Advertisements

Scheme for Small Business Owners of SC Castes to Buy a Place of Business-Shop 2022 | નાના વેપારીઓ માટે દુકાન/જગ્યા લેવા માટે બેંક લોન યોજના

Advertisements

Govt. schemes for scheduled caste 2022 | sc/st loan 10 lakh | govt. schemes for scheduled caste 2022 | Scheme for Small Business Owners of SC Castes to Buy a Place of Business-Shop 2022 | નાના વેપારીઓ માટે દુકાન/જગ્યા લેવા માટે બેંક લોન યોજના |Govt. schemes for scheduled caste yojana Online Apply

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાત સરકાર હંમેશા તેમના નાગરીકો માટે નવી નવી યોજનાઓ અમલ મા મૂકે છે.જેનાથી રાજ્ય નાં અતિ ગરીબ અને પછાત વર્ગ નાં લોકો ને ખુબ જ સહાયતા મળી રહે છે.આજ આપડે આવી જ એક યોજના Scheme for Small Business Owners of SC Castes to Buy a Place of Business-Shop 2022 વિશે વિગતવાર વાત કરવાના છીએ.

ગુજરાત સરકાર નાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ઘણા પ્રકાર ની યોજનાઓ ચાલી રહી છે. SJED શાખા નાં બીજા ઘણાં અલગ અલગ વિભાગો માં પણ ઘણી યોજનાઓ કાર્યરત છે. જેમાં નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ અને નિયામક વિકસતી જાતિ કલ્યાણ શાખા દ્વારા પણ ઘણા પ્રકાર ની યોજનો કાર્યરત છે.તથા સરકાર ની આ તમામ યોજનાઓ તેમના e-samaj Kalyan Portal પર ચાલી રહી છે.

આજ આપડે એક સરકારી લોન સહાય વિશે વાત કરવામાં છીએ.જેમાં રાજ્ય મા વસતા અનુસૂચિત જાતિના લોકો ને Business મા દુકાન કે જગ્યા લેવા માટે સમાજ કલ્યાણ શાખા દ્વારા સબસિડી સહાય આપવામાં આવે છે.તો આ સહાય વિશે વિગતવાર માહિતી મેળવીએ.

Scheme for Small Business Owners of SC Castes to Buy a Place of Business-Shop 2022

આ યોજના મુખ્યત્વે ગુજરાત સરકાર નાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે.આ યોજના માં અનુસૂચિત જાતિના લોકો તેમને જો કોઈપણ ધંધા રોજગાર ચાલુ કરવા હોઈ તો તેમને સરકાર તરફ થી 10 લાખ ની સબસિડી સહાય આપવામા આવે છે.

આ સહાય માં ગુજરાત રાજ્ય વસતા અનુસૂચિત જાતિના લોકો ને કોઈપણ પ્રકાર નો વ્યવસાય ચાલુ કરવો હોઈ તો તેમને ધંધા અથવા વ્યવસાય માટે દુકાને કે કોઈ સ્થળ ની જરૂર પડે છે તો તે દુકાન ખરીદવા માટે સરકાર તરફ થી 10 લાખ ની સબસિડી સહાય માત્ર 4% નાં સાદા વ્યાજ થી લોન આપવામાં આવે છે.જેમાં આ બેંકેબલ યોજના અંતર્ગત 15,000/- સુધી સબસિડી પણ આપવામાં આવશે છે.

યોજના નું નામનાના વેપારીઓ માટે દુકાન/જગ્યા લેવા માટે બેંક લોન યોજના
સહાય10 લાખ ની 4% નાં સાદા વ્યાજે લોન અને 15,000/- રૂપિયા ની સબસિડી
રાજ્યગુજરાત
ઉદ્દેશઅનુસૂચિત જાતિ નાં સમાજ માં નાના વેપારી ધંધા રોજગાર કરી શકે અને આગળ આવી શકે
લાભાર્થીઅનુસૂચિત જાતિ નાં લોકો
અરજી નો પ્રકારOnline
સંપર્કજિલ્લા સમાજ કલ્યાણ શાખા અઘિકારી

Gujarat Government Subsidy Loan For Small Business 2022 Benefits

આ સહાય રાજ્ય નાં અનુસૂચિત જાતિ નાં લોકો માટે છે. કારણ કે સમાજ માં SC Caste ના લોકો આગળ આવી શકે તેમનો આર્થિક વિકાસ થઈ શકે અને તેઓ ધંધા રોજગાર માં આગળ આવી શકે તે હેતુ થી આ યોજના અમલ મા મુકેલ છે.

આ સહાય એ બેંક સબસિડી સહાય છે. જેમાં જે લોકો ને ધંધો ચાલુ કરવામાં માટે દુકાને કે કોઈ જગ્યા ની જરૂર હોય તો તેમને સરકાર તરફ થી 10 લાખ રૂપિયા ની સબસિડી સહાય મળે છે.અને 15,000/- રૂપિયા ની સબસિડી મળે છે.અને આ લોન ફક્ત 4% નાં નજીવા વ્યાજે ચૂકવવાની હોઈ છે.જે બીજી કોઈપણ પ્રકાર ની ધંધા ની લોન ની સાપેક્ષ માં સાવ ઓછું વ્યાજ છે.

વધું વાંચો : કુંવરબાઈનું મામેરૂ યોજના

Sc/st loan 10 lakh  ની પાત્રતા

આ સહાય સરકાર નાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્ય અનુસૂચિત જાતિ નાં લોકો માટે તેઓ ને ધંધા રોજગાર માટે દુકાન/જગ્યા ખરીદવા માટે સબસિડી સહાય આપવામા આવે છે.જેમાં ની છે મુજબ ની પાત્રતા ધરાવતા લાભાર્થીઓ આ સબસિડી સહાય માટે પાત્ર ગણાશે.

  • લાભાર્થી ગુજરાત રાજ્ય નાં વતની હોવા જોઈએ
  • લાભાર્થી અનુસૂચિત જાતિ નાં હોવા જરૂરી છે
  • લાભાર્થી આ શહેરી વિસ્તાર માં ધંધા માટે દુકાન/જગ્યા રાખવી પડશે.
  • લાભાર્થીને ફકત એક જ સ્થળે દુકાન અથવા વ્યવસાયના હેતુ માટે લોન સહાય આપવામાં આવે છે.
  • રાજ્ય મા કુટીર ઉદ્યોગ સહાય યોજના અને વાજપેયી બેંકેબલ યોજના સદર બેંકેબલ યોજના સદર યોજના અમલ મા છે.
  • આ યોજના માં રાજ્ય મા વસતા તાંત્રિક, શિક્ષિત બેરોજગાર,બેકાર મિલ/ફેક્ટરી કામદાર, વ્યવસાયીક અનુભવ વાળા અને સ્વરોજગારી ની લાયકાતો ધરાવતા લોકો ને આ સહાય માં અગ્રતા આપવામા આવશે.

Gujarat Government Subsidy Loan niyamo

  • દુકાન ચાલુ થયા નાં 3 મહિના પછી જ લોન સબસિડી ચૂકવવા માં આવશે.
  • આ બેંકેબલ સહાય માં લાભાર્થી ને વધુ માં વધુ 10 લાખ સુધી ની લોન આપવામાં આવશે.
  • આ લોન માં લાભાર્થી ને 10 લાખ રૂપિયા નું 4% સાદું વ્યાજ ચૂકવવું પડશે અને 4% ઉપર નું વ્યાજ સરકાર બેંક ને ચૂકવશે.
  • રાજ્ય સરકાર અથવા રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ/નિગમો, શહેરી વિકાસ સત્તા મંડળ, સ્થાનિક સ્વરાજ્ય હસ્તકની સંસ્થાઓ અથવા ગ્રામ/નગર પંચાયતે લાંબાગાળાના ભાડા પેટે ફાળવેલ દુકાનો/વ્યવસાયનું સ્થળ માટે પણ લોન/સહાય આપવામાં આવે છે. પરંતુ ફાળવવામાં આવેલ દુકાન/વ્યવસાયનું સ્થળ માટે લોનની રકમ ભરપાઇ થાય ત્યાં સુધી દુકાન/વ્યવસાયનું સ્થળ સરકારને મોર્ગેજ કરવાની રહેશે.
  • આ લોન માટે લાભાર્થી એ જે જમીન પર દુકાન બનાવવાની હોઈ તે જમીન નું ટાઇટલ ક્લીયર અને જમીન બિન ખેતી થાય છે તેના આધાર પૂરાવા રજૂ કરવા પડશે.

Subsidy Loan For Small Business 2022 Documents- આધાર પુરાવા

આ યોજના ગુજરાત સરકાર નાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે જેમાં esamaj kalyan Portal પર online અરજી કરવાની રહેશે.જેમાં નીચે મુજબ નાં આધાર પુરાવા રજૂ કરવાના રહેશે.

  • લાભાર્થી નું આધારકાર્ડ
  • લાભાર્થી નું ચૂંટણીકાર્ડ
  • લાભાર્થી નું રહેઠાણ નો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • લાભાર્થી શાળા છોડ્યા નું પ્રમાણપત્ર અથવા જન્મ નું પ્રમાણપત્ર
  • લાભાર્થી ની બેંક પાસબુક ની નકલ અથવા રદ કરેલ ચેક
  • લાભાર્થી નાં જમીન નું કરાર અથવા બાનાખત ની નકલ
  • લાભાર્થી નું બાહેંધરી પત્રક

વધું વાંચો : ગુજરાત NMMS મીમ્સ સ્કોલરશીપ

ગુજરાત બેન્કેબલ સબસિડી યોજના માટે આવક મર્યાદા

આ સબસિડી સહાય છે જેમાં લાભાર્થી એ esamaj kalyan Portal પર online apply કરવાનું હોઈ છે.આ સહાય માટે જે લાભાર્થી ને 10 લાખ રૂપિયા ની લોન આપવામાં આવે છે તેમાં અરજદાર ને કોઈ પણ પ્રકાર ની આવક મર્યાદા રાખેલ નથી.

Apply Online For Small Business Shop 10 lac subsidy Loan Gujarat

Image source : Esamaj kalyan Portal

ગુજરાત સરકાર નાં Social Justice & Empowerment Department દ્વારા વિવિધ માનવ કલ્યાણ યોજના તથા અન્ય વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલ મા મુકેલ છે.જેમાં નાના ધંધા ચાલુ કરવા માંગતા SC સમાજ ના લોકો ને તેમને ધંધા માટે દુકાન કે જગ્યા લેવા માટે 10 લાખ રૂપિયા ની લોન આપવામાં આવે છે.જેના માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે.જેનાં માટે તેમની અધિકૃત વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/ દ્વારા Scheme for Small Business Owners of SC Castes to Buy a Place of Business-Shop યોજના ની અરજી કરવાની હોય છે.

સરકારી યોજનાઓ ની વધુ માહિતી માટે અમારી Telegram Channel સાથે જોડાવ

govt.schemes for scheduled caste pdf Form

આ યોજના માટે આપને ઓનલાઈન અરજી કરવાની હોય છે અને અરજી પત્રક ડાઉનલોડ કરી ને ઓફ લાઈન આપ આપના જિલ્લા ની જિલ્લા સમાજ કલ્યાણ શાખા માં જઈ ને પણ આપી શકો છો.નીચે અરજી ફોર્મ અને બાહેંધરી પત્રક ડાઉનલોડ કરવા આપેલ છે જે આપ ડાઉનલોડ કરી શકો છો.

SC Castes Small Business Owners Shop 10 lac Loan Sahay Contact Number

આ સહાય મેળવવા માટે આપને સરકાર ની અધિકૃત વેબસાઈટ પર જઈ ને તમામ માહિતી મેળવી શકાશે.

www.esamajkalyan.Gujarat.gov.in

વધુ મા આપના જિલ્લા ની સમાજ કલ્યાણ શાખા કચેરી પર જઈ ને જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી પાસે થી આ સહાય માટે આપ વધારે માહિતી મેળવી શકો છો.

Advertisements

FAQ

આ યોજના માં કેટલી લોન મળે છે ?

આ યોજના એક બેંકેબલ સહાય છે જેમાં 10 લાખ ની લોન મળે છે.

આ યોજના મા વેપારીઓ ને લોન શેના માટે મળે છે ?

આ યોજના માટે રાજ્ય નાં નાના વેપારીઓ ને તેમને જો દુકાન કે ધંધા માટે જગ્યા લેવી હોઈ તો લોન મળે છે.

નાના વેપારીઓની લોન સહાય માં કેટલી સબસિડી મળે છે ?

આ યોજના માં 15,000 હજાર રૂપિયા સુધી ની સબસિડી મળવા પાત્ર છે.

નાના વેપારીઓ માટે દુકાન/જગ્યા લેવા માટે બેંક લોન યોજના માં વ્યાજ કેટલું હોઈ છે ?

આ સહાય માં 10 લાખ રૂપિયા નું વરસે ફક્ત 4% નું સાદું વ્યાજ હોઈ છે.

વધું વાંચો

મહિલા સ્વાવલંબન યોજના

કિશાન વિકાસપત્ર યોજના

આધારકાર્ડ મોબાઇલ લિંક ચેક પ્રોસેસ

8 thoughts on “Scheme for Small Business Owners of SC Castes to Buy a Place of Business-Shop 2022 | નાના વેપારીઓ માટે દુકાન/જગ્યા લેવા માટે બેંક લોન યોજના”

Leave a Comment