આધાર કાર્ડ માં નામ જન્મ તારીખ એડ્રેસ સુધારો ઘરે બેઠા અને સાથે આધારકાર્ડ ની પ્રિન્ટ પણ મેળવો,આધારકાર્ડ ઓનલાઈન સુધારો કરો સાવ સરળ રીતે (Aadhaar Card Update Online 2023,Name And Birthday Date, Address etc Update In My Aadhar Portal)
પ્રિય વાચક મિત્રો અત્યારના સમય પ્રમાણે રેશીનિંગ કાર્ડ,ચૂંટણીકાર્ડ,આધારકાર્ડ આવા અલગ અલગ ડોક્યુમે્ટ ની જરૂર હમેશા પડતી જ હોઈ છે. જે ખુબજ જરૂરી છે. અને આવા ડોક્યુમેન્ટ્સ એટલે કે આધારકાર્ડ માં જો આપને કોઈપણ પ્રકાર ની ભૂલ થઈ હોઈ તો આપ તેમાં સુધારો કરવા માંગતા હોય તો આજે એ વાત નું સમાધાન થઈ જશે.
આજે આપડે આધારકાર્ડ માં ઓનલાઈન સુધારો કઈ રીતે કરી શકીશું અને એ પણ ઘરે બેઠા બેઠા.તો ચાલો જાણીએ આ આર્ટિકલ વિશે ની સંપૂર્ણ જાણકારી.
આધાર કાર્ડ માં નામ જન્મ તારીખ એડ્રેસ સુધારો ઘરે બેઠા
યોજના નું નામ | આધાર કાર્ડ ઓનલાઈન અપડેટ કરવા માટે |
સહાય | —- |
રાજ્ય | દેશ નાં તમામ રાજ્યો |
ઉદ્દેશ | નાગરિકો ઘરે બેઠા પોતાના મોબાઈલ ફોન દ્વારા આધારકાર્ડ માં નામ, સરનામું જેવી વિગતો માં ફેરફાર કરી શકે . |
લાભાર્થી | દેશ નાં તમામ નાગરિકો |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
સંપર્ક | આધારકાર્ડ ની વેબસાઈટ |
આધારકાર્ડ માં ઘરે બેઠા અમુક વિગતો સુધારો
પહેલા આધાર કાર્ડમાં કોઈપણ વસ્તુ સુધારવી હોય તો આધાર કેન્દ્રો અથવા તો મામલતદાર કચેરી ખાતેના કેન્દ્રો પર જઈને આધાર કાર્ડ માં સુધારા વધારા શક્ય બનતા હતા. જેનાથી લોકોને ઘણી જ મુશ્કેલી પડતી હતી કારણ કે પોતાનો સમય કાઢીને ત્યાં જવું લાઇનમાં ઊભા રહેવું તમામ વસ્તુ કરવી એ બહુ પોષાય તેવુ ન હતું. પરંતુ આધાર કાર્ડમાં અમુક વિગતો જેવી કે નામ, સરનામું, જન્મ તારીખ વેગેરે જેવી વિગતો આપ પોતાના ઘરે બેઠા બેઠા મોબાઈલ દ્વારા સુધારી શકો છો.
તો ચાલો પ્રિય વાસચક મિત્રો આ સુધારા વધારા તમે કઈ રીતે કરશો તે વિશે સમજૂતી મેળવીએ. જેથી તમે પણ તમારા આધાર કાર્ડ માં સુધારા કરી શકો છો.
વઘુવાંચો – ચૂંટણી કાર્ડ માટે ઓનલાઈન અરજી કરો
આધારકાર્ડ માં નામ સુધારો ઘરે બેઠા
પ્રિય વાચક મિત્રો તમે તમારા આધાર કાર્ડમાં ઘણી વખત આપણે સુધારા કરવાની જરૂર પડતી હોય છે જેના માટે આપણે આધાર સુધારા કેન્દ્ર અથવા તો મામલતદાર કચેરી એ જઈને સુધારા કરવા પડે છે. પણ આધાર કાર્ડ માં તમે હવે ઘરે બેઠા બેઠા પણ સુધારા વધારા કરી શકો છો. હવે આપણે વિગતવાર વાંચવાના છીએ.
આધારકાર્ડ માં નામ સુધારવા માટે
ઘણા લોકોને તેમના આધાર કાર્ડમાં નામમાં ભૂલ થઈ ગઈ હોય છે. નામમાં ભૂલ થઈ ગયેલ હોય તો તમે તેને ઘરે બેઠા આધાર ની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને પણ સુધારો કરી શકો છો જેની માહિતી નીચે મુજબની હોય છે.
વધું વાંચો- ઈ પીએફ પાસબુક ડાઉનલોડ કરવાની સરળ રીત જાણો
આધારકાર્ડ માં નામ સુધારવા માટે ડોક્યુમેન્ટ્સ
- ઉમેદવાર ચૂંટણી કાર્ડ
- ભારતનો પાસપોર્ટ
- રેશનીંગ કાર્ડ
- ડ્રાઇવિંગ લાઇસન્સ
- કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવેલ ECHS/CGHS/ESIC/ મેડીક્લેમ વાળા ફોટા આઈડી કાર્ડ
- વીજળી બિલ
- વિકલાંગ કાર્ડ
- PUS દ્વારા આપવામાં આવેલ સરકારી ઓળખ કાર્ડ
- પેન્શનર કાર્ડ
- કિસાન ઓળખકાર્ડ
- સ્વાતંત્ર્ય સેનાની કાર્ડ
- પ્રોપર્ટી કાર્ડ
- રહેણાંક અંગે નો આધાર
- વિમા પોલીસ
આધારકાર્ડ માં નામ સુધારવા માટે ની પ્રોસેસ
સૌ પ્રથમ આધાર કાર્ડ ની ઓફિસિયલ વેબસાઈટ પર જાવ https://myaadhaar.uidai.gov.in આપને લોગીન મેનુ દેખાશે તેના પર ક્લિક કરીને લોગીન થવાનું રહેશે.
જ્યાં આપને તમારો આધાર કાર્ડ નંબર અને કેપ્ચા ફિલ કરીને કરશો એટલે ઓટીપી બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
એટલે તમારા આધાર કાર્ડ જોડે જે મોબાઈલ લિંક હશે તે મોબાઈલ નંબર ઉપર એક છ આંકડાનો ઓટીપી જશે. આંકડા નું ઓટીપી લોગીન માં દાખલ કરીને લોગીન થવાનું રહેશે.
જા હવે ” Update Aadhaar Online” મેનુ ઉપર ક્લિક કરવાનું રહેશે. જ્યાં ક્લિક કર્યા બાદ તમને તમારા આધાર કાર્ડ માં કઈ કઈ જગ્યાએ સુધારા કરવા છે તેની વિગતો બતાવવામાં આવશે.
એટલે હવે તમારે આધાર કાર્ડમાં જે વિગતોમાં ફેરફાર કે સુધારો કરવો હોય તે વિગતો પર ક્લિક કરવાનું રહેશે.
ઓપ્શન સિલેક્ટ કર્યા પછી Process to Update Aadhaar બટન પર ક્લિક કરવું પડશે.
હવે તમે જે વિગતોને સુધારો કર્યો છે તે વિગતો નું પ્રૂફ માટે તમારે કોઈપણ ડોક્યુમેન્ટ ઓનલાઇન અપલોડ કરવાનું રહેશે.
હવે તમારું ફોર્મ સબમીટ કરવા માટે સબમિટ બટન ઉપર ક્લિક કરો. એટલે તમારું થઈ ગયું.
વધું વાંચો- જાણો મતદાર ID ને આધાર કાર્ડ સાથે કેવી રીતે કરવું લિંક
આધારકાર્ડ માં સરનામું બદલવા માટે
આધારકાર્ડમાં જો આપને સરનામું બદલાવવું હોય તો ઉપર જણાવેલ તમામ ડોક્યુમેન્ટ માંથી કોઈ પણ ડોક્યુમેન્ટ ઓનલાઇન અપલોડ કરવાનું હોય છે.
અને વધુ માં ઉપર આપેલ પ્રોસેસ મુજબ આધાર કાર્ડમાં ઓનલાઇન તમે નામ અથવા સરનામું સુધારી શકો છો જેની પ્રક્રિયા ઉપર દર્શાવેલ છે.
આધારકાર્ડ માં જન્મ તારીખ સુધારવા માટે
- જન્મ તારીખ નો દાખલો
- પાસપોર્ટ
- પાનકાર્ડ
- શાળા છોડ્યા નું પ્રમાણપત્ર
- સરકારી યુનિવર્સિટી અથવા તો બોર્ડ દ્વારા આપવામાં આવેલ માર્કશીટ
વધું વાંચો – ગુજરાતમાં જન્મ/મરણ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરો
આધારકાર્ડ માં જન્મ તારીખ સુધારવા માટે ની પ્રોસેસ
સૌ પ્રથમ આધાર કાર્ડ ની ઓફિસિયલ વેબસાઈટ પર જાવ https://myaadhaar.uidai.gov.in આપને લોગીન થવા માટે તમારો આધાર કાર્ડ નંબર અને કેપ્ચા ફિલ કરીને કરશો એટલે ઓટીપી બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
એટલે તમારા આધાર કાર્ડ જોડે જે મોબાઈલ લિંક હશે તે મોબાઈલ નંબર ઉપર એક 6 આંકડાનો ઓટીપી જશે. આંકડા નું ઓટીપી લોગીન માં દાખલ કરીને લોગીન થવાનું રહેશે.
હવે ” Update Aadhaar Online” મેનુ ઉપર ક્લિક કરવાનું રહેશે. જ્યાં ક્લિક કર્યા બાદ તમને તમારા આધાર કાર્ડ માં કઈ કઈ જગ્યાએ સુધારા કરવા છે તેની વિગતો બતાવવામાં આવશે.
એટલે તમારે જોવો જન્મ તારીખ સુધારી હોય તો જન્મતારીખ વાળા એનું પર ક્લિક કરવાનું રહેશે
એ ઓપ્શન સિલેક્ટ કર્યા પછી Process to Update Aadhaar બટન પર ક્લિક કરવું પડશે.
હવે તમે જે વિગતોને સુધારો કર્યો છે તે વિગતો નું પ્રૂફ માટે તમારે કોઈપણ ડોક્યુમેન્ટ ઓનલાઇન અપલોડ કરવાનું રહેશે.
વધું વાંચો- મોબાઈલથી આ રીતે જાણો તમારું પાન કાર્ડ આધાર સાથે લિંક છે કે નહી
આધારકાર્ડ નામ સરનામું બદલવા માટે હેલ્પલાઈન નંબર
આધાર કાર્ડ બાબતે અન્ય કોઈ માહિતી મેળવી હોય તો આ હેલ્પલાઇન નંબર પર “1947” પર કોલ કરીને મેળવી શકો છો.
જો આપને સરકારી યોજનાઓની વધુ માહિતી મેળવવી હોઈ અને અરજી ફોર્મ અરજી પરિપત્રો વગેરે જેવી માહિતી મેળવી હોય તો આપ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ શકો છો.
આધાર કાર્ડ ઓફિસિયલ વેબસાઈટ | અહિયાં ક્લિક કરો |
My Aadhar Portal માટે | અહિયાં ક્લિક કરો |
લોગીન માટે | અહીંયા ક્લિક કરો |
હોમ પેજ | અહિયાં ક્લિક કરો |
વધું વાંચો:-
સાયબર ક્રાઈમ જન જાગૃતિ અભિયાન ગુજરાત
ડ્રાઇવિંગ લાઇસન્સ ની પરીક્ષા જાણો સંપૂર્ણ માહિતી અહીંયા
ખોટા બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા ? મુંજાય વગર આ કામ કરો
“FAQ”
આધાર કાર્ડ માં શું શું વીગતો ઘરે બેઠા બેઠા સુધારી શકાય છે?
આધાર કાર્ડ માં નામ,સરનામું જન્મ તારીખ વગેરે વિગતો ઘરે બેઠા બેઠા સુધારી શકાય છે.
આધારકાર્ડ માટે ની ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?
આધારકાર્ડ માટે ની ઓફિસિયાલ વેબસાઈટ https://myaadhaar.uidai.gov.in છે
આધારકાર્ડ માટે નો ટોલ ફ્રી નંબર શું છે?
આધારકાર્ડ માટે નો ટોલ ફ્રી નંબર 1947 છે.
આધારકાર્ડ માટે હવે કોઈપણ કચેરી પર જવું જરૂરી છે ?
નાં. આધારકાર્ડ અપડેટ્સ માટે કોઈપણ કચેરી પર જવું જરૂરી નથી.