Advertisements

ઈ શ્રમ કાર્ડ બનાવો ફકત 5 મિનિટ માં અને ડાઉનલોડ કરો | e-Shram Card Registration Online In Gujarati

Advertisements

ઈ શ્રમ કાર્ડ બનાવો ફકત 5 મિનિટ માં અને ડાઉનલોડ કરો, નોંધણી, ફાયદાઓ, ડોક્યુમેન્ટ્સ સંપૂર્ણ માહિતી (e-Shram Card Registration Online In Gujarati, Online Apply, Documents, Benefits And Eligibility) 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

એ શ્રમ કાર્ડ એ સરકાર દ્વારા શ્રમિકોને આપવામાં આવતી એક ડિજિટલ કાર્ડ છે. આ કાર્ડ દ્વારા ભારત દેશ માં વસતા અને મજૂરી કામ કરતા અસંગઠિત સંગઠનો વાળા તમામ મજૂરોને સરકાર દ્વારા વીમા કવચ આપવામાં આવે છે. એટલે આ કાર્ડ બનાવવું દરેક શ્રમિકો માટે ખૂબ જ જરૂરી છે. અને કોઈપણ સરકારી સહાય, યોજના કે લાભ આ કાર્ડ દ્વારા શ્રમિકો મેળવી શકે છે.

ઈશ્રમ કાર્ડ લાભાર્થી શ્રમિક પોતે જાતે પણ બનાવી શકે છે અને નજીકના કોઈપણ કોમન સર્વિસ સેન્ટર ખાતે જઈને પણ બનાવડાવી શકે છે. અહીંયા અમે લાભાર્થી પોતે જાતે કઈ રીતે કાર્ડ બનાવશે તેની સંપૂર્ણ વિગત આપવાના છીએ તો આ આર્ટીકલ છેલ્લે સુધી વાંચવા વિનંતી.

ઈ શ્રમ કાર્ડ બનાવો ફકત 5 મિનિટ માં અને ડાઉનલોડ કરો

ઈ શ્રમ કાર્ડ બનાવો ફકત 5 મિનિટ માં અને ડાઉનલોડ કરો 

યોજના નું નામ ઈ શ્રમ કાર્ડ નોંધણી અને ડાઉનલોડ કરો
સહાયપ્રધાનમંત્રી સુરક્ષા BHIM યોજનાનો લાભ
આકસ્મિક મૃત્યુ અને કાયમી અપંગતતાના કિસ્સા માં એક વર્ષ માટે રૂ. 2 લાખ ની સહાય
આંશિક અપંગતા વાળા કિસ્સા માં એક વર્ષ માટે 1 લાખ ની સહાય આપવામાં આવશે.અને સાથે અન્ય જરૂર લાભો.
રાજ્યદેશ નાં તમામ રાજ્યો
લાભાર્થીઅસંગઠિત ક્ષેત્રમાં મા મજૂરી કામ કરતા 18 થી 59 વચ્ચે નાં લોકો
ઉદ્દેશદેશ નાં મજૂરી કામ કરતા અને છૂટક મજૂરી કરતા મજૂરો ને સરકાર શ્રી ની યોજનાઓ નો સીધો લાભ મળી રહે તે હેતુ થી.
અરજી નો પ્રકાર ઓનલાઈન
સંપર્ક eshram Government Portal
નજીક ના કોમન સર્વિસ સેન્ટર ખાતે

વધું વાંચો:- માનવ ગરીમા યોજના 2023-24, ઓનલાઈન અરજી, ડોક્યુમેન્ટ્સ,પાત્રતા અને સહાય

ઇ શ્રમ કાર્ડ માટે ની પાત્રતા 

ઇશ્રમ કાર્ડ મેળવવા માટે નીચે મુજબ ની પાત્રતા ધરાવતા લાભાર્થીઓ આ કાર્ડનો લાભ મેળવી શકે છે.

  • લાભાર્થી અરજદાર ની ઉંમર 18 થી 59 વર્ષ ની વચ્ચે હોવી જોઈએ.
  • લાભાર્થી અરજદાર ભારતદેશ નાં વતની હોવા જોઈએ.
  • લાભાર્થી અરજદાર EPFO અથવા ESIC ના સભ્ય ન હોવા જોઈએ.
  • લાભાર્થી અરજદાર Incame Tax ભરતા હોવા નાં જોઈએ.
  • લાભાર્થી અરજદાર અસંગઠિત ક્ષેત્રમાં મા મજૂરી/કામ કરતો હોવો જોઇએ.

ઇ શ્રમ કાર્ડ કઢાવવા માટે નાં ડોક્યુમેન્ટ્સ 

જો કોઈપણ શ્રમિક લાભાર્થીને એ શ્રમ કાર્ડ કઢાવવું હોય તો નીચે મુજબના તમામ આધાર પુરાવો રજૂ કરવાના હોય છે.

  • અરજદાર નું આધાર કાર્ડ.
  • અરજદાર નું ચુંટણીકાર્ડ.
  • અરજદાર નું આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવા જોઈએ.
  • અરજદાર નું બેંક નાં ખાતા ની વીગતો.
  • અરજદાર ની ઉંમર 18-59 વર્ષ  હોવી જોઈએ.
  • અરજદાર નાં પાસપોર્ટ સાઈઝ ના ફોટો.

વધું વાંચો:- માનવ કલ્યાણ યોજના ગુજરાત 2023-24, અરજી ફોર્મ,પાત્રતા, ડોક્યુમેન્ટ્સ અને સહાય

ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન માટે નાં પગલાંઓ (E shram Card Registration In Gujarati)

ઈ શ્રમ કાર્ડ ઓનલાઇન કઢાવવા માટે લાભાર્થી એ સૌ પ્રથમ નીચે આપેલ દરેક સ્ટેપ્સ ને સમજવા પડશે.એટલે નીચે આપને ઈ શ્રમ કાર્ડ નોંધણી નું સમજાવેલ છે.

સૌ પ્રથમ “Google” મા જઈ ને ઈ શ્રમ પોર્ટલ પર જવાનો રહેશે.અથવા આ લિંક પર જાવ. https://register.eshram.gov.in/

Image Source:- e-Shram Card Government Portal

હવે તમારે સેલ્ફ નોંધણી કરવાની રહેશે.એમાં જો તમારા આધાર કાર્ડ જોડે તમારો મોબાઈલ નંબર લીંક હોય તો તે મોબાઈલ નંબર ને આધારકાર્ડ નાખવાનું રહેશે.અને OTP પર ક્લિક કરવાનું રહેશે.અને તમારા મોબાઈલ નંબર પર OTP જશે. આ OTP ને ત્યા સબમિટ કરવાનુ રહેશે.

ત્યારબાદ તમારે આધાર કાર્ડ નંબર લખવાના રહેશે અને ત્રીજું OTP  લખેલું ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે. અને કેપ્ચા કોડ લખી ને સબમિટ પાર ક્લિક કરવાનું રહેશે જેથી  કાર્ડ સાથે જે મોબાઇલ નંબર લિંક હશે તેમાં OTP  આવશે. અને જે OTP  લખી ને Submit પાર ક્લિક કરવાનું રહેશે.

Image Source:- e-Shram Card Government Portal

હવે OTP દાખલ કર્યા બાદ આપને ટર્મ્સ એન્ડ કન્ડીશન ની માહિતી પર ક્લિક કરી ને “Continue to Enter Other Detail” પર ક્લિક કરવાનું રહેશે.

હવે ઉમેદવારને પોતાની વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે. જેમ કે નામ, સરનામું,જાતિ, પિતા નું નામ, જન્મ તારીખ, વારસદાર નું નામ, સબંધ વગેરે લખી ને આગળ “Save and Continue” પર ક્લિક કરવાનું રહેશે.

Image Source:- e-Shram Card Government Portal

હવે તમારે રહેણાંક ની માહિતી ભરવાની રહેશે. જેમાં સરનામું લખવાનું હોય છે જેમાં સૌ પ્રથમ રાજ્ય જિલ્લો અને તાલુકો પસંદ કરો. અને તેના બાદ State Specific ID લખેલું છે તેમાં કંઈપણ લખવાની જરૂર નથી.અને અત્યારે હાલનું સરનામાનું ઓપ્શન આવે તેમાં હાલ તમે જ્યાં રહો છો તે સરનામું દાખલ કરવાનું રહેશે.

Image Source:- e-Shram Card Government Portal

આ રહેણાંકના સરનામા પર તમે કેટલા વર્ષોથી રહો છો તે વર્ષ લખવાનું.અને પછી જો તમારું કાયમી સરનામું અને હાલ નું સરનામું એક જ હોઈ તો નીચે આપેલું ચેકબોક્સ સિલેક્ટ કરવું. અને જો બંને અલગ હોઈ તો કાયમી સરનામું તમારે લખવાનું રહશે. તે લખાઈ ગયા બાદ તમારે “Save and Continue” 

Image Source:- e-Shram Card Government Portal

હવે તમારા અભ્યાસ ની માહિતી ભરવાની રહેશે જમા તમે કેટલો અભ્યાસ કર્યો છે તે ભરવાનું રહેશે.અને તમારે મહિના ની આવક લખવાની રહેશે. હવે તમારે “Save and Continue” પર ક્લિક કરવાનું રહેશે.

લાભાર્થી એ હવે “Primary Occupation Details” ભરવાની રહેશે. જેમાં તમે અત્યારે શું કામ કરો છો તેની વિતો. જેમાં તમે શું કામ કરો છો કેટલા ટાઈમ થી કામ કરો છો વગેરે. હવે આ માહિતી દાખલ કર્યા બાદ તમારે “Save and Continue”  પર ક્લિક કરવાનું રહેશે.

હવે તમારે તમારી “Bank  Details” ભરવાની રહેશે. જેમાં ઉમેદવારના બેંકની માહિતી બે વાર આપવાની રહેશે.હવે માહિતી ભરાઈ ગયા બાદ તમારે “Save and Continue”  પાર ક્લિક કરવાનું રહેશે.

હવે તમે નોંધણી દરમિયાન જે પણ વિગતો ભરી છે તે તમામ વિગતો તમારી સમક્ષ આવી જશે. જો કોઈપણ વિગતોમાં તમને માહિતીમાં ફેરફાર કરવાનું જણાતું હોય તો ફેરફાર કરી શકો છો, એડિટ કરી શકો છો. અને જો બધી વિગત સાચી હોઈ તો તમારે “Declaration” માં આપેલું ચેકબોક્સ સિલેક્ટ કરી ને Submit  બટન પાર ક્લિક કરવાનું રહેશે.

Advertisements
Image Source:- e-Shram Card Government Portal

હવે છેલ્લે તમામ માહિતી પૂર્ણ કર્યા બાદ તમારી સામે તમારું ઈ શ્રમ કાર્ડ જોવા મળશે અને ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ કરવાનું પણ ઓપ્શન બતાવશે જયા થી તમે તમારું ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

વધું વાંચો:- ઈલેક્ટ્રીક બાઈક યોજના ગુજરાત 2023, ઓનલાઈન અરજી, ડોક્યુમેન્ટ્સ, પાત્રતા અને સહાય

ઈ શ્રમ કાર્ડ ફોર્મ

ઈશ્રમ કર કઢાવવા માટે કોઈ ઓફલાઈન ફોર્મ હોતું નથી પરંતુ એ શ્રમ કાર્ડ ની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને તમારે આશ્રમ કાર્ડ માટે નોંધણી કરાવીને ઓનલાઇન જ ફોર્મ ભરવાનું હોય છે.

શ્રમ કાર્ડ યોજના લાભ

E Shram Card Yojana માં કેન્દ્ર સરકાર દ્વારા અસંગઠિત કામદારો ને ખુબ જ લાભ મળે છે.જેમાં નીચે મુજબ નાં મુખ્ય લાભ આપવામા આવેલ છે.

  • આ યોજના માં National Database of Uncategorized Workers ડેટા બેઝ પર સામાજિક સુરક્ષા યોજનાઓ મંત્રાલયો/ સરકાર દ્વારા લાગુ કરવામાં આવશે.
  • આવા મજૂરો/કામદારો નાં “BHIM” યોજના સૂરક્ષા નું કવચ આપવામાં આવશે.
  • આ ડેટા બેઝ મા નોંધાયેલ કામદારો ને પ્રધાનમંત્રી  સુરક્ષા BHIM યોજનાનો લાભ લઈ શકે છે અને Registration પછી તેઓને 1 વર્ષ માટે પ્રીમિયમ ચુકવણી પણ માફ કરવામાં આવશે.
  • આકસ્મિક મૃત્યુ અને કાયમી અપંગતતાના કિસ્સા માં એક વર્ષ માટે રૂ. 2 લાખ ની સહાય.
  • આંશિક અપંગતા વાળા કિસ્સા માં  એક વર્ષ માટે 1 લાખ ની સહાય આપવામાં આવશે.
  • અન્ય વધુ ફાયદાઓ જાણવા માટે અહીંયા ક્લિક કરો

વધું વાંચો:- બ્યુટી પાર્લર ચાલુ કરવા સરકારી લોન સહાય

ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવુ (e-Shram Card Download In Gujarati) 

જો તમે આશ્રમ કાર્ડ માટે નોંધણી કરાવેલી હોય તો નીચે મુજબના સ્ટેપ દ્વારા તમે તેને ડાઉનલોડ કરી શકો છો.

ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ “Google” પર ઈ શ્રમ કાર્ડ નાં પોર્ટલ પર જાવ.”https://eshram.gov.in” 

જ્યા હોમ પેજ ઉપર જ ” REGISTER On e-Shram” ઓપ્શન માં નીચે “Already Registered” પાસે નાં “Update” પર ક્લિક કરવાનું રહેશે.

Image Source:- e-Shram Card Government Portal

હવે એક નવું પેજ ખુલશે જેમાં તમારે તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે જે મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડ જોડે લિંક હોય તે. એટલે તમારા રજીસ્ટર મોબાઈલ નંબર પર એક OTP આવશે જે OTP ne દાખલ કરવાનો રહેશે.અને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.

નવા પેજમાં, આધાર કાર્ડ નંબર દાખલ કરવું પડશે, તે પછી નીચે આપેલ OTP પસંદ કરો અને કેપ્ચા કોડ યોગ્ય રીતે ભરો.તે પછી તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે.

Image Source:- e-Shram Card Government Portal

હવે નીચે આજ પેજ માં તમને 2 ઓપ્શન દેખાશે તમારે તમારું ઇ શ્રમ કાર્ડ ડાઉનલોડ કરવા માટે “Download UAN CARD” બટન પર ક્લિક કરવાનું રહેશે, ત્યારબાદ તમારું ઇ શ્રમ કાર્ડ તમારી સામે ખુલશે.

Image Source:- e-Shram Card Government Portal

જેમાંથી તમારું ઈ-શ્રમ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો, એ જ રીતે તમે તમારું ઈ-શ્રમ કાર્ડ ખોવાઈ જાય કે ચોરાઈ જાય પછી તેને ફરીથી ડાઉનલોડ કરી શકો છો.

વધું વાંચો:- લેપટોપ અને કોમ્પ્યુટર ની સરકારી લોન સહાય

ઈ શ્રમ કાર્ડ વેબસાઈટ 

જો તમારે ઈશ્રમકાર્ડ બાબતે અન્ય કોઈપણ પ્રકારની જાણકારી અથવા માહિતી અથવા તો ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ કરવું હોઈ તો તેની આ https://eshram.gov.in અધિકૃત વેબસાઈટ પર જવા વિનંતી.

ઈ શ્રમ કાર્ડ વીડિયો દ્વારા જાણકારી

જો ઈ શ્રમ કાર્ડ નોંધણી માટેની માહિતી તમારે વીડિયો દ્વારા સમજવી હોય તો નીચે વીડિયો ફોર્મેટમાં માહિતી આપેલ છે જે જોઈ લેવા વિનંતી.

Video Credit:- Tech Khedut YouTube Channel

જો આપને સરકારી યોજનાઓની વધુ માહિતી મેળવવી હોઈ અને અરજી ફોર્મ અરજી પરિપત્રો વગેરે જેવી માહિતી મેળવી હોય તો આપ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાઈ શકો છો.

ઈ શ્રમ કાર્ડ ઑફિસિયલ વેબસાઈટ 👉અહીંયા ક્લિક કરો
ઈ શ્રમ કાર્ડ રજિસ્ટ્રેશન 👉અહિયા ક્લિક કરો
હોમ પેજ 👉અહીંયા ક્લિક કરો

અન્ય યોજનાઓ-

નાના વેપારીઓ માટે દુકાન/જગ્યા લેવા માટે બેંક લોન યોજના

મારુતિ સુઝુકી ઈકો લોન યોજના 2023, ઓનલાઈન અરજી, પ્રાઇઝ, સરકારી લોન, ડોક્યુમન્ટ્સ

સ્વરોજગાર લક્ષી લોન યોજના ગુજરાત

“FAQ”

ઈ શ્રમ કાર્ડ ની વેબસાઈટ કઈ છે?

ઈ શ્રમ કાર્ડ ની અધિકૃત વેબસાઈટ https://eshram.gov.in છે.

ઈ શ્રમ કાર્ડ કોણ બનાવી શકે છે?

ઈ શ્રમ કાર્ડ અસંગઠિત ક્ષેત્રમાં મા મજૂરી કામ કરતા 18 થી 59 વચ્ચે નાં લોકો બનાવી શકે છે.

ઈ શ્રમ કાર્ડ ડોક્યુમેન્ટ શું હોઈ છે?

અરજદાર નું આધારકાર્ડ
અરજદાર નું ચૂંટણી કાર્ડ
અરજદાર નું રેશનિંગ કાર્ડ
અરજદાર નું વિજળી બિલ ની નકલ
અરજદાર નું મોબાઈલ નંબર જે આધારકાર્ડ સાથે લિંક કરેલ હોઈ તે.
અરજદાર ની બેન્ક પાસ બુક ની નકલ

ઈ શ્રમ કાર્ડ લાભાર્થી ઈનકમ ટેક્સ ભરતા હોવા જોઈએ?

જી નહી,ઈ શ્રમ કાર્ડ લાભાર્થી ઈનકમ ટેક્સ ભરતા ન હોવા જોઈએ.

Leave a Comment