સાયબર ક્રાઈમ જન જાગૃતિ અભિયાન ગુજરાત, ટોલ ફ્રી નંબર, અધિકૃત વેબસાઈટ, કેસ નોંધણી,કેસ નોંધણી નંબર,હેલ્પલાઈન નંબર, ક્રાઈમ બ્રાન્ચ હેલ્પ લાઈન નંબર (Cyber Surksha Kavach Gujarat, Cyber Help line Number,Official Website,Crime Help Number)
જેમ ટેકનોલોજી નો વિકાસ થઈ રહ્યું છે તેમ ઓનલાઈન ફ્રોડ સાયબર ક્રાઇમ નાં ગુનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ સાઇબર ક્રાઇમ ના વધતા કેસોના કારણે ઘણા પરિવારો હેરાન પરેશાન થઈ ગયેલ છે. માટે જ ગુજરાત રાજ્ય નાં પોલીસ વિભાગ દ્વારા હવે સાયબર ક્રાઇમ બાબતે વધુને વધુ કડક પગલાં લેવા જઈ રહ્યા છે.
ગુજરાત રાજ્ય મા વધતા સાયબર ક્રાઇમ કેસો માટે રાજ્ય સરકારે એક નવો અભિયાન ચાલુ કરેલ છે સાયબર ક્રાઈમ જન જાગૃતિ અભિયાન અંતર્ગત લોકોને ક્રાઈમ કેસો વિશે જાગૃત કરવામાં આવશે.
આજની આ પોસ્ટ દ્વારા આપણે સમજીશું કે સાયબર ક્રાઇમ કઈ કઈ રીતે થાય છે અને કઈ રીતે તેનાથી બચી શકાય છે તો ચાલો આ સંપૂર્ણ માહિતી વિશે માહિતગાર થઈએ.
સાયબર ક્રાઈમ જન જાગૃતિ અભિયાન ગુજરાત
પોસ્ટ નું નામ | સાયબર ક્રાઈમ જન જાગૃતિ અભિયાન ગુજરાત |
સહાય | – |
રાજ્ય | ગુજરાત |
ઉદ્દેશ | લોકો સાયબર ક્રાઇમ નાં ભોગ બને છે તે ગુનાઓ અટકાવવા માટે |
લાભાર્થી | તમામ લોકો |
અરજી નો પ્રકાર | – |
સંપર્ક | નજીક ના પોલિસ સ્ટેશન પર સાઈબર ક્રાઈમ ઓફીસિયલ વેબસાઈટ પર |
સાયબર ક્રાઈમ જન જાગૃતિ અભિયાન હેતુ
સાઇબર ક્રાઇમ જન જાગૃતિ અભિયાન દ્વારા ગુજરાત રાજ્યના લોકો સાથે જે સાયબર ક્રાઇમની ઘટનાઓ ઘટે છે. એટલે કે ઓનલાઈન ફ્રોડ શા કારણે થાય છે. અને આવા ક્રાઈમ થી કઈ રીતે લોકો બચી શકે કઈ રીતે સાવધાની રાખી શકે તે અંગેની તમામ જાગૃતિ માટે આ અભિયાન ગુજરાત રાજ્ય પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવેલ છે.
અન્ય વાંચો- ગુજરાત પોલીસ સિટીઝન ફર્સ્ટ એપ 2023-24
સાયબર ક્રાઈમ જન જાગૃતિ અભિયાન થી થતા લાભ
સાયબર ક્રાઈમ જન જાગૃતિ અભિયાન દ્વારા લોકો સાયબર ક્રાઈમથી સાવધ થઈ શકશે. અને લોકો હની ટ્રેપ, ઓનલાઈન ફ્રોડ, વોટ્સઅપ ન્યુડ વિડીયો કોલ જેવાં તમામ ક્રાઈમ થી બચી શકશે. જેંથી લોકો નાં પૈસા અને જીંદગી બચાવી શકાય છે.
સાયબર ક્રાઈમ જન જાગૃતિ અભિયાન ગુજરાત 2023
સાયબર ક્રાઇમ જનજાગૃતિ અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્યના લોકોને કઈ રીતે સાવધાની રાખવી. શું શું બાબતો ધ્યાનમાં રાખવી. ઓનલાઇન ફ્રોડિંગ થી કઈ રીતે બચી શકાય. અલગ અલગ નકલી સ્કેમ થી કઈ રીતે બચી શકાય. વગેરે જેવી તમામ માહિતી નીચે સ્ટેપ બાય સ્ટેપ આપેલી છે.
વ્હોટ્સએપ ન્યૂડ વિડિયો કોલ થી સાવધાન રહો
આપને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર અજાણી યુવતીઓની ફ્રેન્ડ્સ રિક્વેસ્ટ ભારે પડી શકે છે. જેમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરે મેસેન્જર મા કે વ્હોટ્સએપ દ્વારા આપને ન્યુડ વિડિયો કોલ કરવામાં આવે છે જે વિડિયો કોલ ક્યારેય કરવું ન જોઈએ.
જો આપ એવા ન્યૂડ વિડિયો કોલ માં ફસાઈ ગયા છો કે તેનો ભોગ બનેલ છો તો આપ તાત્કાલિક સરકાર ની અધિકૃત વેબસાઈટ www.stopncii.org પર જઈ ને તમારો કેસ ઓનલાઈન નોંધાવો અને ત્યાં થી આપ તમારો વિકૃત કે ન્યૂડ ફોટો, વિડિયો ને દુર કરવી શકો છો.
અન્ય વાંચો- ચૂંટણી કાર્ડ માટે ઓનલાઈન અરજી કરો
ઇન્સ્ટન્ટ લોન એપ નાં સાયબર ક્રાઈમ થી સાવધાન રહો
સાયબર ક્રાઇમ વાળા ગુનેગારો ઇન્સ્ટન્ટ લોન આપવાની ખોટી લાલચ આપી ને લોકો ને તેમની સાયબર જાળ માં ફસાવતા હોઈ છે.અને છેતરતા હોઈ છે.
સાયબર ગુનેગારો એવા ખોટી લોન એપ દ્વારા લોન ની લાલચ આપી ને આપને વ્યક્તિગત કે એકાઉન્ટ ની વિગતો મેળવી ને છેતરપિંડી કરતા હોઈ છે.
KBC લોટરી ફ્રોડ થી સાવધાન રહો
KBC લોટરી ફોર્ડ વાળી છેતરપિંડી માં ગુનેગારો દ્વ્રારા લોકો ને વ્હોટ્સએપ ઉપર મેસેજ કરી ને એવો દાવો કરવામાં આવે છે કે, તેઓ નો મોબાઈલ નંબર “કૌન બનેગા કરોડપતિ” તરફ થી અમુક લાખો રૂપિયા ની લોટરી લાગી છે.
આવો મેસેજ આવે એટલે તે એક પ્રકાર નો ફ્રોડ મેસેજ હોઈ છે. આવી રીતે આપ “કૌન બનેગા કરોડપતિ ઈનામ જીત્યા છો” તે માહિતી આપતા કોઈપણ મેસેજ ઉપર વિશ્વાસ કરવો નહિ.
અન્ય વાંચો- ઈપીએફ પાસબુક ડાઉનલોડ કરવાની સરળ રીત જાણો
વીજ કંપની નાં નામે થતાફ્રોડ થી સાવધાન રહો
વીજ કંપની તરફ થી આપે વીજ બિલ ભરેલ નથી તેના લીધે “તમારું વીજ કનેક્શન કપાઈ જશે” એવા ખોટા મેસેજ આવે છે.
જો આપને આવા ખોટા મેસેજ આવે તો આ એક પ્રકારનું સાયબર ક્રાઇમ હોઈ શકે છે. જો આવું બને તો આપ તાત્કાલિક આપ સાયબર ક્રાઇમ નાં હેલ્પ લાઈન નંબર નો સંપર્ક કરવાનો રહેશે.
સ્ક્રીન શેરીંગ એપ થી થતા સાયબર ક્રાઈમ ફ્રોડ થી સાવધાન રહો
રિમોટ એક્સેસ એપ્લિકેશન જેવી કે, એનીડેસ્ક, ટીમ રીમુવર એપ આવા SMS ફોરવર્ડર ની મદદ થી સાયબર ગુનેગારો તમારી ગોપનીય તમામ વિગતો મેળવી ને તમારા વતી નાણાકીય વ્યવહારો કરી ને છેતરપિંડી કરતા હોઈ છે.
આ પણ વાંચો – ગુજરાતમાં જન્મ/મરણ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરો
ડુપ્લીકેટ સોશીયલ મીડીયા એકાઉન્ટ ફ્રોડ થી સાવધાન રહો
સોશિયલ મીડિયા એકાઉન્ટ જેવા કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવા નેટવર્ક માં લોકો પોતાની સોશીયલ એકાઉન્ટ પ્રાઈવેટ ન રાખવાને કારણે સાયબર ક્રાઇમ નાં ગુનેગારો જેતે વ્યક્તિઓનાં નામ નું ફેક સોશીયલ મીડીયા એકાઉન્ટ બનાવી ને તેઓ તમારા સગા વહાલા, સબંધી, મિત્ર વર્તુળ ને મેસેજ કરી ને પૈસા ની ખોટી માંગણી કરવામાંઆવે છે.
ઘરે બેઠા જોબ વર્ક નાં નામે ફ્રોડ
આવા માં ગુનેગારો ઘરે બેઠા કામ કરવાની લાલચ આપી ને અલગ અલગ પ્રકારે ફી ભરવાની છે. આવુ કરી ને લોકો પાસે થી પૈસા પડાવી ને ફ્રોડ કરે છે.
અન્ય વાંચો – જાણો મતદાર ID ને આધાર કાર્ડ સાથે કેવી રીતે કરવું લિંક
સાયબર ક્રાઈમ જન જાગૃતિ અભિયાન ગુજરાત અન્ય જરૂરી મુદ્દાઓ
માનવામાં આવતી મફત ગિફ્ટ અથવા તો મફત માં મેળવવા માટે નોંધણી કરવી અથવા તો કોઈપણ પ્રકારનું શિપિંગ શુલ્ક ચુકવવું નહિ. આ તમારી ચુકવણી ની માહિતી મેળવવા માટેની એક સાયબર ચાલ છે.
અજાણ્યા કોલર્સને તમારા બેન્ક એકાઉન્ટ નંબર કે ક્રેડિટ કાર્ડ નંબર જેવા વ્યક્તિગત અથવા તો નાણાકીય ડેટા કોઈ દિવસ આપશો નહીં. જો તે લોકો કહે કે તેમની પાસે માહિતી છે. તો તમારે માત્ર માહિતીની પુષ્ટિ કરવાની છે. તો આ તમને પસવા માટેની એક સાયબર ચાલ છે.
Google પર ક્યારે ગુગલ પે, ફોન પે, પેટીએમ કે અન્ય કોઈપણ લેવડદેવડ ની એપ્લિકેશન ના કસ્ટમર કેર નંબર સર્ચ કરવા નહીં. કારણ કે જે તે એપ્લિકેશનમાં તેનું કસ્ટમર કેર નંબર દર્શાવેલ હોય જ છે.
સોશિયલ મીડિયા એકાઉન્ટ જેવા કે, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ઈમેઈલ જેવા એકાઉન્ટ સેટિંગ અને પાસવર્ડ સિક્યુરિટી ખુબ જ સ્ટ્રોંગ રાખવા.
અન્ય વાંચો- મોબાઈલથી આ રીતે જાણો તમારું પાન કાર્ડ આધાર સાથે લિંક છે કે નહી
સાયબર ક્રાઈમ થી બચવા માટે યાદ રાખવાનાં પગલાંઓ
- કોઈપણ બેંક મેનેજર કે બેન્કનો સ્ટાફ એટીએમ બંધ થવા સંબંધે ક્યારેય ગ્રાહકોને ફોન કરતા નથી.
- કોઈપણ બેંક કે એટીએમ સંબંધિત અજાણ્યા ફોન આવે ત્યારે કોઈને બેંકની વિગતો, એટીએમ ની વિગતો, ક્રેડિટ કાર્ડ ની વિગતો કે ઓટીપી નંબર આપવો નહીં.
- એટીએમ મશીનમાં એટીએમ કાર્ડ દાખલ કરો છો તે સ્લોટ ડુપ્લીકેટ લગાવેલ છે કે નહીં તે જરૂરથી ચેક કરી લેવું. તેમજ અન્ય વ્યક્તિગત પાસવર્ડ જુએ છે કે નહીં તે માટે એટીએમ રૂમમાં અન્ય કોઈ વ્યક્તિને પ્રવેશ થવા દેવા નહીં.
- મોબાઈલ ઇનબોક્સમાં પૈસા જમા કે કપાસનો કોઈ ફ્રોડ મેસેજ આવે તો આપની બેંક સિવાય ક્યાંય ખરાઈ કરવા જવું નહીં.
- અજાણ્યા કોલર્સ સાથે આધાર કાર્ડ અપડેટ કે મોબાઈલ સીમકાર્ડ વેરિફિકેશન કરવાના બહાને કોઈપણ પ્રકારની અંગત માહિતી શેર કરવી નહીં.
- ઓછા વ્યાજ દર ની લોન કે લોભામણી લોન જાહેરાત માટે ક્યારેય કોઈ લિંકમાં પર્સનલ માહિતી સબમીટ કરવી નહીં.
- નોકરી અપાવવાની જાહેરાત માટે કોઈ પણ વેબસાઈટમાં બાયોડેટા કે બેંકની વિગતો સબમીટ કરવી નહીં.
- Olx જેવી વેબસાઈટમાં ઓનલાઇન વાહન ખરીદી જેવા કિસ્સાઓમાં આર્મીમેન તરીકેની ઓળખ આપી ફ્રોડ કરવાનું ક્રાઈમ ને જોર પકડ્યું છે ત્યારે ઓનલાઇન પેમેન્ટ કરવું નહીં.
- મોબાઈલ ટાવર ઇન્સ્ટોલેશનના બહાને ફેક લેટરપેડ મોકલી ખોટી લાલચ આપતી ટોળકીઓથી સાવધાન રહો.
- Whatsapp ના કોઈપણ અજાણ્યા નંબરો વાળા ગ્રુપમાં એડ થવું નહીં.
- સોશિયલ મીડિયા એકાઉન્ટ જેવા કે whatsapp કે facebook માં પોતાની પર્સનલ માહિતી કે પરિવારના પર્સનલ ફોટો અપલોડ કરવા નહીં.
- અ વિશ્વસની એપ્લિકેશન કે વેબસાઈટ ઉપરથી ઓનલાઈન વસ્તુઓ મંગાવતા સમયે ગ્રાહક પાસેથી ઓટીપી માંગી ફ્રોડ કરવામાં આવે છે. આ ઉપરાંત આવી વેબસાઈટ ઉપરથી મંગાવેલી ચીજ વસ્તુઓ રિટર્ન કરતી વખતે મોટા પ્રમાણમાં ફ્રોડ થાય છે.
- હોટલ ધર્મશાળા,ફ્લાઇટ,ટ્રેન, બસમાં ઓનલાઈન બુકિંગ કરતી વખતે ફેક વેબસાઈટ નથી તેની ચકાસણી ખરાઈ હંમેશા કરવી.
- જાહેર સ્થળો પર અજાણ્યા યુએસબી પોર્ટમાં મોબાઈલ ચાર્જમાં કદી મૂકવો નહીં.
અન્ય વાંચો- ઈ કુટીર પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાની પ્રોસેસ
સાયબર ક્રાઇમ બાબતે જરૂરી અન્ય મુદ્દાઓ
બાળકોના અશ્લીલ ફોટોગ્રાફી કે વિડીયો શેર કરવાવાળા કે કરાવવા વાળા કે જોવા વાળા તે ચાઈલ્ડ પોર્નોગ્રાફી અંતર્ગત કાનૂની અપરાધ છે. જેમાં પાંચ વર્ષ સુધીની સખત કેદ અને દસ લાખ રૂપિયા નો દંડ થઈ શકે છે.
સોશિયલ મીડિયા ઉપર કોઈપણ પ્રકારની વાંધાજનક પોસ્ટ ધર્મ કે જાતિ વિરુદ્ધ ની પોસ્ટ અંગેની માહિતી હવે ગુજરાત સાયબર ક્રાઈમ સેલના whatsapp નંબર “6359627142” પર આપ મોકલી શકો છો સ્ટેટ ક્રાઈમ સેલ દ્વારા સોશિયલ મીડિયા પર સતત નજર રાખવામાં આવે છે અને આવું કરનાર પર સખત કાર્યવાહી કરવામાં આવે છે.
સાયબર ક્રાઈમ જન જાગૃતિ અભિયાન ગુજરાત હેલ્પલાઈન નંબર
આપની સાથે કોઈપણ પ્રકારના ઓનલાઈન ફ્રોડ કે ક્રાઈમ થાય તો તુરંત આપ નીચે આપેલ હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરીને આપની ઓનલાઇન કેસની નોંધણી કરાવી શકો છો.
હેલ્પલાઈન નંબર- 1930 / 079-23250798
અહીંયા આપવામાં આવેલી માહિતી ફક્ત લોકોના માર્ગદર્શન માટે આપવામાં આવે છે જો આપને વધુ માહિતી મેળવી હોય તો શાખા તો કચેરીની અધિકૃત સરકારી વેબસાઈટ પર જઈને માહિતી લઈ શકો છો.
જો આપને સરકારી યોજનાઓની વધુ માહિતી મેળવવી હોઈ અને અરજી ફોર્મ અરજી પરિપત્રો વગેરે જેવી માહિતી મેળવી હોય તો આપ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ શકો છો.
સાયબર ક્રાઇમ બ્રાન્ચ ઓફીસિયલ વેબસાઈટ | અહિયાં ક્લિક કરો |
ફ્રોડ મોબાઈલ નંબર ચેક કરો | અહીંયા ક્લિક કરો |
ફ્રોડ બેન્ક એકાઉન્ટ ચેક કરો | અહીંયા ક્લિક કરો |
સાયબર ફ્રોડ ચેક કરો | અહીંયા ક્લિક કરો |
હોમ પેજ | અહિયાં ક્લિક કરો |
અન્ય વાંચો
ડ્રાઇવિંગ લાઇસન્સ ની પરીક્ષા જાણો સંપૂર્ણ માહિતી અહીંયા
GeM પોર્ટલ પર નોંધણી કરવાની પ્રક્રિયા
ખોટા બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા ? મુંજાય વગર આ કામ કરો
“FAQ”
સાયબર ક્રાઈમ જન જાગૃતિ અભિયાન ગુજરાત ક્યાં રાજ્ય મા ચાલુ કરવામાં આવેલ છે?
સાયબર ક્રાઈમ જન જાગૃતિ અભિયાન ગુજરાત રાજ્ય માં ચાલુ કરવામાં આવેલ છે.
વ્હોટ્સ એપ ન્યૂડ વિડિયો કોલ માં ફસાઈ ગયા હોઈ તો ફરિયાદ માટે ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?
વ્હોટ્સ એપ ન્યૂડ વિડિયો કોલ માટે ની વેબસાઈટ www.stopncii.org
સોશિયલ મીડિયા ઉપર કોઈપણ પ્રકારની વાંધાજનક પોસ્ટ ધર્મ કે જાતિ વિરુદ્ધ ની પોસ્ટ અંગેની માહિતી કયા નંબર પર મોકલવાની હોઈ છે?
સોશિયલ મીડિયા ઉપર કોઈપણ પ્રકારની વાંધાજનક પોસ્ટ ધર્મ કે જાતિ વિરુદ્ધ ની પોસ્ટ અંગેની માહિતી 6359627142 નંબર પર મોકલવાની હોઈ છે.
સાયબર ક્રાઈમ ગુજરાત માટે નો હેલ્પલાઈન નંબર શું છે?
સાયબર ક્રાઇમ ગુજરાત રાજ્ય માટે નો હેલ્પલાઇન નંબર 1930 / 079-23250798 છે.