કોરોના મૃત્યુ સહાય યોજના 2023-24, ઓનલાઈન અરજી,50 હજાર રૂપિયા સહાય, ડોક્યુમેન્ટ્સ અને પાત્રતા જેવી સંપુર્ણ માહિતી (Corona Death Sahay Yojana Gujarat,pdf ફોર્મ ડાઉનલોડ અને ઓનલાઈન અરજી)
કોરોના વાયરસ વિશે તમે બધા જાણતા જ હશો કે કોરોના બીમારી શું છે અને કોરોના મહામારી ની શરૂઆત ક્યારે થઈ હતી? તો અને તમને જણાવી દઈએ કે કોરોના વાયરસ ની બીમારી ચીન દેશ મા 2019 માં ફેલાઈ હતી અને પછી ધીમે ધીમે તે મહામારી પૂરા વિશ્વ માં ફેલાઈ ગઈ.જેમાં કેટલાય લોકો એ આ બીમારી થી પોતાનો જીવ ગુમાવ્યો છે.જેના માટે ગુજરાત સરકારે આ Corona Death Sahay Yojana Gujarat 2022 લોન્ચ કરી છે જેનાથી જે વ્યક્તિ નાં કોરોના બીમારી નાં કારણે મૃત્યુ થયા હોઈ તો તેઓ ને સહાય મળી રહે.
ભારત સરકાર ની સુપ્રિમકોર્ટે માં થોડા સમય પહેલા જ જાહેર હિત ની અરજી દાખલ કરવામાં આવેલ હતી જેમાં જે વ્યક્તિ નું કોરોના ની બીમારી નાં કારણે મૃત્યુ થઈ જાય તો તેમના ને સરકાર તરફ થી સહાય આપવામા માં આવે.જેના કારણે ગુજરાત સરકારે આ બધું ધ્યાન માં લઇ ને આ કોરોના બીમારી સહાય યોજના અમલ મા મુકેલ છે. જેથી જે વ્યક્તિઓ ના કોરોના ની બીમારી નાં કારણે મૃત્યુ થઈ ગયેલ છે તેમના પરિવાર ના વારસદાર ને આ સહાય આપવામા આવે.તો આપડે આ યોજના વિશે બધીજ માહિતી અહીંયા મેળવીશું, અરજી કયાં કરવાની હોઈ છે,ફોર્મ ક્યાંથી મેળવવું,ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈશે જેવી તમામ માહિતી ની વાત આપડે અહીંયા કરીશુ.
વધું વાંચો:- ખેડૂત મોબાઈલ ફોન સહાય યોજના
કોરોના મૃત્યુ સહાય યોજના 2023-24, ઓનલાઈન અરજી,50 હજાર રૂપિયા સહાય, ડોક્યુમેન્ટ્સ અને પાત્રતા
યોજના નું નામ | કોરોના મૃત્યુ સહાય યોજના |
સહાય | 50,000/- રૂપિયા |
રાજ્ય | ગુજરાત |
ઉદ્દેશ | કોરોના થી મૃત્યુ પામેલા વ્યક્તિ નાં પરિવાર ને આર્થિક મદદ માટે |
લાભાર્થી | કોરોના થી મરણ થયેલ વ્યક્તિ નાં વારસદાર |
અરજી નો પ્રકાર | Offline |
સંપર્ક | તાલુકા મામલદાર કચેરી,phc સેન્ટર |
Covid Maran Sahay Gujarat
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આ યોજના બહાર પાડવામાં આવેલ છે. કોરોના બીમારી થી રાજ્ય મા ઘણા લોકો ના મૃત્યુ નિપજ્યા છે જેમાં જે વ્યક્તિ નુ મૃત્યુ થઈ ગયેલ હોઈ તો તમના પરિવાર મા જે વારસદાર હોઈ તેને આ સહાય આપવામા આવે છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2015 દ્વારા જે લોકો નાં કુદરતી આફતો નાં કારણે મોત નીપજ્યા હોઈ તેવા લોકો ના વારસદાર ને આ સહાય આપવામા આવે છે.જેમાં હાલ આ કોરોના બીમારી નો પણ સમાવેશ કરવામાં આવેલ છે.જેમાં સરકાર ના ધારા ધોરણો મુજબ સહાય ચુકવવામાં આવે છે.
આ યોજના માં જો કોરોના બીમારી નાં કારણે જે વ્યક્તિ નું મૃત્યુ થયેલ હોઈ તો તેમના પરિવાર ને 50,000 રૂપિયા ની સહાય સરકાર તરફ થી કરવામાં આવે છે. જેમાં સરકાર તરફ થી આ સહાય તેમના પરિવાર મા જે મૃત્યુ થયેલ વ્યક્તિ નાં વારસદાર હોઈ તેમને આ સહાય મળે છે.કારણ કે અગર જો પરિવાર નાં મુખ્ય વ્યક્તિ નું જો મૃત્યુ થઈ જાય તો પછી ઘર ચલાવવા માટે બહુ મુકેલ બની જતું હોય છે તેથી જ સરકાર ને આ યોજના વિચારણા હેઠળ હતી જે હાલ સરકાર દ્વારા ઠરાવ કરી ને આ યોજના નો તાત્કાલિક અમલ કરેલ છે.
Covid-19 Sahay Yojana Benefits – કોરોના સહાય યોજના ના લાભ
આ સહાય ગુજરાત રાજ્ય ના ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા કોરોના માં મૃત્યુ પામનાર વ્યક્તિ નાં પરિવાર ને આપવામાં આવે છે.જેમાં મૃતક વ્યક્તિ નાં વારસદાર ને 50,000 રૂપિયા ની સહાય Gujrat Health Department દ્વારા કરવામાં આવે છે.જે સહાય નાં પૈસા સીધા લાભાર્થી નાં બેંક નાં ખાતા મા ટ્રાન્સફર કરી દેવામાં આવે છે.
વધું વાંચો:- પાલક માતા પિતા યોજના
કોરોના મૃત્યુ સહાય યોજના માટે ની પાત્રતા
ગુજરાત સરકાર ના આરોગ્ય વિભાગ દ્વારા આ સહાય બહાર પાડવામાં આવેલ છે. Corona Sahay 2022 માટે સરકાર દ્વારા ઘણા ઠરાવો પણ કરવામાં આવેલ છે.જે ઠરવાઓ અમે અહીંયા આપને આપીશું જેની તને પ્રિન્ટ કાઢી શકો છો. અને નીચે મુજબ ની પાત્રતા ધરાવતા લાભાર્થી ને આ સહાય માટે પાત્ર ગણવામાં આવે છે. જે નીચે મુજબ છે.
- મૃતક વ્યક્તિ અને તેનો પરિવાર મૂળ ગુજરાત રાજ્ય નાં વતની હોવા જોઈએ.
- જે વ્યક્તિ નું મૃત્યુ થયેલ છે તે Covid-19 એટલે કે કોરોના બીમારી નાં કારણે થયેલ હોવું જોઈએ.
- મૃતક વ્યક્તિ નાં મરણ નાં પ્રમાણ પત્ર માં મરણ નું કારણ લખેલ હોવું જોઈએ.
- એજ મૃતક ના મરણ નાં પ્રમાણપત્ર માં મરણ નું કારણ ન લખેલ હોઈ તેવા કિસ્સા માં તેઓ જિલ્લા કક્ષા એ Covid-19 Death Ascetaining Committee Office અરજી કરી ને મરણ નું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે.
સરકારી તમામ યોજનાઓ ની માહિતી મેળવવા માટે અમારી Telegram channel સાથે જોડાવ
Corona Death Sahay Yojana Documents
કોરોના બીમારી વિશે તો હર કોઈ વ્યક્તિ હવે જાણીતું થઈ ગયેલ છે કારણે કે આ બીમારી નાં કારણે ઘણા લોકો નાં જીવ ગયેલ છે ને ઘણા પરિવારો નું ગુજરાન ચલાવનાર નું મૃત્યુ થયેલ છે.તેથી જ સરકારે આ સહાય આપવાનું નક્કી કરેલ છે.જેમાં કોરોના બીમારી થી મૃત્યુ પામનારા વ્યક્તિ નાં વારસદાર ને આ સહાય આપવામા આવે તો તેઓ ને ક્યાં ક્યાં આધાર પુરાવાઓ રજૂ કરવાના રહેશે જે નીચે આપેલ છે. તો નીચે મુજબ નાં આધાર પુરાવા રજૂ કરવાના રહેશે.
- મૃતક વ્યક્તિ નું મરણ નું પ્રમાણપત્ર
- મૃતક વ્યક્તિ નું આધારકાર્ડ
- મૃતક વ્યક્તિ નાં વારસદાર નું આધારકાર્ડ
- તમામ વારસદારો નાં આધારકાર્ડ
- તમામ વારસદારો નું સંમતિ દર્શાવતું એફિડેવિટ
- પેઢીનામાં નું શોગાંધનામુ તલાટી પાસે થી
- વારસદાર નાં બેંક પાસ બુક ની નકલ
વધું વાંચો:- મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના
જો મરણ પ્રમાણપત્ર માં મરણ નું કારણ ન લખેલ હોઈ તેવા કિસ્સામા ?
અગર જો કોઈ પણ વ્યક્તિ નું કોરોના બીમારી નાં કારણે મૃત્યુ થયેલ હોઈ કે તેઓ કોઈ હોસ્પિટલ માં દાખલ હોઈ ને કોરોના થી મોત થયેલ હોઈ તેવા કિસ્સા માં તો મૃતક નાં મરણ પ્રમાણપત્ર માં બીમારી નું કારણ કદાચ લખેલું પણ આવે છે. પણ જો કોરોના થી કોઈપણ વ્યક્તિ નું હોસ્પિટલ કે ઘરે જ મૃત્યુ થઈ જાય તેવા કિસ્સા મા મૃતક ના મરણ નાં પ્રમાણપત્ર માં ચોક્કસ કારણ લખેલ હોતું નથી જેથી મરણ નાં પ્રમાણપત્ર માં ચોક્કસ કારણ લખાવવા માટે આપને જિલ્લા કક્ષા એ Covid-19 Death Ascetaining Committee Office પર જવાનું રહેશે અને ત્યાં અરજી કરવાની રહેશે.જ્યા થી પછી મૃત વ્યક્તિ નાં મરણ નાં પ્રમાણપત્ર માં ચોક્કસ કારણ લખેલ આવશે.
મૃતક નાં વારસદાર ને જિલ્લા કક્ષા એ Covid-19 Death Ascetaining Committee Office માં અરજી કરવામાં માટે નીચે મુજબ ના આધાર પૂરાવા રજૂ કરવાના રહેશે.અને અરજી ફોર્મનો નમૂનો પણ નીચે આપવાના આવેલ છે. નીચે મુજબ છે.
- મૃતક વ્યક્તિ નું મરણ નું પ્રમાણપત્ર
- ગ્રામપંચાયત દ્વારા જન્મ અને મરણ રજિસ્ટર દ્વારા કાઢી આપેલ મરણ નું પ્રમાણપત્ર
- જે હોસ્પિટલ મા દાખલ હતા તે હોસ્પિટલ દ્વારા કાઢી આપેલ મૃત્યુ નાં કારણ અંગે નું સર્ટિફિકેટ
- મૃતક દર્દી નાં દાખલ થયા નું કેશ પેપર
- જો દર્દી એ કોરોના ની ઘરે જ સારવાર લીધેલ હોઈ તેવા કિસ્સા માં જે ડોકટર દ્વારા સારવાર લીધેલ છે તેમના આધાર પૂરાવા અને જેતે લેબોરેટરી ટેસ્ટ કરાવેલ હોઈ તે નાં આધાર પુરાવા
Official Document For Covid-19 Form
Medical Certificate of Cause Of Death
જો કોરોના નાં દર્દી ને કોઈ પણ ડોકટર દ્વારા સારવાર કરવામાં આવેલ હોઈ તેવા કિસ્સા માં તે ડોકટર Medical Certificate of Cause Of Death નુ પ્રમાણપત્ર આપી શકશે. જેનો નમૂનો નીચે આપેલ છે. આ સર્ટિફિકેટ મેળવ્યા બાદ આપના નજીક ના જન્મ મરણ રજિસ્ટર કચેરી પર જઈ ને આ સર્ટિફિકેટ ત્યાં દેવાનું રહેશે.
Corona Sahay Yojana for Gujrat Income Limit
આ સહાય ગુજરત સરકાર નાં આરોગ્ય વિભાગ દ્વારા અમલ મા મુકેલ છે.જેમાં હાલ આ સહાય મેળવવા માટે લાભાર્થી ને કોઈ પણ પ્રકાર ની આવક મર્યાદા રાખેલ નથી પરંતુ સહાય મેળવવા માટે કોરોના થી મૃત્યુ થયેલ વ્યક્તિ નાં મરણ પ્રમાણ પત્ર માં મરણ નાં કારણ માં કોરોના બીમારી નું ઉલ્લેખ જરૂરી છે.
વધું વાંચો:- કિસાન માનધન યોજના
કોરોના સહાય યોજના અરજી ફોર્મ વિતરણ સ્થળ
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આ યોજના ચલાવવા માં આવશે જેના માટે લાભાર્થી ને નીચે મુજબ ના સ્થળો પર થી અરજી ફોર્મ મેળવવા નું રહેશે.
- જિલ્લા કક્ષા એ થી Disaster Management Authority Office પર થી વિનામૂલ્યે અરજી ફોર્મ મેળવી શકશો.
- જો લાભાર્થી શહેરી વિસ્તાર માં રહેતા હોઈ તો તેઓ તેમના નજીક નાં અર્બન હેલ્થ સેન્ટર પર થી વિનામૂલ્યે અરજી ફોર્મ મેળવી શકે છે.
- અને તાલુકા કક્ષા એ મામલતદાર કચેરી ખાતે જનસેવા કેન્દ્ર ની Office પર થી Corona Sahay Scheme નું અરજી ફોર્મ મેળવી શકશો.
કોરોના સહાય યોજના ફોર્મ
કોરોના મૃત્યુ સહાય યોજના મેળવવા માટે મૃતક ના વારસદાર ને આ યોજના માટે અરજી કરવી પડે છે. જે નીચે કોરોના મૃત્યુ સહાય નું અરજી પત્રક pdf માં આપેલ છે જે ડાઉનલોડ કરી કરવા વિનંતી
કોરોના બીમારી મૃત્યુ સહાય અરજી સ્વીકારવાનુ સ્થળ
કોરોના બીમારી માં મૃત્યુ થયેલ હોઈ તેવા કિસ્સા માં વારસદાર ને અરજી ફોર્મ સાથે બધા ડોક્યુમેન્ટ જોડી ને નીચે મુજબ ના કેન્દ્રો ખાતે અરજી ફોર્મ આપવાનું રહેશે.
- જિલ્લા કક્ષા એ Disaster Management Authority Office પર અરજી ફોર્મ જમાં કરી શકાશે.
- શહેર ના અર્બન હેલ્થ સેન્ટર પર અરજી ફોર્મ જમાં શકે શકાશે.
- ગ્રામ્ય વિસ્તાર માટે નજીક ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર(PHC) પર અરજી ફોર્મ જમાં કરી શકાશે.
Corona Death Sahay 50,000/- માટે સરકારી ઠરાવ
કોરોના બિમારી થી જે વ્યક્તિ નું મૃત્યુ થયેલ હોઈ તો તમના વારસદાર ને આ સહાય મળવા પાત્ર છે.જેમાં સરકાર નાં આરોગ્ય વિભાગ દ્વારા વખતો વખત આ સહાય માટે ઠરાવ પાસ કરવા માં આવેલ છે જે તમામ 3 ઠરાવ નીચે મુજબ નાં છે જે આપ ડાઉનલોડ કરી શકો છો.
ગુજરાત રાજ્ય માં કોરોના બીમારી નાં કારણે મૃત્યુ પામનાર વ્યક્તિ નાં વારસદાર ને આ સહાય આપવા બાબત નો સુધારા ઠરાવ તારીખ-21/11/2021 નાં રોજ કરેલ હતો જે નીચે ડાઉનલોડ કરી શકો છો.
રાજ્ય મા કોરોના થી મૃત્યુ ની ખાતરી કરનાર covid-19 Death Ascetaining Committee ની રચના થયેલ હતી તે માટે નો ઠરાવ.જે નીચે ડાઉનલોડ કરી શકો છો.
IORA Gujarat Gov in Online Apply
કોરોના મૃત્યુ સહાય માં સરકારે હવે Online અરજી કરવાનું ચાલુ કરી દીધું છે તો જે લોકો ને ઓનલાઈન અરજી કરવાની હોય તેમને નીચે આપેલ માર્ગદર્શિકા Download કરી ને વાંચી લેવા વિનંતી છે.
Covid-19 death Sahay 50,000 Contact Office
આ સહાય મેળવવા માટે આપ આપના નજીક ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર જઈને આ યોજના માટે સંપર્ક કરી શકો છો.અને તાલુકા કક્ષાએ મામલતદાર શ્રી ની કચેરી પર જઈને આપ આ યોજના વિશે વધુ માહિતી મેળવી શકો છો.અને જિલ્લા કક્ષા એ covid-19 Death Ascetaining Committee ની કચેરી પર જઈ ને વધારે માહિતી મેળવી શકો છો.
વધું વાંચો-
9 thoughts on “કોરોના મૃત્યુ સહાય યોજના 2023-24, ઓનલાઈન અરજી,50 હજાર રૂપિયા સહાય, ડોક્યુમેન્ટ્સ અને પાત્રતા | Corona Death Sahay Yojana Gujarat”