Advertisements

નિક્ષય પોષણ યોજના 2023, નોંધણી (Nikshay Poshan Yojana In Gujarati)

Advertisements

નિક્ષય પોષણ યોજના 2023, નોંધણી (Nikshay Poshan Yojana In Gujarati) , લાભાર્થી, ડોક્યુમન્ટ, અરજી ફોર્મ, છેલ્લી તારીખ | (Check Status, Beneficiary, Registration, Objective, Beneficiary, Login, Start Date, Scheme)

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આપણે માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ દ્વારા ભારતના લોકોની કલ્યાણકારી માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મુકેલ છે. જેમાં ખાસ કરીને આરોગ્ય બાબતે પણ મોદી સાહેબ લોકોનું ઘણું જ ધ્યાન રાખે છે. કેન્દ્ર સરકાર દ્વારા ટીબી રોગથી પીડાતા દર્દીઓ માટે એક ખાસ યોજના લોન્ચ કરવામાં આવેલ છે. જે લોકોને ટીબી રોગ થયો હોય તે લોકોને સરકાર તરફથી અમુક રકમ સહાય પેટે આપવામાં આવે છે.

આ યોજના હેઠળ, ટીબી રોગથી પીડિત લોકોને સરકાર દ્વારા સારવાર કરાવવા માટે દર મહિને ₹ 500 ની નાણાકીય સહાય આપવામાં આવશે. ચાલો આ લેખમાં જાણીએ કે નિક્ષય પોષણ યોજના શું છે અને નિક્ષય પોષણ યોજના માટે કેવી રીતે અરજી કરવી.

જો આપને સરકારી યોજનાઓ, બેંકની યોજનાઓ જેવી તમામ વિગતો ની માહિતી વિગતવાર મેળવવી હોય તો આપ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ શકો છો.

નિક્ષય પોષણ યોજના 2023, નોંધણી (Nikshay Poshan Yojana In Gujarati)

Table of Contents

યોજના નું નામ નિક્ષય પોષણ યોજના 2023
સહાય દર્દી ને દવા ચાલું રહે ત્યાં સુધી દરરોજ 500 રૂપિયા
રાજ્ય દેશ નાં દરેક રાજ્યો
ઉદ્દેશ ક્ષયના દર્દીઓને સારી દવાની સાથે સાથે સારા અને પૌષ્ટિક ખોરાકની પણ જરૂર હોય છે. આવા દર્દીઓને આર્થિક મદદ કરવાના હેતુથી સરકારે નિક્ષય પોષણ યોજના શરૂ કરી છે.
લાભાર્થીટીબી બીમારી થઈ ગઈ હોઈ તેવા તમામ દર્દીઓ
અરજી નો પ્રકાર ઓનલાઈન
સંપર્ક નજીક ના સ્વાસ્થ્ય આરોગ્ય કેન્દ્ર
નિક્ષય પોષણ યોજના 2023
નિક્ષય પોષણ યોજના 2023, નોંધણી (Nikshay Poshan Yojana In Gujarati)
નિક્ષય પોષણ યોજના 2023, નોંધણી (Nikshay Poshan Yojana In Gujarati)

નિક્ષય પોષણ યોજના 2023 શું છે (What is Nikshay Poshan Yojana)

આપણા દેશમાં ટીબીની બીમારી એક સૌથી મોટી સમસ્યા છે. ટીબી ની બીમારી થઈ ગયા બાદ તેવા દર્દીઓને પૌષ્ટિક આહાર ની જરૂર પડે છે. કારણ કે ટીબીના રોગીઓ ને જો તેઓ દવા પીવે તો તેની સાથે સારો ખોરાક ખાવા મળે તો જ તેઓ જલ્દી સ્વસ્થ થઈ શકે છે.

આ મુખ્ય આશય થી પ્રધાનમંત્રી દ્વારા આ યોજના લોન્ચ કરવામાં આવેલ છે જેમાં ટીબીના દર્દીઓને દર મહિને 500 રૂપિયા ની સહાય આપવામાં આવે છે. જ્યાં સુધી તેઓને ટીબી રોગ તેઓના શરીરમાંથી જતો ન રહે એટલે કે તેઓ ટીબી થી સારા ન થાય ત્યાં સુધી આ “Nikshay Poshan Yojana DBT” દ્વારા આપવામાં આવે છે.

તમે સારી રીતે જાણો છો કે ક્ષય રોગ જીવલેણ રોગની શ્રેણીમાં આવે છે. તેથી જ ક્ષયના ઘણા દર્દીઓ સમયસર સારવાર ન મળે તો મૃત્યુ પણ પામે છે. તબીબી સંશોધન મુજબ ક્ષયના દર્દીઓને સારી દવાની સાથે સાથે સારા અને પૌષ્ટિક ખોરાકની પણ જરૂર હોય છે. આવા દર્દીઓને આર્થિક મદદ કરવાના હેતુથી સરકારે નિક્ષય પોષણ યોજના શરૂ કરી છે.

વધું વાંચો:- ઈ-સંજીવની એપ દ્વારા ઘરે બેઠા જ ફ્રીમાં સારવાર કે નિદાન થઈ શકશે, વિડીયો કોલ દ્વારા

નિક્ષય પોષણ યોજના 2023 લાભ ( TB Poshan Yojana Benefits)

  • જ્યાં સુધી ડીટીઓ દ્વારા યુઝર આઇડેન્ટિફાઇડ યુનિકનું સ્ટેટસ અપલોડ કરવામાં આવશે ત્યાં સુધી લાભાર્થીઓને યોજના હેઠળ લાભ મળવાનું ચાલુ રહેશે.
  • સરકાર દ્વારા ટીબી રોગથી પીડાતા દર્દીઓને દર મહિને ₹500 ની સહાય તેઓના બેન્ક ખાતામાં ડાયરેક્ટ આપવામાં આવે છે.
  • આ રકમ ટીબીના દર્દીઓને તેઓ એકદમ સાજા થઈ જાય ત્યાં સુધી આપવામાં આવશે.
  • ટીબીના દર્દીઓને જ્યારે ટીબી રોગ નો રિપોર્ટ પોઝિટિવ આવે છે ત્યારે નોંધણી સમયે 1000 રૂપિયા આપવામાં આવે છે.
  • ₹1000 પછી, ક્ષય રોગની સારવાર માટે, 56 દિવસ પછી, દર મહિને ₹500 આપવામાં આવશે.
  • પ્રારંભિક તબક્કામાં, સરકાર આ યોજના હેઠળ 13,00,000 થી વધુ ટીબી દર્દીઓને આવરી લેશે.
  • જો આપને ટીબી રોગ થયો હોય તો આપ નજીકના સ્વાસ્થ્ય આરોગ્ય કેન્દ્ર પણ જઈને આ યોજનાનો લાભ મેળવી શકો છો.
  • દૂરના વિસ્તારોમાં રહેતા લોકોને સરકાર દ્વારા લગભગ ₹750 આપવામાં આવશે. સરકાર આ પૈસા તેમને પરિવહન માટે આપશે.
  • આ યોજના હેઠળ જે લોકો ટીબીના રોગીઓને દવા આપવાનું કામ કરતા હોય તેઓને પણ રૂપિયા 1000 થી 5,000 ની સહાય આપવામાં આવે છે.

વધું વાંચો:- ટીબી ની તબીબી સહાય

નિક્ષય પોષણ યોજના 2023 પાત્રતા ( Nikshay Poshan Yojana Eligibility)

નિક્ષય પોષણ સહાય યોજના ગુજરાતના લાભ મેળવવા માટેની પાત્રતા નીચે મુજબ ની છે.

ભારતમાં રહેતા જે વ્યક્તિઓને ટીબી ની બીમારી થઈ હોય તેવો આ યોજનાનો લાભ મેળવી શકે છે.

આ યોજના માટે લાભાર્થીઓને ટીબી પ્રોગ્રામના સુપરવાઇઝર પાસે ઓનલાઇન એન્ટ્રી કરાવશો તો જ લાભ મળશે.

જે લોકો સૌથી ટીબી રોગ નો ઈલાજ કરાવી રહ્યા હોય તેઓને પણ આ યોજનાનો લાભ આપવામાં આવશે.

જે લોકો સરકારી અથવા પ્રાઇવેટ હોસ્પિટલોમાં ટીબીનો ઈલાજ કરાવી રહ્યા હોય તેઓને પણ આ યોજનામાં લાભ આપવામાં આવશે.

વધું વાંચો:- કેન્સર તબીબી સહાય યોજના

નિક્ષય પોષણ યોજના ડોક્યુમેન્ટ્સ લિસ્ટ (Nikshay Poshan Yojana Documents)

નક્ષય પોષણ યોજના માં લાભ લેવા માંગતા ટીબીના દર્દીઓને નીચે મુજબના આધાર પુરાવા રજુ કરવાના રહેશે.

  • ડોક્ટર દ્વારા આપેલું મેડિકલ બાબતનું પ્રમાણપત્ર.
  • ટીબીના રોગથી પીડાતા દર્દીઓનું રિપોર્ટ કાર્ડ.
  • દર્દીનું આધાર કાર્ડ.
  • દર્દીનું રેશનીંગ કાર્ડ.
  • દર્દીનું બેન્ક એકાઉન્ટ ખાતાની પાસબુકની નકલ.
  • દુધીનો ફોન નંબર.
  • દર્દીના પાસપોર્ટ સાઇઝના એક ફોટો.
  • દર્દીનું ઈમેલ આઇડી.

વધું વાંચો:- આભા કાર્ડ નું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું અને ડાઉનલોડ કેમ કરવું ?

નિક્ષય પોષણ યોજના અરજી પ્રક્રિયા (Nikshay Poshan Yojana Online Registration)

વિક્ષી પોષણ યોજનામાં લાભ લેવા માટે અરજી પ્રક્રિયાની સંપૂર્ણ માર્ગદર્શન નીચે આપેલ છે.

આ યોજનામાં અરજી કરવા માટે, સૌ પ્રથમ તમારે કોઈપણ બ્રાઉઝરમાં ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ ખોલવી પડશે.

Advertisements

સત્તાવાર વેબસાઇટના હોમ પેજની મુલાકાત લીધા પછી, સૌ પ્રથમ તમારે લૉગિન ફોર્મ પર ક્લિક કરીને તમારી જાતને નોંધણી કરવી પડશે જે તમને દેખાશે.

જો તમે નોંધણી કરેલ નથી, તો આવી પરીસ્થિતિમાં, લાભાર્થી એ ન્યૂ હેલ્થ ફેસિલિટી રજીસ્ટ્રેશનના વિકલ્પ પર ક્લિક કરવું પડશે જે નીચે દેખાય છે. હવે તમારી સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે. આ નિક્ષય પોષણ યોજનાનું નોંધણી પૃષ્ઠ છે. આમાં, તમારી પાસેથી જે પણ માહિતી માંગવામાં આવી રહી છે, જેમ કે રાજ્ય, જિલ્લો, ગામ, રોગ, દવા, પ્રોફાઇલ સેવા વગેરે, તમારે ચોક્કસ જગ્યાએ દાખલ કરવાની હોઈ છે.

તમામ જાણકારી સફળતાપૂર્વક નાખી દીધા બાદ નીચે કંટીન્યુ બટન આપેલ છે જ્યાં ક્લિક કરવાનું રહેશે. જા ક્લિક કર્યા બાદ આપને એક યુનિક આઈડી નંબર જનરેટ થશે. આ યુનિક આઈડી નંબર તમારે એક સેફ જગ્યાએ નોંધી લેવાનું રહેશે.

આવી રીતે નોંધણી કર્યા બાદ આપને આ વેબસાઈટ ઉપર ફરીથી લોગીન થવાનું રહેશે. આના માટે આપને હોમ પેજ પર જવાનું રહેશે જ્યાં યુઝરને મને પાસવર્ડ નાખીને લોગીન થાવ.

આવી રીતે તમે નીક્ષય પોષણ યોજના ગુજરાત માટે ઓનલાઇન અરજી કરી શકો છો અને તમારી નોંધણી કરાવી શકો છો.

વધુમાં જો આપને આ પ્રકારે ઓનલાઈન પ્રક્રિયા ન આવડતી હોય તો આપ ટીબી સ્વાસ્થ્ય અધિકારી પાસે જઈને પણ ઓનલાઇન અરજી કરાવી શકો છો.

જ્યાં આપના નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર જઈને આપ આ યોજના માટે ઓનલાઈન અરજી તમને ત્યાંથી ટીબી વિભાગના કર્મચારીઓ અરજી કરી આપશે.

વધું વાંચો:- આયુષ્યમાન ભારત યોજના લિસ્ટ ગુજરાત 2023

Nikshay Poshan Yojana Status

જો આપને પોષણ સહાય યોજના બાબતે આપની અરજી પ્રક્રિયાનું સ્ટેટસ જાણવું હોય તો આપ નિ ક્ષય પોષણ યોજના ની ઓફિસિયલ વેબસાઈટ પર જઈને હોમ પેજ ઉપર સ્ટેટસ ચેક પર આપનો યુનિક આઇડી નંબર એડ કરશો એટલે આપને સ્ટેટસ જાણવા મળી જશે.

વધું વાંચો:- હેલ્થ આઈડી કાર્ડ કેવી રીતે બનાવવું, કયાં વાપરવું

નિક્ષય પોષણ યોજના હેલ્પલાઈન નંબર (Nikshay Poshan Yojana Helpline)

આજની આ પોસ્ટિક્ષીપોષણ યોજનામાં અમે તમને તેની સંપૂર્ણ જાણકારી આપી. યોજનાનો લાભ કેવી રીતે મેળવો. યોજનામાં ડોક્યુમેન્ટની શું જરૂર પડશે. જેવી તમામ વસ્તુઓની માહિતી અમે આપેલ છે. સાથે આ યોજનામાં જો તમારે અન્ય કોઈ વધુ માહિતી મેળવી હોય તો અહીંયા ટોલ ફ્રી નંબર પણ અમે આપીએ છીએ જેમાં કોલ કરીને આપ વધુ માહિતી મેળવી શકો છો.

વધું વાંચો:- Corona Death Sahay Yojana Gujarat 2023

હેલ્પલાઈન નંબર – 1800116666

જો વધુ આપને માહિતી મેળવવી હોય તો આપ આપના નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા તો પેટા આરોગ્ય કેન્દ્ર પર સ્વાસ્થ્ય કર્મચારીઓ પાસેથી પણ વધુ માહિતી મેળવી શકો છો.

તેથી, દરેક વ્યક્તિ એ હકીકતથી પરિચિત છે કે ટીબી એક ગંભીર રોગ છે અને દરેકની આર્થિક સ્થિતિ એક સરખી હોતી નથી. તેથી, જે લોકોને ટીબીનો રોગ છે અને તેમની સારવાર કરાવવા માટે પૈસા નથી, તેઓએ આ યોજનામાં અરજી કરવી આવશ્યક છે.

ઓફિસિયલ વેબસાઈટ 👉અહિયાં ક્લિક કરો
નિક્ષય નોંધણી કરો 👉અહીંયા ક્લિક કરો
હોમ પેજ 👉અહીંયા ક્લિક કરો

વધું વાંચો:-

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અરજી ફોર્મ,કોણ લાભ લઇ શકે અને સંપૂર્ણ માહિતી.

મુખ્યમંત્રી અમૃતમ “મા” અને “મા વાત્સલ્ય યોજના” ની માહિતી

પીએમ સ્વનિધિ યોજના 2023 ઓનલાઈન અરજી

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2022

“FAQ” નિક્ષય પોષણ યોજના 2023

નિક્ષય પોષણ યોજના 2023 કોના માટે ની યોજના છે ?

નિક્ષય પોષણ યોજના 2023 એ TB રોગ થી પીડાતા દર્દીઓ માટે ની યોજના છે.

નિક્ષય પોષણ યોજના માં ટીબી નાં દર્દીઓ ને કેટલી સહાય આપવામાં આવે છે ?

નિક્ષય પોષણ યોજના માં ટીબી નાં દર્દીઓ ને દર મહિને 500 રૂપિયા ની સહાય આપવામાં આવે છે.

નિક્ષય પોષણ યોજના માટે ની અધિકૃત વેબસાઈટ કઈ છે ?

આ માટે ની અધિકૃત વેબસાઈટ https://nikshay.in/ છે.

નિક્ષય પોષણ યોજના કોના દ્વારા સંચાલિત યોજના છે ?

નિક્ષય પોષણ યોજના એ કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત યોજના છે.

નિક્ષય પોષણ યોજના માટે ની હેલ્પલાઇન નંબર શું છે ?

નિક્ષય પોષણ યોજના માટે નો હેલ્પલાઇન નંબર – 1800116666 છે.

Leave a Comment