Advertisements

બેટરી પંપ સહાય યોજના 2023,લાભ, ડોક્યુમેન્ટ, ઓનલાઈન અરજી | ikhedut Portal 2023 Battery Pump Sahay Yojana Gujarat

Advertisements

બેટરી પંપ સહાય યોજના 2023,લાભ, ડોક્યુમેન્ટ, ઓનલાઈન અરજી અને અન્ય જાતિ મુજબ નું બેટરી પંપ ની સહાય નું ધોરણ શું શું હોઈ છે | ikhedut Portal 2023 Battery Pump Sahay Yojana Gujarat 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાત કૃષિ વિભાગ દ્વારા રાજ્યમાં વસતા તમામ ખેડૂતો માટે વિવિધ ઘણી બધી કૃષિ લગતી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. અને તેનો લાભ પણ ખેડૂતો ઉઠાવે છે. હમણાં ઘણી બધી અલગ અલગ યોજનાઓની ઓનલાઈન અરજી પ્રક્રિયા ચાલુ થઈ ગયેલ છે. જેમાંની એક યોજના બેટરી સંચાલિત દવા છાંટવાના પંપ પર ખૂબ જ મોટા પ્રમાણમાં સબસીડી આપવામાં આવે છે.

બેટરી પંપ સહાય યોજના માં કેટલા લીટર ના પંપ ઉપર કેટલી સહાય મળે છે જાતિવાદ કેટલી સહાય મળે છે આ યોજના નો લાભ કઈ રીતે આપવામાં આવે છે ઓનલાઇન અરજી કઈ રીતે કરવાની હોય છે ડોક્યુમેન્ટ અને પાત્રતા વિશે સંપૂર્ણ જાણકારી આજની આ પોસ્ટમાં આપણે મેળવવાના છીએ.

બેટરી પંપ સહાય યોજના 2023,લાભ, ડોક્યુમેન્ટ, ઓનલાઈન અરજી

બેટરી પંપ સહાય યોજના 2023,લાભ, ડોક્યુમેન્ટ, ઓનલાઈન અરજી

Table of Contents

યોજના નું નામબેટરી પંપ સહાય યોજના
સહાય16 લિટર કેપેસીટી ધરાવતા બેટરી સંચાલિત પંપ ઉપર અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ,નાના, સીમાંત અને મહિલા ખેડૂતને રૂ.10,000/- સુધીની સબસીડી સહાય અને અન્ય તમામ ખેડૂતો ને રૂ. 8,000/ રૂપિયા ની સહાય
રાજ્યગુજરાત
ઉદ્દેશખેડૂતો ને પાક પર જંતુનાશક દવા છાંટકાવ માટે બેટરી સંચાલિત પંપ ઉપર સબસીડી આપવામાં માટે
લાભાર્થીગુજરાત રાજ્ય નાં તમામ ખેડૂતો
અરજી નો પ્રકાર ઓનલાઈન
સંપર્કiKhedut Portal

બેટરી પંપ સહાય યોજના 2023 લાભ 

ખેતી માં પાક ને કીટકો અને જંતુઓ દ્વારા ખુબજ મોટા પ્રમાણમાં નુકશાન થાય છે.તે હેતુ થી આવી કિટકો ને દવા છટકાવ દ્વારા દૂર કરી શકે છે તેથી જ રચના દવા છાંટવા માટેના બેટરી સંચાલિત પંપની યોજના અમલમાં આવેલ છે.

આ યોજના માં બેટરી સંચાલિત દવા છાંટવાના પંપ ઉપર નીચે મુજબના લાભ આપવામાં આવે છે.

Scheme લાભ
SMAM(૧) પાવર સંચાલિત નેપસેક પમ્પ / પાવર સંચાલિત તાઇવાન પમ્પ (8 થી 12 લિટર કેપેસીટી) અનુ. જાતિ / જન જાતિ; નાના / સીમાંત; મહિલા ખેડૂતને રૂ.3100/- અને, અન્ય લાભાર્થીને રૂ.2500/- (2) પાવર સંચાલિત નેપસેક પમ્પ / પાવર સંચાલિત તાઇવાન પમ્પ (12 થી વધુ અને 16 લિટર કેપેસીટી) અનુ. જાતિ / જન જાતિ; નાના / સીમાંત; મહિલા ખેડૂતને રૂ.3800/- અને, અન્ય લાભાર્થીને રૂ.3000/- (3) પાવર સંચાલિત નેપસેક પમ્પ / પાવર સંચાલિત તાઇવાન પમ્પ (૧૬ થી વધુ લિટર કેપેસીટી) અનુ. જાતિ / જન જાતિ; નાના / સીમાંત; મહિલા ખેડૂતને રૂ.10,000/- અને, અન્ય લાભાર્થીને રૂ.8,000/-
NFSM WHEAT“રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મીશન ઘંઉ પાક માટે પાવર નેપસેક સ્પ્રેયર્સ * (1) (8 થી 12 લી. સુધીના)જનરલ ખેડૂતો માટે કિંમતના 40 % અથવા રૂ.2500/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ * SC/ST, નાના, સિમાંત અને મહિલા ખેડૂત લાભાર્થી માટે કિંમતના 50 % અથવા રૂ. 3100/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (2) પાવર ઓપરેટેડ સ્પ્રેયર્સ (12 થી 16 લી. સુધીના) * જનરલ ખેડૂતો માટે કિંમતના 40 % અથવા રૂ.3000/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ * SC/ST, નાના, સિમાંત અને મહિલા ખેડૂત લાભાર્થી માટે કિંમતના 50 % અથવા રૂ.3800/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (3) પાવર ઓપરેટેડ સ્પ્રેયર્સ (16 લી. થી વધુ) * જનરલ ખેડૂતો માટે કિંમતના 40 % અથવા રૂ.8000/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ * SC/ST, નાના, સિમાંત અને મહિલા ખેડૂત લાભાર્થી માટે કિંમતના 50 % અથવા રૂ. 10,000/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ
NFSM RICE“રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મીશન ચોખા પાક માટેપાવર નેપસેક સ્પ્રેયર્સ * (1) (8 થી 12 લી. સુધીના)જનરલ ખેડૂતો માટે કિંમતના 40 % અથવા રૂ.2500/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ * SC/ST, નાના, સિમાંત અને મહિલા ખેડૂત લાભાર્થી માટે કિંમતના 50 % અથવા રૂ. 3100/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (2) પાવર ઓપરેટેડ સ્પ્રેયર્સ (12 થી 16 લી. સુધીના) * જનરલ ખેડૂતો માટે કિંમતના 40 % અથવા રૂ.3000/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ * SC/ST, નાના, સિમાંત અને મહિલા ખેડૂત લાભાર્થી માટે કિંમતના 50 % અથવા રૂ.3800/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (3) પાવર ઓપરેટેડ સ્પ્રેયર્સ (16 લી. થી વધુ) * જનરલ ખેડૂતો માટે કિંમતના 40 % અથવા રૂ.8000/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ * SC/ST, નાના, સિમાંત અને મહિલા ખેડૂત લાભાર્થી માટે કિંમતના 50 % અથવા રૂ. 10,000/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ
NFSM (Oilseeds and Oil Palm)પાવર / મશીનથી ચાલતા જંતુનાશક દવા છંટકાવના સાધન (16 લિટર કે તેથી ઓછી કેપેસીટી) પર સાધનની કિંમતના 40% અથવા રૂ.3000/- બે માથી જે ઓછું હોય તે. તથા SC/ST/નાના/સીમાંત/મહિલા /જુથ માટે 10% વધુ રૂ.3800/- ની મર્યાદામાં ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ. પાવર / મશીનથી ચાલતા જંતુનાશક દવા છંટકાવના સાધન (16 લિટરથી વધુ) પર સાધનની કિંમતના 40% અથવા રૂ.8000/- બે માથી જે ઓછું હોય તે. તથા SC/ST/નાના/સીમાંત/મહિલા /જુથ માટે 10% વધુ રૂ.10,000/- ની મર્યાદામાં ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ
NFSM PULSES“રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મીશન કઠોળ પાક માટેપાવર નેપસેક સ્પ્રેયર્સ * (1) (8 થી 12 લી. સુધીના)જનરલ ખેડૂતો માટે કિંમતના 40 % અથવા રૂ.2500/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ * SC/ST, નાના, સિમાંત અને મહિલા ખેડૂત લાભાર્થી માટે કિંમતના 50 % અથવા રૂ.3100/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (2) પાવર ઓપરેટેડ સ્પ્રેયર્સ (12 થી 16 લી. સુધીના) * જનરલ ખેડૂતો માટે કિંમતના 40 % અથવા રૂ.3000/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ * SC/ST, નાના, સિમાંત અને મહિલા ખેડૂત લાભાર્થી માટે કિંમતના 50 % અથવા રૂ.3800/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ (3) પાવર ઓપરેટેડ સ્પ્રેયર્સ (16 લી. થી વધુ) * જનરલ ખેડૂતો માટે કિંમતના 40 % અથવા રૂ.8000/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ * SC/ST, નાના, સિમાંત અને મહિલા ખેડૂત લાભાર્થી માટે કિંમતના 50 % અથવા રૂ. 10,000/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ
AGR-2પાવર/મશીનથી ચાલતા સાધન પર સાધનની ખરીદ કિંમતના 50% અથવા રૂ. 3000/- બે માથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ

વધું વાંચો – આઇ ખેડૂત પોર્ટલ તાડપત્રી સહાય યોજના 2023

બેટરી પંપ સહાય યોજના 2023 નાં અન્ય લાભો

AGR-2

પાવર/મશીનથી ચાલતા સાધન પર સાધનની ખરીદ કિંમતના 50% અથવા રૂ.3000/- બે માથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ.

RKVY- Control of PBW, WG & FAW

50 % અથવા રુ.3000 ની મર્યાદામાં જે ઓછુ હોય તે.

AGR-3

પાવર/મશીનથી ચાલતા સાધન પર સાધનની કિંમતના 75% અથવા રૂ.4500/- બે માથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ.

AGR-4

પાવર/મશીનથી ચાલતા સાધન પર સાધનની ખરીદ કિંમતના 75% અથવા રૂ.4500/- બે માથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ.

AGR-14

પાવર/મશીનથી ચાલતા સાધન પર સાધનની કિંમતના 75% અથવા રૂ.4500/- બે માથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ.

વધું વાંચો – આઇ ખેડૂત પોર્ટલ યોજના 2023 24 માટે 07/08/2023 નાં રોજ નવી યોજનાઓ જાહેર

બેટરી પંપ સહાય યોજના 2023 પાત્રતા 

યોજનામાં કૃષિ વિભાગ દ્વારા સહાય માટે નીચે મુજબની પાત્રતા ધરાવતા ખેડૂતોને બેટરી સંચાલિત સહાય આપવામાં આવે છે.

  • સહાય માટે અરજદાર ખેડૂત હોવા જરૂરી છે.
  • આ સહાય માટે અરજદાર ખેડૂત ગુજરાત રાજ્ય ના વતની હોવા જોઈએ.
  • આ સહાય માટે અરજદાર ખેડૂત પાસે પોતાની જમીન નાં આધાર પુરાવા ધરાવતા હોવા જોઈએ.
  • આદિવાસી વિસ્તાર માં વસતા ખેડૂતો અથવા જંગલ વિસ્તાર માં જમીન ધરાવતા ખેડૂતો પાસે ટ્રાઈબલ લેન્ડ વન અધિકાર પત્ર ધરાવતા હોવા જોઈએ.
  • આ બેટરી પંપ સહાય યોજના Ikhedut નો લાભ 1 વાર લઈ શકાય છે.
  • યોજના માટે ikhedut Portal પર Online અરજી કરવાની રહેશે.

Required Document Of Battery Operated Spray Pump Scheme (આધાર પુરાવા) 

આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીઓ નીચે મુજબના આધાર પુરાવાઓ રજૂ કરવાના હોય છે.

  • ખેડૂતો નાં આધારકાર્ડ ની નકલ.
  • ખેડૂતો ની જાતિ નું પ્રમાણપત્ર ( અનુસૂચિત જાતિ/જનજાતિ)
  • 7/12 ઉતારા ikhedut Portal.
  • ખેડૂતો નું રેશનિંગ કાર્ડ ની નકલ.
  • ખેડૂત ની જમીન માં 7/12 અને 8/અ માં જો સયુંક્ત ખાતેદાર હોઈ તો અન્ય ખાતેદાર નાં સંમતિ પત્રક નકલ.
  • ખેડૂત નું જો Aatma Registration ધરવતા હોઈ તો તેની વિગતો.
  • ખેડૂત જો દૂધ મંડળી માં સભ્ય હોઈ તો તેના આધાર પુરાવા.
  • ખેડૂત જો સહકારી મંડળી નાં સભ્ય હોઈ તો તેના આધાર પુરાવા.
  • ખેડૂત નું બેંક ખાતા ની પાસબુક ની નકલ.

વધું વાંચો – પીએમ કિસાન યોજના નો 14મો હપ્તો થયો જાહેર,અહીંયા થી ચેક કરો તમારું નામ

બેટરી સંચાલિત પંપ યોજના ઓનલાઈન અરજી પ્રક્રિયા 

રાજ્ય નાં ખેડૂતો ને ખેતીવિષયક તમામ યોજનાઓ સરકાર નાં કૃષી વિભાગ ની સરકારી Website ikhedut Portal દ્વારા સંચાલિત છે.જેમાં તમામ યોજનાઓ નાં ફોર્મ ઓનલાઇન ભરવાના હોઈ છે.આ બેટરી પંપ સહાય યોજના 2023 માટે ખેડૂતો એ Online અરજી કરવાની રહેશે.જેની વિગતો નીચે દર્શાવવા માં આવેલ છે.

પ્રશ્ન તો જો તમને ઓનલાઈન અરજી કરતા ન આવડતી હોય તો તમે કોઈપણ શહેર વિસ્તારમાં રહેતા હોય ત્યાંના કોમન સર્વિસ સેન્ટર (CSC) ખાતે જઈને પણ ઓનલાઇન અરજી કરી શકો છો. અને તમે ગ્રામ્ય વિસ્તારમાં વસતા હોય તો ગ્રામ પંચાયતના ઓપરેટર પાસે જઈને પણ ઓનલાઇન અરજી કરાવી શકો છો.

તમે આ સહાય મેળવવા માટે જાતિ ઘરે બેઠા તમારા મોબાઇલ અથવા લેપટોપ દ્વારા પણ ઓનલાઇન અરજી કરી શકો છો જેની સંપૂર્ણ જાણકારી નીચે આપેલ છે.

લાભાર્થી એ “Google” માં જઈ ને ikhedut પોર્ટલ વેબસાઈટ ખોલવાની રહેશે.

Advertisements
બેટરી સંચાલિત પંપ યોજના ઓનલાઈન અરજી પ્રક્રિયા

Image Source:- iKhedut Portal

જ્યાં હોમ પેગ ઉપર જ તમને “યોજનાઓ” મેનુ દેખાશે,ત્યાં ક્લિક કરવાનું રહેશે.

જ્યાં ક્લિક કર્યા બાદ તમને “ખેતીવાડી ની યોજનાઓ” માટે અહીં ક્લિક કરો.”પશુપાલન ની યોજનાઓ” માટે અહીં ક્લિક કરો.”બાગાયતી ની યોજનાઓ” માટે અહીં ક્લિક કરો.”મત્સ્ય પાલન ની યોજનાઓ” માતે અહી ક્લિક કરો” બતાવવા માં આવશે.જ્યા તમારે “ખેતીવાડી ની યોજનાઓ” પર ક્લિક કરવાનું રહેશે.

બેટરી સંચાલિત પંપ યોજના ઓનલાઈન અરજી પ્રક્રિયા

Image Source:- iKhedut Portal

ત્યાર બાદ  તમને “કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિ વિમાન) નો ઉપયોગ (૧૦૦% રાજ્ય પુરસ્કૃત)” વેગેરે ઘટકો દેખાશે.

બેટરી સંચાલિત પંપ યોજના ઓનલાઈન અરજી પ્રક્રિયા

Image Source:- iKhedut Portal

હવે તમારે “પાક સંરક્ષણ નાં ઘટકો” ઉપર ક્લિક કરવાનું રહેશે.અહીંયા ક્લિક કર્યા બાદ બેટરી સંચાલિત પંપ યોજના ખુલી જશે જ્યાં તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલ છે.

બેટરી સંચાલિત પંપ યોજના ઓનલાઈન અરજી પ્રક્રિયા

Image Source:- iKhedut Portal

જો તમે આઇ ખેડુત પોર્ટલ ઉપર અગાઉથી રજીસ્ટ્રેશન કરેલ હશે તો તમારે “હા” પર ક્લિક કરી ને આધાર કાર્ડ અને મોબાઈલ નંબર દ્વારા લોગીન થવાનું રહેશે.

અથવા તમે આઇ ખેડૂત પોર્ટલ ઉપર નોંધણી કરેલ નથી તો તમારે “ના” બટન ઉપર ક્લિક કરીને આગળ વધવાનું રહેશે.

જ્યાં તમારે ઓનલાઇન અરજી ફોર્મ ખુલી જશે જ્યાં તમારા માગે મુજબની સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે.

આ તમામ માહિતી ભર્યા બાદ તમારે તમારી અરજીને ઓનલાઈન સેવ કરવાની રહેશે. આ ઓનલાઇન અરજી કર્યા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં. અરજીની પ્રિન્ટ કાઢીને પોતાની પાસે રાખવાની રહેશે.

વધું વાંચો- પશુપાલન માટે લોન યોજના 2023,અરજી, ડોક્યુમેન્ટ અને સહાય

પંપ સહાય યોજના 2023 છેલ્લી તારીખ

યોજના માટે ખેડૂતો એ ikhedut Portal પર જઈ ને ઓનલાઈન અરજી કરવાની હોઈ છે. આ યોજના માટે ની ફોર્મ  ikhedut portal પર તારીખ 07/08/2023 થી Online ભરવાના ચાલુ થઈ ગયેલ છે અને તેની છેલ્લી તારીખ 06/09/2023 છે.

બેટરી પંપ સહાય યોજના સ્ટેટસ ચેક કરો

આ યોજના માં ખેડૂતો જાતે જ ikhedut Portal પર જઈ ને પોતાની અરજી નું સ્ટેટસ ચેક કરી શકે છે.અને જો તેમને પોતાની અરજી ની પ્રિન્ટ કાઢવી હોઈ તો પણ કાઢી શકે છે. જેની લિંક નીચે આપેલ છે.

Online સ્ટેટસ ચેક કરવા માટે અહીંયા ક્લિક કરો

અરજી ની પ્રિન્ટ કાઢવા માટે અહીંયા ક્લિક કરીને

Sarkari Yojana Gujarat Whatsapp Group Link 

જો તમારે યોજના સંબંધિત કે અન્ય સરકારી માહિતી વધુ મેળવવી હોય તો આપ અમારા વ્હોટસએપ ગ્રૂપ અને ટેલીગ્રામ ચેનલ સાથે જોડાઈ શકો છો.

ikhedut Portal 👉અહીંયા ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો👉અહીંયા ક્લિક કરો
હોમ પેજ 👉અહીંયા ક્લિક કરો

વધું વાંચો-

આઇ ખેડૂત પોર્ટલ બાગાયતી યોજના લીસ્ટ 2023

ટ્રેક્ટર સહાય યોજના 2023, ઓનલાઈન અરજી,પાત્રતા અને ડોક્યુમન્ટ

પાવર ટિલર સબસીડી યોજના 2023 ગુજરાત

“FAQ”

બેટરી પંપ સહાય યોજના માટે અરજી ક્યાં કરવાની હોઈ છે?

બેટરી પંપ સહાય યોજના માટે અરજી iKhedut પોર્ટલ ઉપર કરવાની હોય છે.

બેટરી પંપ સહાય યોજના નો લાભ કોને આપવામાં આવે છે?

બેટરી પંપ સહાય યોજના નો લાભ ગુજરાત રાજ્ય નાં નાના, સીમાંત અને દરેક જાતિ ને ખેડૂતો ને આપવામાં આવે છે.

બેટરી પંપ સહાય યોજના માં કેટલો લાભ આપવામાં આવે છે?

બેટરી પંપ સહાય યોજના માં જાતિ મુજબ અને બેટરી પંપ ની કેપેસીટી મુજબ અલગ અલગ લાભ આપવામાં આવે છે.

બેટરી સંચાલિત પંપ યોજના ક્યાં વિભાગ દ્વારા ચલાવવા માં આવતી યોજના છે?

બેટરી પંપ સહાય યોજના એ ગુજરાત રાજ્ય ની ખેતીવાડી વિભાગની યોજના છે.

બેટરી પંપ સહાય યોજના માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

બેટરી પંપ સહાય યોજના માટે ની અરજી કરવાની છેલ્લી તારીખ 06/09/2023 છે.

ખેતીવાડી ની તમામ યોજનાઓ માટે ની અધિકૃત વેબસાઈટ કઈ છે?

ખેતીવાડીમાટેની યોજનાઓ માટે ની અધિકૃત વેબસાઈટ www.ikhedut.gujarat.gov.in છે.

Leave a Comment