મફત પશુ ખાણદાણ સહાય યોજના 2023-24, સહાય, ઓનલાઈન અરજી, પાત્રતા અને ડોક્યુમેન્ટ (Pashu Khandan Sahay Yojana 2023,pashudhan yojana)
ખેડૂતો અને તેમનો વ્યવસાય એ આપડા સમાજ માટે ઈશ્વર નાં વરદાન સ્વરૂપ છે.કારણ કે તેઓ ખેતી કરી ને અનાજ ઉગાવી ને દરેક લોકો ને જીવનદાન આપે છે.માટે જ ગુજરાત સરકાર દ્વારા વખતોવખત ખેડૂતો માટે તેમની ખેતી માટે અને તેઓના પશુપાલન વ્યવસાય માટે ઘણી બધી યોજનાઓ અમલમાં લાવે છે. જેના થકી ખેડૂતોને કૃષિ ક્ષેત્રે ખૂબ જ વિકાસ થાય છે. આજે આપડે Pashu Khandan Sahay Yojana 2022 વિશે વિગતવાર માહિતી મેળવવાના છીએ.
ખેડૂતો માટે આમ તો ગુજરાત સરકાર ઘણી યોજના અમલમાં મુકેલ છે. ખેડૂત ટ્રેક્ટર સહાય યોજના, ખેડૂત તાડપત્રી યોજના, ખેડૂત માનધન યોજના અને આવી તો બીજી કેટલીક યોજનાઓ અમલમાં આવેલ છે.
કામ છે વાત કરીએ તો ખેડૂતો એટલે કે જગતનો તાત કહેવાય છે. ખેડૂત હંમેશા કૃષિક્ષેત્રે, આર્થિક રીતે, સામાજિક રીતે અને અને તમારી સાથે થઈ તે ખૂબ જ જરૂરી છે તો જ આપડે એક સારું જીવન જીવી શકીએ તેમ છીએ. તો ચાલો મિત્રો આ યોજના વિશે આપણે વિગતવાર માહિતી મેળવીએ.
મફત પશુ ખાણદાણ સહાય યોજના 2023-24, સહાય, ઓનલાઈન અરજી, પાત્રતા અને ડોક્યુમેન્ટ
યોજના નું નામ | મફત પશુ ખાણદાણ સહાય યોજના ગુજરાત |
સહાય | 250 કિલોગ્રામ પશુ નો ખોરાક |
રાજ્ય | ગુજરાત |
ઉદ્દેશ | રાજ્યના પશુપાલકો વધુમાં વધુ પશુપાલન કરીને સ્વ-નિર્ભર બને, પશુઓનો મુખ્ય આહાર એવા પશુદાણની ખરીદી પર 100 % સહય થી પશુઓ ની સંખ્યા માં વધારો થઈ શકે. |
લાભાર્થી | રાજ્ય મા વસતા અને પાત્રતા ધરાવતા પશુપાલકો |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
સંપર્ક | www.ikhedut.Gujarat.gov.in |
અરજી કયાં કરવી ? | અહીંયા ક્લિક કરો |
Pashu Khandan Sahay Yojana 2022
ગુજરાતમાં ખેડૂતો કૃષિક્ષેત્ર તો પ્રગતિશીલ છે જ, પરંતુ તેઓ તેના પશુપાલનના વ્યવસાયમાં પણ આગળ આવે તે માટે આ યોજના ચાલુ કરવામાં આવેલ છે. આમ જોઈએ તો ગુજરાતમાં પશુઓની સંખ્યા હવે દિન-પ્રતિદિન ઓછી થતી જાય છે માટે ખેડૂતો પશુઓનો વ્યાપ વધારે તે હેતુથી આવા ખેડૂતોને અને પશુપાલકો પોતાની ગાયો અને ભેંસોને પૌષિટક આહાર આપતા હોય છે. આ આહાર પોતાના વિસ્તારની દૂધ ઉત્પાદક મંડળીમાં પશુદાણ મેળવી શકે છે. માટે આ પશુઓને ખાણદાણ મળી રહે તે માટે જ Pashu Khandan Sahay Yojana 2022 નો અમલ કરેલ છે.
ગુજરાત રાજ્ય નાં પશુપાલન શાખા દ્વારા પશુઓનો મુખ્ય આહાર પશુદાણની ખરીદી પર 100 % સહાય આપવામાં આવશે. એટલે કે, ગાભણ પશુઓને મફત 250 કિલોગ્રામ ખાણદાણ સહાય આપવામાં આવશે. છે. જે આ યોજના નો મુખ્ય હેતુ છે.
વધુ વાંચો :- મફત છત્રી યોજના
મફત પશુ ખાણદાણ સહાય યોજના ગુજરાત લાભ – સહાય
આ યોજના અંતર્ગત ગુજરાત સરકાર ના પશુપાલન વિભાગ દ્વારા રાજ્ય મા વસતા અને પશુપાલન નો વ્યવસાય કરતા અને તમામ ખેડૂતો ને તેમના ધુધાળા પશુઓ માટે તેઓ ને 250 કિલોગ્રામ નું પશુ આહાર એટલે કે પશુ ખાણદાણ મફત મા આપવામાં આવે છે.
વાર્ષિક એક પશુ દીઠ પશુપાલક ને પરિવાર દીઠ એકજ વખત લાભ મળવા પાત્ર છે.જેની માહિતી નીચે આપેલ છે.
DMS-1(અ. જ. જા.) એસ.ટી જાતિના પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય | અનુસુચિત જનજાતિના લાભાર્થી દીઠ કુલ 250 કિગ્રા ખાણદાણ માટે 100% લેખે સહાય આપવામાં આવશે. |
DMS-1(અ.જા.) એસસી. જાતિના પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય | અનુસુચિત જાતિના લાભાર્થી દીઠ કુલ 250 કિગ્રા ખાણદાણ માટે 100% લેખે સહાય આપવામાં આવશે. |
DMS-1(સામાન્ય) સામાન્ય જાતિના પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય | સામાન્ય જાતિના લાભાર્થી દીઠ કુલ 250 કિગ્રા ખાણદાણ માટે 100% લેખે સહાય આપવામાં આવશે. |
Pashu Khandan Sahay Yojana 2022 Eligibility – પાત્રતા
ગુજરાત રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે.જેમાં Khandan Sahay Yojana 2022 માટે ની પાત્રતા નીચે મુજબ ની નક્કી કરવામાં આવેલ છે.
- અરજદાર ગુજરાત રાજ્ય ના વતની હોવા જોઈએ.
- અરજદાર પશુપાલન નો વ્યવસાય કરતા હોવા જોઈએ.
- અરજદાર પાસે પશુપાલન વ્યવસાય માં ભેંશ, ગાય અને અન્ય પશુઓ હોવા જરૂરી છે.
- અરજદાર નાં પશુઓ ગાભણ હોવા જરૂરી છે
- અરજદાર SC-ST અને OBC, આર્થિક રીતે પછાત અને સામાન્ય જ્ઞાતિ નાં હોવા જોઈએ.
- અરજદાર દૂધ મંડળી નાં સભ્ય હોવા જોઈએ.
- આ સહાય વર્ષ મા પ્રતિ પશુ અને પ્રતિ કુટુંબ દીઠ ફક્ત એક વાર જ મળવાપાત્ર રહેશે.
- ગુજરાત સરકાર દ્વારા નક્કી થયેલ ખાણદાણના ભાવે જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્રારા ઉત્પાદિત થયેલ ખાણદાણ વિતરણ કરવાનું રહેશે.
- અરજદાર એ આ યોજના માટે ikhedut portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
વધું વાંચો :- કિસાન ક્રેડિટ કાર્ડ યોજના
Document Required Of Pashudhan Sahay Yojana 2022
પશુ મફત ખાણદાણ યોજના માટે લાભાર્થી એ Ikhedut Portal પર જઈ ને ઓનલાઈન અરજી કરવાની હોઈ છે.જેના માટે લાભાર્થી એ નીચે મુજબ નાં તમામ આધાર પુરાવા રજૂ કરવાના રહેશે અને અરજી કરતી વખતે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે.
- અરજદારના આધાર કાર્ડની નકલ.
- અરજદારના ચુંટણી કાર્ડની નકલ.
- અરજદારના રેશનીંગ કાર્ડની નકલ.
- અરજદાર જો SC/ST જાતિ નાં હોઈ તો તેઓ નો જાતિ નું પ્રમાણપત્ર.
- અરજદાર દિવ્યાંગ હોઈ તો તેનુ સર્ટીફીકેટ.
- અરજદાર સહકારી મંડળીઓ નાં સભ્ય હોઈ તો તેના આધાર પુરાવા.
- અરજદાર દૂધ મંડળીઓ નાં સભ્ય હોઈ તો તેના આધાર પુરાવા.
- અરજદાર કેટલા પશુ ધરાવે છે તેનું પ્રમાણપત્ર.
- છેલ્લે ક્યાં વર્ષ મા લાભ મેળવેલ હતો તેની માહિતી.
- અરજદાર નું બેંક એકાઉન્ટ કે જે આધાર કાર્ડ જોડે લિંક હોઈ તેવું.
Online Registration Process of Pashu Khandan Sahay Yojana 2022
રાજ્ય નાં ખેડૂતો માટે ની તમામ યોજનાઓ ની અરજી ખેડૂત પોતે જાતે ikhedut portal પર જઈ ને ઓનલાઈન અરજી કરી શકે છે.આ યોજના માટે આપ આપના મોબાઈલ દ્વારા પણ અરજી કરી શકો છો અને આપ CSC (કોમન સર્વિસ સેન્ટર)પર જઈ ને પણ ઓનલાઈન અરજી કરી શકો છો.અહીંયા આપને આ યોજના વિશે કંઈ રીતે અરજી કરવાની હોઈ છે તેની માહિતી આપેલ છે.જ નીચે સમ્પૂર્ણ સ્ટબ બાય સ્ટેપ માહિતી વાંચી લેવા આપને વિનંતી છે.
સૌપ્રથમ “Google Crome” માં જઈ ને ikhedut Portal પર જવાનું રહેશે.જ્યા ikhedut ની સરકારી વેબસાઇટ ખુલી જશે.
જ્યાં “Home Page” પર “Menu” માં જઈ ને યોજનાં પર ક્લિક કરવાનું રહેશે.
જ્યા તમામ યોજનાઓ ખુલી જશે.જ્યા તમારે ક્રમ નંબર 2 મા પશુપાલન ની યોજનાઓ દેખાશે જ્યા ક્લિક કરવાનું રહેશે.
હવે જ્યા આપને પશુપાલન ની તમામ યોજનાઓ બતાવવા માં આવશે.
જેમાં “જ્ઞાતિવાઈઝ ” પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય” યોજનાઓ બતાવશે.
“જેમાં તમે જે જ્ઞાતિમાં આવતા હોય તે જ્ઞાતિની યોજનાની સામે “અરજી કરો” તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
હવે તમને પૂછવામાં આવશે કે તમે પેલે થી Registration કરેલ છે હા અથવા ના. જો નાં કરેલ હોઈ ને ના કરી ને આગળ ક્લિક કરવાનું રહેશે.
ત્યાર બાદ હવે તમારે Registation કરેલ નથી તેમાં નાં કરી ને Online અરજી કરવાની રહેશે.જ્યાં “ikhedut Portal” પર Online ફોર્મ ખુબજ ધ્યાન પૂર્વક ભરવાનું રહેશે.અને “Application Save” કરવાની રહેશે.
હવે ખેડૂતો એ “Online Application” ભર્યા બાદ “ Conform” કરવાની રહેશે.જ્યા એકવાર Application Conform થયા બાદ અરજી માં કોઈપણ પ્રકાર ના સુધારા વધારા થશે નહિ.
ત્યારબાદ આપે જે અરજી કરેલ હોઈ તે અરજી ની પ્રિન્ટ કાઢવાની રહેશે.જે સાચવીને રાખવાની હોઈ છે.
વધું વાંચો :- સોઈલ હેલ્થ કાર્ડ યોજના
Ikhedut Portal Application Status Check Here
આઇ ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂતો વિવિધ યોજનાઓ માટે ઓનલાઇન અરજી કરી શકે છે પરંતુ આ ઓનલાઇન અરજી નું સ્ટેટસ ચેક કરવા માટે તેઓને જાણો ખૂબ જરૂર છે કે તેમની અરજી નું સ્ટેટસ શું છે. તેથી લાભાર્થીએ તેમના એપ્લિકેશન નું સ્ટેટસ જાણવા માટે રૂબરૂ કોઈપણ કચેરીએ જવાની જરૂર નથી નીચે આપેલ લિંક પર જઈને તેઓ અહીંથી જ તેમની અરજી નું સ્ટેટસ જાણી શકે છે.
Ikhedut Portal Government Of Gujarat Contact Number
જો આપને ખેડૂત યોજનાઓ વિશે અન્ય કોઈપણ જીલ્લા વાઈઝ કે તાલુકા વાઈઝ કે ગાંધીનગર અધિકારી કે કર્મચારી ઓના હેલ્પલાઇન નંબર જોઇતા હોય તો આપ નીચે આપેલ link ને મેળવી શકો છો અને જરૂરી માહિતી લઈ શકો છો.
અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાવ
જો આપને સરકારી યોજનાઓ ની તમામ અને વિગતવાર માહિતી મેળવવી હોઈ તો આપ અમારી Telegram Channel સાથે જોડાઈ શકો છો.
વધું વાંચો
“FAQ” for Pashu Khandan Sahay Yojana 2022
Pashu Khandan Sahay Yojana 2022 માં શુ લાભ મળે છે ?
આ યોજના માં લાભાર્થી પશુપાલક ને તેમના પશુઓ માટે 250 કિલોગ્રામ પશુ ખાણદાણ સરકાર તરફ થી મફત મા આપવામાં આવે છે.
Pashu Khandan Sahay Yojana 2022 ક્યાં વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે ?
આ યોજના નાં ગુજરાત રાજ્ય ના પશુપાલન શાખા દ્વારા ચલાવવામાં આવે છે.
Pashu Khandan Sahay Yojana 2022 ની અરજી કયાં કરવાની હોઈ છે ?
આ યોજના માટે ની ઓનલાઈન અરજી ikhedut portal પર જઈ ને કરવાની હોઈ છે.
2 thoughts on “મફત પશુ ખાણદાણ સહાય યોજના 2023-24, સહાય, ઓનલાઈન અરજી, પાત્રતા અને ડોક્યુમેન્ટ | Pashu Khandan Sahay Yojana”