતી હોય તેવી રાજ્યની આદર્શ નિવાસીશાળાના વિદ્યાર્થીઓ આ સ્કોલરશીપ માં ભાગ લઇ શકશે નહી.
વધું વાંચો : વ્હાલી દીકરી યોજના ગુજરાત
Gujarat NMMS Scholarship 2024 નિયમો
- આ સ્કોલરશીપ ની પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરી વાર નિયત ક્વોટા માં મેરીટમાં આવતા વિદ્યાર્થીઓને દર મહિને 1,000/- રૂપિયા લેખે 12 મહિનાના 12,000/- રૂપિયા મળવા પાત્ર રહેશે. જેમાં પાત્ર વિદ્યાર્થીઓને આ રકમ ચાર વર્ષ સુધી મળવાપાત્ર રહેશે.
- સ્કોલરશીપ ની રકમ ની ચૂકવણી MHRD ની ગાઈડલાઈન અનુસાર પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને National Scholarship Portal પર ફ્રેશ અને રિન્યુઅલ એપ્લિકેશન કરે થી તથા અરજી સંબંધિત શાળા અને સંબંધિત જિલ્લાના નોડલ અધિકારી દ્વારા National Scholarship Portal પર verified કરે પછી કેન્દ્ર સરકારના માનવ સંસાધન અને વિકાસ વિભાગ MHRD નવી દિલ્હી દ્વારા આ સહાય ના પૈસા સીધા વિદ્યાર્થીના બેંક DBT દ્વારા જમા થઈ જશે.
- State Examination Board Gandhinagar દ્વારા ફક્ત આ સ્કોલરશીપ ની પરીક્ષા નું આયોજન કરવામાં આવે છે. આ સ્કોલરશીપ સંબંધિત અન્ય કોઈ માટે રાજ્ય પરીક્ષા બોર્ડ જવાબદાર રહેશે નહી.
NMMS Scholarship Gujarat Documents Required – આધાર પુરાવા
આ યોજના માટે વિધાર્થીઓ ને જરૂરી આધાર પુરાવા રજૂ કરવાના રહેશે.જે તમામ Documents ને Online અરજી કરતી વખતે અપલોડ કરવાના રહેશે.નીચે આપને જે આધાર પૂરાવા રજૂ કરવાના છે તે આપેલ છે.
- લાભાર્થી વિદ્યાર્થી એ Online અરજી મા ફી ભર્યા નું ચલણ (માત્ર SEB માટે)
- વિદ્યાર્થીઓએ ભરેલ Online અરજીપત્રક ની નકલ
- લાભાર્થી વિદ્યાર્થી નાં કુટુંબ ની વાર્ષિક આવક નાં દાખલા ની પ્રમાણિત નકલ.
- વિધાર્થી ની ધોરણ 7 ની માર્કશીટ અથવા તેને સમકક્ષ આધાર.
- વિદ્યાર્થી નાં જાતિ અંગે નાં પ્રમાણપત્ર ની નકલ ( લાગુ પડે તેના માટે)
- વિદ્યાર્થી જો વિકલાંગ હોઈ તો વિકલાંગતા નું પ્રમાણપત્ર ( લાગુ પડે તેના માટે )
NMMS Scholarship 2024 Income Limit In Gujarat – આવક મર્યાદા
રાજ્ય મા હાલ આ યોજના ની પરીક્ષા આગામી દિવસો મા લેવાની છે.જેના માટે હાલ Online અરજી ભરવાનું ચાલુ થઈ ગયેલ છે.જેમાં તમામ આધાર પૂરવા જરૂરી કાગળો વિદ્યાર્થી એ રજૂ લેવાના રહેશે.વધુ આ આ NMMS ની સ્કોલરશીપ ની ની અરજી કરવા માટે વિદ્યાર્થી નાં વાલી ની વાર્ષિક આવક મર્યાદા 1,50,000/- કરતા વધુ નાં હોવી જોઈએ.જેમાં વિદ્યાર્થી એ અરજી ની પ્રિન્ટ સાથે તેમના વાલી નો વાર્ષિક આવક નો દાખલા ની પ્રમાણિત નકલ જોડવાની રહેશે.
વધું વાંચો : વિદેશ અભ્યાસ લોન
NMMS Examination Fees- પરીક્ષા ની ફી
આ સ્કોલરશીપ ની પરીક્ષા આપવામાં વિદ્યાર્થીઓએ Online અરજી કરવાની રહેશે.જેમાં તેઓ ને પરીક્ષા ફી ભરવાની રહેશે.જે નીચે મુજબ ની છે.
- Genaral Catagory અને OBC Category ના વિદ્યાર્થીઓ ને પરીક્ષા ફી 70/- રૂપિયા રહેશે.
- SC-ST અને વિકલાંગ વિધાર્થીઓ ને પરીક્ષા ફી 50/- રૂપિયા રહેશે.
- સર્વિસ ચાર્જ અલગ થી ભરવાનો રહેશે.
- આ પરીક્ષા ફી કોઈપણ સંજોગો માં પરત મળશે નહિ.
NMMS Scholarship 2023 Gujarat Exam Fee Centre
આ પરીક્ષા ની અરજી કર્યા બાદ ઓનલાઈન પરીક્ષા ફી ભરવાની રહેશે જે Online payment Gateway દ્વારા ATM Card/Net Banking થી પણ ફી ભરી શકાશે. ઓનલાઈન ફી જમાં કરવા માટે વિદ્યાર્થી એ પ્રિન્ટ Application/Challan પર ક્લિક કરવાનું રહેશે.પછી ઓનલાઈન Payment પર જવાનુ રહેશે.ત્યાર બાદ ત્યાં જે આપેલ વિકલ્પ હસે તેમાં જઈ ને આપ Online ફી ભરી શકાશે.
Online ફી ભર્યા બાદ જો વિદ્યાર્થી ને Online E-receipt નાં આવે તો તેઓ રાજ્ય પરીક્ષા બોર્ડ નો સંપર્ક કરી શકે છે અથવા તો મેઈલ કરી ને માહિતી મેળવી શકશે.
Gujarat NMMS Scholarship 2024 Apply Online Last Date
આ સ્કોલરશીપ MHRD New Delhi દ્વારા આપવામાં આવશે.જેમાં તેઓ આ સ્કોલરશીપ ની પરીક્ષા ની ઓનલાઈન અરજી કરવાની તારીખ 10-03-2024 થી ચાલું થાય છે. અને અરજી કરવાની છેલ્લી તારીખ 19-04-2024 રાખવામાં આવેલ છે.ત્યાર બાદ Online અરજી કરી શકાશે નહી.
NMMS Gujarat 2024 Exam Syllabus
- MAT બૌધ્ધિક યોગ્યતા કસોટીના ૯૦ પ્રશ્નો શાબ્દીક અને અશાબ્દીક તાર્કીક ગણતરીના રાખવામાં આવેલ છે.જેમાં પ્રશ્નોમાં સામાન્યતા (Analogy), વર્ગીકરણ (Classification), સંખ્યાત્મક શ્રેણી (Numerical Series), પેટર્ન પર્સેપ્શન (Pattern Perception), છુપાયેલી આકૃતિ (Hidden Figure) વિગેરેનો સમાવેશ થશે.
- SAT શૈક્ષણિક યોગ્યતા કસોટીના 90 પ્રશ્નોમાં ધોરણ-7 અને ધોરણ-8 ના ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષય રાખવામાં આવે છે.
- ધોરણ-૭ માટે ગયા વર્ષનો અભ્યાસક્રમ રહેશે.
- ધોરણ-૮ માટે ચાલુ વર્ષનો પ્રથમ સત્રનો અભ્યાસક્રમ રાખેલ છે.
વધું વાંચો : કુંવરબાઈનું મામેરું યોજના
Gujarat NMMS Scholarship 2024 Qualifying Marks
General કેટેગરી અને OBC કેટેગરીના વિદ્યાર્થીઓને બંન્ને વિભાગમાં કુલ મળીને 40% ગુણ મેળવવાના રહેશે તથા SC-ST કેટેગરીના વિદ્યાર્થીઓએ બંન્ને વિભાગમાં કુલ મળીને 32% ગુણ મેળવવાના રહેશે.
ક્વૉલિફાઇંગ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ પૈકી જિલ્લાવાર-કેટેગરીવાર નક્કી થયેલ ક્વૉટા મુજબ મેરીટમાં આવતા વિદ્યાર્થીઓ જ શિષ્યવૃત્તિ માટે પાત્ર ગણવામા આવશે.
NMMS પરીક્ષા નું માળખું
- આ પરીક્ષા નું માધ્યમ અંગ્રેજી અને ગુજરાતી બન્ને ભાષા માં રહેશે.વિદ્યાર્થી જે ભાષા પસંદ કરશે તે ભાષા માં તેઓ ની પરીક્ષા આપવાની રહેશે.
- આ પરીક્ષા (MCQ) એટલે કે બહુવિકલ્પ ની પરીક્ષા રહેશે.
- આ પરીક્ષા મા કોઈપણ પ્રકાર ના નકારાત્મક ગુણ રહેશે નહિ એટલે કે પરીક્ષા મા Negetive Marking નથી.
- આ પરીક્ષા મા અંધ વિધાર્થીઓ ને પરીક્ષા નાં સમય ઉપરાંત 30 મિનિટ નો સમય વધારે આપવામાં આવશે.
NMMS Scholarship 2024 apply online Gujarat
રાજ્ય નાં ધોરણ 8 માં અભ્યાસ કરતા બાળકો ને આ સહાય નું અરજી ફોર્મ Online ભરવાનુ રહેશે.ત્યાર બાદ તે Online ભરેલ અરજી પત્રક ની પ્રિન્ટ કાઢી ને તેની સાથે જરૂરી ડોક્યુમેન્ટ્સ જોડી ને તેમની શાળા માં પ્રિન્સિપાલ ને આપવાનું રહેશે.તો ચાલો જાણીએ NMMS સ્કોલરશીપ ની અરજી Online કઈ રીતે કરવાની હોઈ છે.
આ સ્કોલરશીપ માટે વિદ્યાર્થીઓએ તારીખ 31-12-2022 (બપોરે 15:00 કલાકે) થી તારીખ 19-01-2023 (રાત્રી ના 11:59 કલાક) સુધી Online અરજી કરી શકાશે.
ઓનલાઈન અરજી સમ્પૂર્ણ અંગ્રેજી ભાષા મા હશે.પછી આપને State Examination Board Gandhinagar ની Official Website પર જવાનુ રહેશે.જ્યા Menu પર Apply Now પર ક્લિક કરવાનું રહેશે.
જ્યાં આપને “National Means Cum Merit Scholarship Scheme” (STD-8) સામે Apply Now પર ક્લિક કરવાનું રહેશે.
Apply Now પર ક્લિક કર્યાં બાદ આપનું Application Format દેખાશે.જ્યા આપને માંગ્યા મુજબ તમામ માહિતી ભરવાની રહેશે.
વિદ્યાર્થી ની તમામ વિગતો U-Dise Numbar ના આધારે ભરવાની રહેશે.
સ્કૂલ ની વિગતો માટે સ્કૂલ નો Dise Number નાખવાનો રહેશે.જરૂરી તમામ આધાર પુરાવા અપલોડ કરવાના રહેશે.
ત્યાર બાદ આપને Save બટન પર ક્લિક કરવાથી તમારો બધો Data Save થઈ જશે.
Application Save કર્યા બાદ તમારો Application Number Generate થશે જે આપને સાચવીને રાખવાનો રહેશે.
હવે પેજ નાં ઉપર નાં ભાગ મા Apload Photo And Signature પર ક્લિક કરો.ત્યાં આપનો Application Number નાખો ત્યાર બાદ તમારી જન્મ તારીખ નાખો પછી Sabmit બટન પર ક્લિક કરો.એટલે આપને તમારા Photo અને Signature અપલોડ કરવાના રહેશે.
તમારા Photo અને Signature ની સાઈઝ 15Kb કરતા ઓછી હોવી જરૂરી છે નહિ તો અપલોડ થશે નહિ.
હવે Confirm Application પર જાવ ત્યાં તમારો Application Number નાખો અને પછી તમારી જન્મ તારીખ નાખી ને Sabmit બટન પર ક્લિક કરો.અહી જો તમારે અરજી પત્રક માં કોઈપણ પ્રકાર ના સુધારા વધારા કરવાના હોઈ તો Edit Application પર જાવ જ્યા અરજી માં સુધારો થઇ જશે. પણ એકવાર અરજી Confirmed થઈ ગયા બાદ અરજીપત્રક માં કોઈપણ પ્રકાર નો સુધારો થઈ શકશે નહિ.હવે જો અરજી માં સુધારો થઇ ગયેલ હોઈ તો અરજી Confirmed કરો.
હવે વિધાર્થીઓ એ Print Application & Fee Challan પર ક્લિક કરો.જ્યા તમારો Conformation Number અને જન્મ તારીખ નાખી ને Sabmit કરો.અહીંયા તમારી અરજી ની પ્રિન્ટ કાઢી શકાશે.
ત્યાર બાદ ઓનલાઈન Payment Gateway દ્વારા ATM Card અથવા Net Banking દ્વારા પરીક્ષા ફી ભરી શકશો.
Gujarat NMMS Scholarship Online Apply Official Website
આ સ્કોલરશીપ માટે વિધાર્થીઓ એ Online અરજી કરવાની રહેશે.જેમાં તેઓ ને State Examination Board Gandhinagar ની Official Website પર જઈ ને અરજી કરવાની રહેશે.અહીંયા તેમની Online અરજી કરવાની Official Website આપેલ છે જેમાં આપ Online અરજી અહીંયા કરી શકશો. Apply Now
Gujarat NMMS Scholarship Contact Number
આ Scholarship ની તમામ વિગતો આમ તો કેન્દ્ર સરકાર દ્વારા અમલ અમલ મા આવેલ છે.પરંતુ ગુજરાત રાજ્ય સરકાર નાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આની ફક્ત પરીક્ષા જ લેવામાં આવશે.બધું માં આપને જો અન્ય કોઈપણ પ્રકાર ની સહાયતા ની જરૂર પડે તો અહીંયા State Examination Board Gandhinagar નો Help Line Number આપેલ છે જ્યાં તમે ફોન કરીને જરૂરી માહિતી મેળવી શકો છો.
Toll Free Number : 079-23248461/23256592
Official Website : www.sebexam.org
FAQ
NMMS Scholarship શું છે ?
આ નેશનલ મી કમ મેરિટ સ્કોલરશીપ છે જે કેન્દ્ર સરકાર દ્વારા વિદ્યાર્થીઓ ને આપવામા આવે છે.
NMMS Scholarship માં કેટલી શિષ્યવૃત્તિ મળે છે ?
આ સ્કોલરશીપ માં વિદ્યાર્થીઓ ને ટોટલ 48,000 હજાર રૂપિયા ની સ્કોલરશીપ મળે છે.ધોરણ 8 થી લઇ ને ધોરણ 12 સુધી મળતી રહે છે.
Gujarat NMMS Scholarship માં કોણ અરજી કરી શકે છે ?
આ સ્કોલરશીપ માં ગુજરાત રાજ્ય માં વસતા અને ધોરણ 8 માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ આ સ્કોલરશીપ માટે ઓનલાઈન અરજી કરી શકે છે.
NMMS Scholarship માં વિદ્યાર્થીઓ ને કોઈ પરિક્ષા આપવાની હોઈ છે ?
જી હા, આ સ્કોલરશીપ મેળવવા માટે વિદ્યાર્થીઓ ને એક પરીક્ષા આપવાની રહેશે.
વધું વાંચો
3 thoughts on “Gujarat NMMS સ્કોલરશીપ 2024, અરજી પત્રક, પરીક્ષા સિલેબસ, પાત્રતા, પરીક્ષા કેન્દ્ર અને ક્યાં ધોરણ ને કેટલી સ્કોલરશીપ સહાય | Gujarat NMMS Scholarship 2024”