પીવીસી પાઈપ લાઈન સબસીડી યોજના 2023, ઓનલાઈન અરજી, સહાય કેટલી અને પાત્રતા અને ડોક્યુમેન્ટ ની સંપૂર્ણ જાણકારી સમજો (PVC Pipe line Subsidy In ikhedut Portal 2023, benefits, Eligibility Criteria, Documents)
પ્રિય મિત્રો, ગુજરાત સરકાર ખેડુતો પ્રત્યે ખુબજ લાગણીશીલ વલણ ધરાવે છે.એટલે સરકાર દ્વારા આઇ ખેડૂત પોર્ટલ 2023 બનાવવાં આવ્યું છે.જેમાં ખેડૂતો તમને ખેતી કામ માટે ઉપયોગ મા લેવાતા તમામ સર સાધનો માટેની સરકારી યોજનાઓ ની ઓનલાઈન અરજી કરી ને તેનો સીધો લાભ મેળવી શકે છે. અને તેઓ ખેતી માં વધું ઉત્પાદન મેળવી શકે છે અને ગુજરાત માં ખેડૂતો કમાણી કરી શકે છે.
સરકાર દ્વારા ખેડૂતો માટે હાલ માં મોટા પ્રમાણ માં ખેતીવાડી ની સરકારી યોજનાઓ અમલ મા મુકેલ છે અને તેની ઓનલાઈન અરજી પ્રક્રિયા હાલ ચાલુ છે.જેમાની “પીવીસી પાઈપ લાઈન સબસીડી યોજના 2023” ની ઓનલાઈન અરજી ચાલુ છે. આ યોજના માં કેટલી સહાય આપવામાં આવે છે. ડોક્યુમેન્ટ્સ શું જોઈએ?પાત્રતા શું હોઈ છે અને અરજી કઈ રીતે કરવાની હોઈ છે તેની સંપૂર્ણ જાણકારી આજ ની યોજના માં આપવામાં આવશે.
પીવીસી પાઈપ લાઈન સબસીડી યોજના 2023, ઓનલાઈન અરજી, સહાય કેટલી અને પાત્રતા ટુંકી માહિતી
યોજના નું નામ | પીવીસી પાઈપ લાઈન સબસીડી યોજના |
સહાય | ખેતર માટે પાણી ની લાઈન ખરીદવા માટે વધુ માં વધુ 22,500 રૂપિયા ની સહાય |
રાજ્ય | ગુજરાત |
ઉદ્દેશ | ખેડૂતો ને ખેતર વાડી માં પાક ને પાણી મળી રહે તે હેતુ થી |
લાભાર્થી | પાત્રતા ધરાવતા રાજ્ય નાં તમામ ખેડૂતો |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
સંપર્ક | iKhedut Portal |
પીવીસી પાઈપ લાઈન યોજના 2023 નાં લાભ
ખેડૂતો ને તેમના વાડી ખેતરો માટે પાણી પહોંચાડવા માટે ની પાઈપ લાઈન ની ખુબજ જરૂર પડતી હોઈ છે. આ પાઈપ લાઈન માટે રાજ્ય નાં કૃષીવાડી વિભાગ દ્વારા રાજ્ય નાં પાત્રતા ધરાવતા તમામ ખેડૂતો ને પાઈન લાઈન ની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે. આ સબસીડી કેટલી હોઈ છે અને જાતિ મુજબ અલગ અલગ આપવામાં આવે છે તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ ની છે.
વધું વાંચો – બેટરી પંપ સહાય યોજના 2023,લાભ, ડોક્યુમેન્ટ, ઓનલાઈન અરજી
સામાન્ય જાતિ નાં ખેડૂતો
પાઈપ લાઈન ની ખરીદી કિંમતના 50% અથવા રૂ.15,000/- પ્રતિ લાભાર્થી બે માંથી જે ઓછુ હોય તે, HDPE પાઈપ માટે રૂ.50/- પ્રતિ મીટર , PVC પાઈપ માટે રૂ.૩૫/- પ્રતિ મીટરHDPE Laminated Woven lay flat Tubes માટે રૂ.20/- પ્રતિ મીટર પ્રતિ લાભાર્થી.
અનુસૂચિત જાતિ નાં ખેડૂતો
ખરીદ કિંમતના 75% અથવા રૂ.22,500/- પ્રતિ લાભાર્થી બે માંથી જે ઓછુ હોય તેHDPE પાઈપ માટે રૂ.૭૫/-પ્રતિ મીટર,PVC પાઈપ માટે રૂ.52.50/-પ્રતિ મીટર,HDPE Laminated Woven flat tube પાઈપ માટે રૂ.૩૦/- પ્રતિ મીટર.
અનુસૂચિત જનજાતિ ખેડૂતો
ખરીદ કિંમતના 75% અથવા રૂ.22,500/- પ્રતિ લાભાર્થી બે માંથી જે ઓછુ હોય તે, HDPE પાઈપ માટે રૂ.75/-પ્રતિ મીટર, PVC પાઈપ માટે રૂ.52.50/-પ્રતિ મીટર, HDPE Laminated Woven flat tube પાઈપ માટે રૂ.30/- પ્રતિ મીટર
પીવીસી પાઈપ લાઈન સબસીડી યોજના 2023 પાત્રતા
પીવીસી પાઇપ લાઇન યોજના માટે રાજ્ય નાં નીચે મુજબના પાત્રતા ધરાવતા ખેડૂતો ને આ યોજના નો લાભ આપવામાં આવે છે.
- સહાય માટે અરજદાર ખેડૂત હોવા જરૂરી છે.
- આ યોજના માટે અરજદાર ખેડૂત ગુજરાત રાજ્ય ના વતની હોવા જોઈએ.
- આ યોજનાં માટે અરજદાર ખેડૂત પાસે પોતાની જમીન નાં આધાર પુરાવા ધરાવતા હોવા જોઈએ.
- આદિવાસી વિસ્તાર માં વસતા ખેડૂતો અથવા જંગલ વિસ્તાર માં જમીન ધરાવતા ખેડૂતો પાસે ટ્રાઈબલ લેન્ડ વન અધિકાર પત્ર ધરાવતા હોવા જોઈએ.
- આ યોજના માટે ખેડૂત મિત્રો ફક્ત 1 વાર લાભ લઈ શકે છે.
- યોજના માટે ikhedut Portal પર Online અરજી કરવાની રહેશે.
વધું વાંચો – આઇ ખેડૂત પોર્ટલ તાડપત્રી સહાય યોજના 2023
પીવીસી પાઈપ લાઈન સબસીડી યોજના 2023 ડોક્યુમેન્ટ લીસ્ટ
આ યોજના માટે ખેડૂત મિત્રો ને નીચે મુજબ નાં આધાર પુરાવા રજૂ કરવાના હોય છે.
- ખેડૂતો નાં આધારકાર્ડ ની નકલ.
- ખેડૂતો ની જાતિ નું પ્રમાણપત્ર ( અનુસૂચિત જાતિ/જનજાતિ)
- 7/12 ઉતારા ikhedut Portal.
- ખેડૂતો નું રેશનિંગ કાર્ડ ની નકલ.
- ખેડૂત ની જમીન માં 7/12 અને 8/અ માં જો સયુંક્ત ખાતેદાર હોઈ તો અન્ય ખાતેદાર નાં સંમતિ પત્રક નકલ.
- ખેડૂત નું જો આત્મા નોંધણી ધરાવતા હોઈ તો તેની વિગતો.
- ખેડૂત જો દૂધ મંડળી માં સભ્ય હોઈ તો તેના આધાર પુરાવા.
- ખેડૂત જો સહકારી મંડળી નાં સભ્ય હોઈ તો તેના આધાર પુરાવા.
- ખેડૂત નું બેંક ખાતા ની પાસબુક ની નકલ.
પીવીસી પાઈપ લાઈન સબસીડી યોજના 2023 ઓનલાઈન અરજી પ્રોસેસ
આ યોજના માટે ખેડૂત મિત્રો એ નજીક નાં કોઈપણ કોમન સર્વિસ સેન્ટર ખાતે જઈ ને તેની નજીવી ફી ચૂકવવી ને ઓનલાઈન અરજી કરાવી શકે છે.અથવા તો ખેડૂત મિત્રો પોતે ઘરે બેઠા મોબાઈલ અથવા કોમ્પ્યુટર દ્વારા અરજી કરી શકે છે તેની સંપૂર્ણ માહિતી અહીંયા આપેલ છે.
લાભાર્થી એ “Google” માં જઈ ને ikhedut પોર્ટલ વેબસાઈટ ખોલવાની રહેશે.
જ્યાં હોમ પેગ ઉપર જ તમને “યોજનાઓ” મેનુ દેખાશે,ત્યાં ક્લિક કરવાનું રહેશે.
જ્યાં ક્લિક કર્યા બાદ તમને “ખેતીવાડી ની યોજનાઓ” ”પશુપાલન ની યોજનાઓ” ”બાગાયતી ની યોજનાઓ” ”મત્સ્ય પાલન ની યોજનાઓ”બતાવવા માં આવશે.જ્યા તમારે “ખેતીવાડી ની યોજનાઓ” પર ક્લિક કરવાનું રહેશે.
હવે “ખેતીવાડીની યોજનાઓ” ખોલ્યા બાદ તેમાં સિંચાઇ સુવિધા માટેના ઘટકોનો વિભાગ જોવા મળશે.
અહીંયા વિભાગમાં ક્રમ નંબર 2 પર આવેલી વોટર કેરીંગ પાઇપલાઈન પર ક્લિક કરવાનું રહેશે.
જેમાં “વોટર કેરીંગ પાઇપલાઈન” યોજનામાં “અરજી કરો” તેના પર ક્લિક કરી નવું પેજ ખોલવાનું રહેશે. હવે તમારે સામે એક નવું પેજ ખુલીને આવશે.
જો તમે iKhedut પોર્ટલ પર પહેલા રજીસ્ટર કરેલું હોય તો “હા” સિલેક્ટ કરવાનું રહેશે અને રજીસ્ટેશન નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
હવે ફરી તમારી સામે એક નવુ પેજ ખુલશે.જ્યાં તમારે ઓનલાઇન અરજી ફોર્મ ખુલી જશે જ્યાં તમારા માગ્યા મુજબની સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે.
આ તમામ માહિતી ભર્યા બાદ તમારે તમારી અરજીને ઓનલાઈન સેવ કરવાની રહેશે. આ ઓનલાઇન અરજી કર્યા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં. અરજીની પ્રિન્ટ કાઢીને પોતાની પાસે રાખવાની રહેશે.
વધું વાંચો- આઇ ખેડૂત પોર્ટલ યોજના 2023 24 માટે 07/08/2023 નાં રોજ નવી યોજનાઓ જાહેર
પીવીસી પાઈપ લાઈન સબસીડી યોજના 2023 છેલ્લી તારીખ
યોજના માટે ખેડૂતો એ ikhedut Portal પર જઈ ને ઓનલાઈન અરજી કરવાની હોઈ છે. આ યોજના માટે ની ફોર્મ ikhedut portal પર તારીખ 07/08/2023 થી ઓનલાઈન ભરવાના ચાલુ થઈ ગયેલ છે અને તેની છેલ્લી તારીખ 06/09/2023 છે.
વોટર કેરીંગ પાઇપલાઈન યોજના સ્ટેટ્સ ચેક કરો
આ યોજના માં ખેડૂતો જાતે જ ikhedut Portal પર જઈ ને પોતાની અરજી નું સ્ટેટસ ચેક કરી શકે છે.અને જો તેમને પોતાની અરજી ની પ્રિન્ટ કાઢવી હોઈ તો પણ કાઢી શકે છે. જેની લિંક અહીંયા આપેલ છે. અહીંયા ક્લિક કરો
PVC Pipeline Yojana 2023 હેલ્પલાઇન
આ યોજના માટે તમારે વધુ માહિતી મેળવવી હોય તો તાલુકા મામલતદાર કચેરી અથવા જિલ્લા ખેતીવાડી અધિકારી ની કચેરી અથવા તો iKhedut Portal પર જઈ ને વધુ માહિતી મેળવી શકાય છે.
વધું વાંચો- પીએમ કિસાન યોજના નો 14મો હપ્તો થયો જાહેર,અહીંયા થી ચેક કરો તમારું નામ
Sarkari Yojana Gujarat Whatsapp Group Link
જો તમારે યોજના સંબંધિત કે અન્ય સરકારી માહિતી વધુ મેળવવી હોય તો આપ અમારા વ્હોટસએપ ગ્રૂપ અને ટેલીગ્રામ ચેનલ સાથે જોડાઈ શકો છો.
iKhedut Portal 👉 | અહીંયા ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો👉 | અહીંયા ક્લિક કરો |
હોમ પેજ 👉 | અહીંયા ક્લિક કરો |
અન્ય મહત્વ ની યોજનાઓ –
પશુપાલન માટે લોન યોજના 2023,અરજી, ડોક્યુમેન્ટ અને સહાય
આઇ ખેડૂત પોર્ટલ બાગાયતી યોજના લીસ્ટ 2023
ટ્રેક્ટર સહાય યોજના 2023, ઓનલાઈન અરજી,પાત્રતા અને ડોક્યુમન્ટ
“FAQ”
પીવીસી પાઈપ લાઈન સબસીડી યોજના કોના માટે ની યોજના છે?
પીવીસી પાઈપ લાઈન સબસીડી યોજના એ ગુજરાત રાજ્ય નાં પાત્રતા ધરાવતા નાના અને સીમાંત ખેડૂતો માટે ની યોજના છે.
પીવીસી પાઈપ લાઈન સબસીડી યોજના માં કેટલી સહાય આપવામાં આવે છે?
પીવીસી પાઈપ લાઈન સબસીડી યોજના માં પાઈપ લાઈન ની ખરીદી પર વધુ માં વધુ 22,500 રૂપિયા ની સહાય આપવામાં આવે છે.
પીવીસી પાઈપ લાઈન સબસીડી યોજના માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
પીવીસી પાઈપ લાઈન સબસીડી યોજના માટે તારીખ 07/08/2023 થી ઓનલાઈન ભરવાના ચાલુ થઈ ગયેલ છે અને તેની છેલ્લી તારીખ 06/09/2023 છે.
પીવીસી પાઈપ લાઈન સબસીડી યોજના ની અરજી ક્યાં કરવાની હોય છે?
પીવીસી પાઈપ લાઈન સબસીડી યોજના માટે iKhedut પોર્ટલ પર જઈ ને ઓનલાઈન અરજી કરવાની હોય છે.
પીવીસી પાઈપ લાઈન સબસીડી યોજના નો લાભ કઈ કઈ જાતિ નાં ખેડૂતો ને મળે છે?
પીવીસી પાઈપ લાઈન સબસીડી યોજના એ સામાન્ય જાતિ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ના નાના અને સીમાંત ખેડુત ને મે છે