Advertisements

મફત હાથ લારી સહાય યોજના 2023-24,ઓનલાઈન અરજી,પાત્રતા,ડોક્યુમેન્ટ્સ અને સહાય | Mafat Hath Lari Sahay Gujarat

Advertisements

મફત હાથ લારી સહાય યોજના 2023-24, ઓનલાઈન અરજી,પાત્રતા,ડોક્યુમેન્ટ્સ અને સહાય ની સંપૂર્ણ માહિતી (Mafat Hath Lari Sahay Gujarat, Benefits And Eligibility)

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ કાર્યરત છે આ યોજનાઓમાં હાલ માનવ કલ્યાણ યોજના માં કુલ 28 પ્રકારના અલગ અલગ ધંધા રોજગાર માટે સરકાર સાધનોની સહાય આપે છે. જેનાથી જરૂરિયાત મંદ નાગરિકો સાધન સહાય મેળવીને પોતે નવો વ્યવસાય ચાલુ કરી શકે છે.

આજના આ આર્ટિકલમાં આપણે માનવ કલ્યાણ યોજના ની પેટા યોજના એટલે કે હાથ લારી સહાય યોજના વિશે વિગતવાર વાત કરવાના છીએ. જેમાં અરજી કેમ કરવાની હોય છે, સહાય કેટલી મળે છે, ડોક્યુમેન્ટ શું રજૂ કરવાના હોય છે, તમામની વિગતવાર માહિતી આપણે મેળવવાના છીએ. તો ચાલો જાણીએ મફત હાથ લારી સહાય યોજના વિશે ની માહિતી.

મફત હાથ લારી સહાય યોજના 2023-24,ઓનલાઈન અરજી,પાત્રતા,ડોક્યુમેન્ટ્સ અને સહાય

મફત હાથ લારી સહાય યોજના 2023-24, ઓનલાઈન અરજી,પાત્રતા,ડોક્યુમેન્ટ્સ અને સહાય

યોજના નું નામ મફત હાથલારી સહાય યોજના
સહાયહાથલારી ખરીદવા માટે 13,800/- રૂપિયા ની સહાય
રાજ્ય ગુજરાત
ઉદ્દેશરાજ્ય નાં જરૂરિયાતમંદ વ્યક્તિઓ નવા ધંધા અને વ્યવસાયો શરૂ કરી શકે છે.
લાભાર્થી ગુજરાત રાજ્ય નાં લોકો
અરજી નો પ્રકાર ઓનલાઈન
સંપર્ક E-Kutir Portal

મફત હાથ લારી સહાય યોજના 2023-24

હાથલારી સહાય રચના જરૂરિયાત મંદ લોકોને હાથ લારી માટે સહાય આપીને તેઓ તેના દ્વારા ધંધા રોજગાર શરૂ કરી શકે છે. મફત હાથલારી સહાય યોજનામાં જરૂરિયાતમંદ લોકોને આટલા ખરીદવા માટે સરકાર દ્વારા 13,800/- રૂપિયા ની સહાય આપવામાં આવે છે. એટલે કે આ રૂપિયા દ્વારા લાભાર્થી હાથ લારી ખરીદી શકે છે.

વધું વાંચો:- બ્યૂટી પાર્લર કીટ સહાય યોજના

Mafat Hath Lari Yojana Eligibility

  • આ યોજનાનો લાભ રાજ્ય મા વસતા 18 વર્ષ થી 60 વર્ષ ની વચ્ચે  નાં લોકો લઈ શકે છે.
  • આ યોજનામાં હાથલારી ખરીદવા માટે 13,800 રૂપિયા ની સહાય આપવામાં આવે છે.
  • ગ્રામીણ વિસ્તારના લાભાર્થીઓ કે જેઓ ગરીબી રેખા (BPL) નીચે આવે છે.તેઓ નો જિલ્લા ગ્રામ વિકાસ દ્વારા પ્રકાશિત ગરીબી રેખા ની યાદી મા સમાવેશ થયેલ હોવો જોઈએ. 0 થી 16 નો સ્કોર ધરાવતાં લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી.
  • આ યોજના રાજ્ય નાં ગરીબ,પછાત અને છેવાડાનાં અને જરૂરિયાતમંદ તમામ લોકો ને મળવાપાત્ર રહેશે.
  • આ યોજના નો લાભ ફકત એકજ વાર આપવામાં આવશે.

વધું વાંચો:- ગેરેજ રીપેરીંગ કીટ સહાય યોજના

મફત હાથલારી સહાય યોજના ની આવક મર્યાદા

મફત હાથલારી સહાય યોજના માટે લાભાર્થી ની વાર્ષિક આવકની મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000/- હોવી જોઈએ અને શહેરી વિસ્તાર માટે 1,50,000/- કરતા વધુ ન હોવી જોઈએ. 

મફત હાથલારી સહાય યોજના ડોક્યુમેન્ટ લિસ્ટ (Mafat Hath Lari Sahay Yojana Documents)

મફત હાથલારી સહાય યોજના એ “Commissioner of Cottage and Rural Industries” આવતી માનવ કલ્યાણ યોજના દ્વારા આ સહાય આપવામાં આવે છે.નીચે આ યોજના માં ક્યાં ક્યાં આધાર પુરાવા રજૂ કરવાના હોય છે તેનું લીસ્ટ આપેલ છે.

  • ઉમેદવાર નું આધારકાર્ડ ની નકલ.
  • અરજદાર ની ચૂંટણીકાર્ડ ની નકલ.
  • અરજદાર નાં રેશનિંગ કાર્ડ નાં પ્રથમ અને બીજા પાના ની નકલ.
  • અરજદાર નો ઉંમર અંગે નાં આધાર પુરાવા.
  • અરજદાર નું જાતિ નું પ્રમાણપત્ર.
  • અરજદાર જો ગ્રામ્ય વિસ્તાર નાં હોઈ તો BPL નો દાખલો અને શહેરી વિસ્તાર નાં હોઈ તો સુવર્ણ કાર્ડ ની નકલ.
  • અરજદાર ની વાર્ષિક આવક નો દાખલો.
  • અરજદાર એ કોઈપણ ધંધા નો અનુભવ હોઈ તો તેનું પ્રમાણપત્ર.
  • અરજદાર નું સ્વ ઘોષણા પત્ર.
  • અરજદાર નું બેંક પાસબુક ની નકલ.
  • અરજદાર નાં 2 પાસપોર્ટ સાઇઝ ના ફોટો.

Mafat Hath Lari Sahay Yojana Online Apply

મફત હાથલારી સહાય યોજના ની અરજી ઓનલાઈન કરવાની હોય છે.જેના માટે “E-kutir Portal” પર જઈને ત્યા “માનવ કલ્યાણ યોજના” સિલેક્ટ કરો જ્યા ટોટલ 28 પ્રકાર ની અગલ અલગ સહાય બતાવશે જેમા મફત હાથલારી સહાય યોજના સિલેક્ટ કરી ને સંપૂર્ણ માહિતી ભરી ને ઓનલાઈન અરજી કરવાની હોય છે.

અહીંયા “માનવ કલ્યાણ યોજના 2023” દ્વારા જ આ મફત હાથલારી સહાય આપવામાં આવે છે.જેમાં મુખ્ત્વે કમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગ થકી ચલાવવામા આવે છે.

આ યોજના માટે Online અરજી કર્યા પહેલા લાભાર્થી એ “e-Kutir Portal” પર જઈ ને પોતાની વ્યક્તિગત નોંધણી કરવાની હોય છે.જેમાં આ “Registation” ટોટલ 4 ભાગમાં માહિતી ભરીને કરવાની હોઈ છે.

સ્ટેપ-1 માં વ્યક્તિગત માહિતી ભરવાની હોઈ છે.

સ્ટેપ-2 માં અરજી ની વિગતો ની તમામ માહિતી ભરવાની હોઈ છે.

સ્ટેપ-3 માં અરજી માં માગ્યા મુજબ નાં આધાર પુરાવા અપલોડ કરવાના હોઈ છે. 

સ્ટેપ-4 માં નિયમો અને શરતો હોઈ છે.જે સંપૂર્ણ વાંચ્યા બાદ અરજી કરવાની રહેશે.

હવે અરજદાર એ ઓનલાઈન સંપૂર્ણ અરજી કરવા માટે આઈડી અને પાસવર્ડ દ્વારા લોગીન થઈને માનવ કલ્યાણ યોજના મા જઈ ને મફત હાથલારી સહાય યોજના સિલેક્ટ કરવાનુ હોઈ છે.

અને માંગ્યા મુજબની સંપૂર્ણ માહિતી ભરીને ઓનલાઈન અરજી સબમિટ કરી ને સેવ કરવાનું હોઈ છે.

વધું વાંચો:- ઘરઘંટી સહાય યોજના

Mafat Hath L Sahay Yojana Last Date

માનવ કલ્યાણ યોજના દ્વારા મફત હાથલારી સહાય યોજના માં 13,800 રૂપિયા ની સહાય આપવામાં આવે છે.જેમાં કુલ 28 પ્રકાર ના ધંધા રોજગાર માટે સાધન સહાય આપવામાં આવે છે.જેના માટે 1 એપ્રિલ 2023 થી અરજી કરવાની હોય છે.

Advertisements

Manav Kalyan Yojana Helpline Number

જો તમારે મફત હાથલારી સહાય યોજના અથવા માનવ કલ્યાણ યોજના બાબતે અન્ય કોઈપણ પ્રકારની જાણકારી મેળવવી હોય તો આપ અહીંયા ક્લિક કરી નાં વધુ માહિતી મેળવી શકો છો.

અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાવ

જો આપને સરકારી યોજનાઓની વધુ માહિતી મેળવવી હોઈ અને અરજી ફોર્મ અરજી પરિપત્રો વગેરે જેવી માહિતી મેળવી હોય તો આપ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ શકો છો.

E-kutir Portal👉અહીંયા ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો 👉અહીંયા ક્લિક કરો
લગીન 👉અહીંયા ક્લિક કરો
હોમ પેજ 👉અહીંયા ક્લિક કરો

વધું વાંચો:-

મોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના

પીએમ કિસાન યોજના 14મા હપ્તા માટે નાં લાભાર્થી નું લીસ્ટ જાહેર

માનવ ગરીમા યોજના 2023, સહાય,અરજી અને ફ્રી ટૂલ કીટ

“FAQ”

મફત હાથલારી સહાય યોજના માં કેટલી સહાય આપવામાં આવે છે?

મફત હાથલારી સહાય યોજના માં 13,800 રૂપિયા ની સહાય આપવામાં આવે છે.

મફત હાથલારી સહાય યોજના નો લાભ કોને આપવામાં આવે છે?

મફત હાથલારી સહાય યોજના નો લાભ ગુજરાત રાજ્ય માં વસતા નાગરીકો ને આપવામાં આવે છે.

મફત હાથલારી સહાય યોજના માટે ની આવક મર્યાદા કેટલી છે?

મફત હાથલારી સહાય યોજના માટે ની આવક મર્યાદા ગ્રામ્ય માટે 1,20,000 અને શહેરી વિસ્તાર માટે 1,50,000 ની છે.

મફત હાથલારી સહાય યોજના માટે ની વેબસાઈટ કઈ છે?

મફત હાથલારી સહાય યોજના માટે ની વેબસાઈટ www.eKutir portal છે.

Leave a Comment