ગુજરાત સરકારના સાહસો ની સાથોસાથ દેશ ની કેન્દ્ર સરકાર દ્વારા પણ ઘણી યોજનાઓ ચાલી રહી છે.જેના થી દેશ માં વસવાટ કરતા નાગરિકો નો ઘણો આર્થિક અને સામાજિક બંને પ્રકાર નો વિકાસ થાય છે. જેમાં દેશ નાં ખેડૂતો માટે ઘણી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. જેવી કે પાક ની ધિરાણ યોજનાઓ, ખેડૂત ક્રેડિટ કાર્ડ ની યોજનાઓ, કિસાન સમ્માનનિધી યોજના અમલ મા આવેલ છે અને ચાલુ પણ છે.
આવી ખેડૂત લક્ષી યોજનાઓ થી ખેડૂત ને આર્થિક મદદ મળી રહે છે. જેમા આ Pradhan Mantri Kisan Maandhan Yojana દ્વારા ખેડૂતો ને તેઓ ની ઉંમર 60 વર્ષ ની થયાં પછી તેઓ ને પેન્શન મળે તે હતું થી આ ભારત સરકાર દ્વારા અમલ મા મુકેલ છે.
તો આ યોજના શું છે.શું શું લાભ મળે છે અને અરજી કયા કરવાની હોઈ છે જેવી તમામ વિગતો આપડે આગળ જાણીશું.
Pradhan Mantri Kisan Maandhan Yojana Gujrat 2021 શું છે
Kishan Maandhan Yojana દ્વારા નબળા ખેડૂતો ને પેન્શન આપવામા આવશે. જેમ કે આ યોજના કેંદ્ર સરકાર દ્વારા અમલ મા મુકવામાં આવેલ છે.આપડા દેશ ના ખેડૂતો ને પૂરી જિંદગી ખેતી કામ કરી કરી ને પછી તેઓ 60 વર્ષ બાદ કઈ કરી શકતા નથી તેથી એવા નબળા ખેડૂતો ને તેઓ 60 વર્ષ ની ઉમર ના થાય પછી તેઓ ને આ યોજના દ્વારા દર મહીને 3,000 રૂપિયા નું પેન્શન આપવામા આવશે.જેથી કિસાનો એનું ગઢપણ નું જીવન સારી રીતે જીવી શકે છે.
Pm Kisan yojana વર્ષ 2021 માં મે મહિના મા કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ કરવામાં માં આવેલ હતી. જેમાં કિસાનો ને 60 વર્ષ બાદ પેન્શન મળશે.
આ યોજના માં ભારત દેશ ના તમામ રાજ્યના ના ખેડૂતો ને લાભ આપવામા આવશે કે જે ખેડૂત પાસે 2 હેક્ટર કરતા ઓછી જમીન છે તેવા તમામ ખેડૂતો આ યોજના ની.લાભ મેળવી શકે છે.
આ યોજના ને કિશાન પેન્શન યોજના નું નામ પણ આપવામા આવેલ છે જેના થી કિસાનો ની સુરક્ષા માં વધારો થશે. અને ખેડૂત ને તેઓ ના ઘડપણ માં પેન્શન રૂપે 3,000 રૂપિયા નો તેઓ ને આર્થિક લાભ મળી શકે.અને તેઓ માનભેર જીવન જીવી શકે છે.
આ યોજના માં જે લાભાર્થી ને લાભ મેળવેલ હોઈ ને તેવા કિસાનો નો નું મૃત્યુ થઈ જાય તો આ પેન્શન ની સહાય તેઓ ના પત્ની ને મળે છે.
આ યોજના કેન્દ્ર સરકાર ના ministry of labour and employment અને તેઓ ની સાથે Ministry of agriculture and farmer welfare department દ્વારા ખેડૂતો નો વિકાસ થાય અને તેઓ 60 વર્ષ ના થયા પછી તેઓ ને પેન્શન મળી શકે અને તેઓ ને આર્થિક લાભ મળી રહે તે માટે સરકાર દ્વારા આ યોજના નો પ્રારંભ કરવામાં આવેલ છે.
વધું વાંચો:- કિસાન વિકાસપત્ર યોજના
Pradhan Mantri Kisan Maandhan Yojana benefits (લાભ)
PMKMY યોજના માં નાના ખેડૂતો અને સીમાંત ખેડૂતો ને તેઓ ની ઉંમર જ્યારે 60 વર્ષ ની થાય પછી તેઓ ને દર મહીને 3,000/- રૂપિયા પેન્શન રૂપે મળશે.આ યોજના નો લાભ મેળવવા માટે પહેલા ખેડૂતો ને તેઓની ઉંમર જ્યારે 18 થી 40 ની વચ્ચે હોઈ ત્યારે તમને યોજના માં દર મહિને થોડું પ્રીમિયમ ભરવું પડે છે.જેથી તેઓ 60 વર્ષ ના થાય પછી તેઓ નું પેન્શન ચાલુ થઈ જાય છે.
યોજના નું નામ | પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના |
સહાય | 60 વર્ષ ની ઉંમર થયા બાદ દર મહિને 3,000 પેન્શન |
રાજ્ય | આખા દેશ માટે ( બધા રાજ્યો માટે) |
ઉદ્દેશ | સામાજિક અને આર્થિક સુરક્ષા માટે |
લાભાર્થી | દેશ ના નાના ખેડુતો |
અરજી નો પ્રકાર | ઓનલાઇન |
સંપર્ક | Official Website:- www.maandhan.in |
PM Kisan Maandhan Yojana ની પાત્રતા
આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા અમલ માં મુકવા મા આવેલ છે. જેના તમામ નિયમો કેન્દ્ર સરકાર ના રહેશે.જે માટે કેન્દ્ર સરકાર દ્વારા જે પાત્રતા નક્કી કરવામાં આવેલ છે જે નીચે મુજબની છે.
- ભારત દેશ ના નાગરિક હોવા જરુરી છે.
- લાભાર્થી ખેડૂત હોવા જોઈએ અને તેઓ ની ઉંમર 18 થી 40 વચ્ચે હોવી જોઈએ.
- નાના ખેડૂતો અને સીમાંત ખેડૂતો ને PMKMY નો લાભ મળશે.
- જે ખેડૂતો પાસે 2 હેક્ટર કરતા ઓછી જમીન હશે તેવા તમામ ખેડૂતો ને આ યોજના નો લાભ મળવાપાત્ર રહેશે.
- સરકારી યોજનાઓ વિશે વધું માહિતી માટે અમારી Telegram channel સાથે જોડાવ
કિશાન માનધન યોજના નો લાભ કોને મળવાપાત્ર નથી
- ભારત સરકાર ના બંધારણીય કોઈ પણ હોદ્દા ધરાવતા પછી ભૂતકાળ માં હોઈ કે અત્યારે ચાલુ હોઈ તેવા નાગરિકો ને આ યોજના નો લાભ મળશે નહિ.
- National pension scheme (NPS), કર્મચારી રાજ્ય વીમા નિગમ યોજના અથવા કર્મચારી ની કોઈ પણ પેન્શન યોજના માં લાભ ન લેતા હોવા જોઈએ.
- સરકાર દ્વારા ચાલતી Pradhan Mantri Shram Yogi Maandhan અને બીજી Pradhan Mantri Vyapari Maandhan Yojana ના લાભાર્થી ને આ યોજના નો લાભ મળશે નહિ.
- જે ખેડુત ની આર્થીક સ્થિતિ ખુબજ સારી હોઈ તેવા લોકો ને આ યોજના નો લાભ મળશે નહિ.
- જે ખેડુતો પાસે 2 હેક્ટર કરતા વધારે જમીન છે અને 2 હેક્ટર કરતા જો ઓછી જમીન છે પણ સંસ્થાગત જમીન છે તેવા લોકો ને આ યોજના નો લાભ મળશે નહિ.
- ભારત સરકાર માં એટલે કે કેન્દ્ર સરકાર માં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ અને રાજ્ય સરકાર(State Government) મા ફરજ બજાવતા તમામ કર્મચારીઓ ને આ યોજના નો લાભ મળવાપત્ર નથી.
( આમાં વર્ગ-4 ના કર્મારીઓ અને Multi Tasking નાં કર્મચારીઓ ને ગણવાના નથી)
- હાલ માં ચાલું હોઈ કે ભૂતકાળ મા ફરક બજાવેલ હોઈ તેવા રાજ્યકક્ષા ના મંત્રીઓ, કેન્દ્રકક્ષા નાં મંત્રીઓ, લોકસભા ના મંત્રીઓ, રાજ્યસભા ના મંત્રીઓ, વિધાનસભા ના અધ્યક્ષ, મહાનગરપાલિકા ના અધ્યક્ષ અને જિલ્લા પંચાયત ના અધ્યક્ષ.
- વધું વાંચો:- શ્રમયોગી કાર્ડ યોજના
કિસાન માનધન યોજના માટે ના Documents- આધાર પુરાવા
- લાભાર્થી નું આધાર કાર્ડ
- લાભાર્થી નું જન્મ નું પ્રમાણપત્ર
- લાભાર્થી નું ચુંટણી કાર્ડ અથવા પાનકાર્ડ
- લાભાર્થે ખેડુત નું જમીન અંગે ના કાગળો
- બેંક ના ખાતા ના પાસબુક ની પહેલાં પાના ની નકલ
- મોબાઈલ નંબર
- પાસપોર્ટ સાઇઝ ના 2 ફોટો
PMKMY Yojana Income Limit- આવક મર્યાદા
આ યોજના એક પેન્શન સ્કીમ છે જેમાં લાભાર્થી ને અત્યારે અમુક રકમ નું દર મહીને પ્રીમિયમ ભરવાનું હોઈ છે અને પછી તેઓ ને સરકાર દ્વાર 60 વર્ષ ની ઉંમર પછી દર મહીને પેન્શન મળશે. માટે આ યોજના માં લાભ લેવા માટે લાભાર્થી ને કોઈ આવક મર્યાદા છે નહિ.
Pradhan Mantri Kisan Maandhan Yojana નું પ્રીમિયમ
આ યોજના માટે લાભાર્થી ખેડૂતે દર મહિને પ્રીમિયમ ભરવાનું રહેશે જેમાં લાભાર્થી દ્વાર જે ઉંમર મુજબ પ્રીમિયમ નક્કી કરવામા આવેલ છે તે રકમ ભરવાની રહેશે અને એટલી જ રકમ સામે સરકાર ભરશે. એટલે કે લાભાર્થી એ 50% રકમ ભરવાની છે અને બીજી 50% રકમ સરકાર ભરશે.
દાખલા તરીકે આ યોજના માટે 18 થી 40 વર્ષના ખેડૂત લાભાર્થી દર મહિને પ્રીમિયમ ભરવાનું રહેશે. જેમા જેની ઉંમર 18 વર્ષની છે તેઓને દર મહિને 55 રૂપિયા પ્રીમિયમ ભરવાનું રહેશે અને અને સામે 55 રૂપિયા સરકાર નાખશે એટલે કે લાભાર્થીઓને કુલ 110 દર મહિને જમા થશે. અને જેઓની ઉંમર ૪૦ વર્ષની છે તેઓને દર મહિને 200 રૂપિયા પ્રીમિયમ ભરવાનું રહેશે જેમાં સરકાર સામે થી 200 રૂપિયા નાખશે એટલે લાભાર્થીને દર મહિને 400 રૂપિયા જમા થશે.
વધું વાંચો:- કેન્સર બીમારી તબીબી સહાય યોજના
PMKMY Yojana Chart
યોજના સાથે જોડાયા સમયે ઉંમર | નિવૃત્તિ ઉંમર | દર મહીને પ્રીમિયમ ની રકમ | કેન્દ્ર સરકાર દ્વારા લાભાર્થી ને ચુકવવા ની પ્રીમિયમ ની રકમ | કુલ પ્રીમિયમ ની રકમ |
A | B | C | D | Total (C+D) |
18 | 60 | 55 | 55 | 110 |
19 | 60 | 58 | 58 | 116 |
20 | 60 | 61 | 61 | 122 |
21 | 60 | 64 | 64 | 128 |
22 | 60 | 68 | 68 | 136 |
23 | 60 | 72 | 72 | 144 |
24 | 60 | 76 | 76 | 152 |
25 | 60 | 80 | 80 | 160 |
26 | 60 | 85 | 85 | 170 |
27 | 60 | 90 | 90 | 180 |
28 | 60 | 95 | 95 | 190 |
29 | 60 | 100 | 100 | 200 |
30 | 60 | 105 | 105 | 210 |
31 | 60 | 110 | 110 | 220 |
32 | 60 | 120 | 120 | 240 |
33 | 60 | 130 | 130 | 260 |
34 | 60 | 140 | 140 | 280 |
35 | 60 | 150 | 150 | 300 |
36 | 60 | 160 | 160 | 320 |
37 | 60 | 170 | 170 | 340 |
38 | 60 | 180 | 180 | 360 |
39 | 60 | 190 | 190 | 380 |
40 | 60 | 200 | 200 | 400 |
Pradhan Mantri Kisan Maandhan Yojana Online Apply
ખેડુતો ને આ યોજના નો લાભ લેવા માટે તેઓને Online અરજી કરવાની રહેશે.Online અરજી કરવા માટે લાભાર્થી ને સરળ પડે તે માટે અરજી કરવાની આખી પ્રક્રિયા નીચે આપેલ છે જે સ્ટેપ્સ જોઈ સમજી ને વિચારી ને Online અરજી કરવાની રહેશે. ટોટલ 2 પધ્ધતિ દ્વારા અરજી કરવાની હોઈ છે જે નીચે મુજબ ની છે.
CSC(કોમન સર્વિસ સેન્ટર) પર જઈને અરજી કેવી રીતે કરવી
આ યોજના નો લાભ લેવા માટે આપના નજીક ના CSC સેન્ટર નો સંપર્ક કરીને ને ત્યાં અરજી કરવાની રહેશે.
જ્યાં લાભાર્થી એ VLE ઓપરેટર ને તેઓ ના તમામ આધાર પુરાવાઓ આપવાના રહેશે. જ્યાં એ ઓપરેટર તેઓ ના Online ફોર્મ ખોલી ને તમારા બધા ડોક્યુમેન્ટ અપલોડ કરી આપશે અને તમારી અરજી Online ભરી દેશે.
જ્યાં લાભાર્થી ને ડાયરેક્ટ તેઓ ના બેન્ક નાં ખાતાં માંથી જ પ્રીમિયમ ની રકમ કપાઈ જાઈ તેના માટે ઓટો ડેબિટ ની Regisatration કરાવશે જેમાં લાભાર્થી ની સહી નો અથવા અંગૂઠા નો નમૂનો માંગવામાં આવશે.
સરકારી યોજનાઓ ની વધારે માહિતી માટે અમારી Telegram channel સાથે જોડાવ
PM Kisan Maandhan Yojana Self Registration
આ યોજના માટે લાભાર્થી પોતે પણ પોતાની રીતે Online અરજી કરી શકે છે. જેના માટે લાભાર્થી એ યોજના માટે ની Official Website પર જવાનું રહેશે અને ત્યાં Online અરજી કરવાની રહેશે.
લાભાર્થી એ Online અરજી કેવી રીતે કરવાની હોઈ છે તેની માહિતી સ્ટેપ બાય સ્ટેપ નીચે દર્શાવેલ છે.
સૌ પ્રથમ તો લાભાર્થી એ પોતાના મોબાઈલ મા આ યોજના નુ ફોર્મ ભરવા માટે સરકાર ની Official Website પર જવાનું રહેશે. નિચે ફોટો માં દર્શાવેલ છે એવી વેેેબસાઈટ ખુલશે
જ્યાં ટોટલ 3 યોજના આપને દેખાશે. જેમાં Pradhan Mantri Kisan Maandhan Yojana પર જવાનું રહેશે. જેમાં આપડા વડા પ્રધાન મોદી સાહેબ ના ફોટો નીચે ‘Click Here To Apply Now’ લખેલું હશે ત્યાં ક્લિક કરીને આગળ જવાનું રહેશે.નિચે ફોટો માં બતાવેલ છે.
Click Here To Apply Now પર ક્લિક કર્યા બાદ બીજું પેજ ખુલશે જેમા લખેલું હશે કે ‘Self Enrollment’ જ્યા ક્લિક કરવાનું રહેશ. ઉપર ફોટો માં બતાવેલ છે.
ઉપર બતાવ્યાં મૂજબ મોબાઇલ નંબર નાખી OTP આવશે પછી OTP નાખી ને આપના નામ નું Dashboard ખુલી જશે.
પછી સીધી Dashboard ખુલી જશે જ્યાં ઉપર આપ ક્લિક કરશો ત્યાં આપને 3 યોજના દેખાશે જેમાંથી આપને Pradhan Mantri Kisan Maandhan Yojana Select કરવાનું રહેશે.ઉપર ફોટો માં બતાવેલ છે.
પછી અરજી કરવા માટે નું આખું ફોર્મ ખુલી જશે જ્યા આપને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
PM કિસાન માનધન યોજના Free Helpline Number
આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા અમલ મા મુકેલ છે. જ્યાં લાભાર્થી ને અરજી કરવાની હોઈ છે તે Official Website પણ કેન્દ્ર સરકાર ના કૃષિ અને કિશાન કલ્યાણ મંત્રાલય દ્વારા અમલ મા મુકેલ છે. જો લાભાર્થીઓ ને કોઈપણ પ્રકાર ના પ્રશ્ન હોય k કોઈપણ માહિતી જોઈતી હોઈ તો તેમની Official Website પર જઈ ને લઈ શકે છે.હિતી
Official Website- www.maandhan.in
Official Email- support@csc.gov.in
PM Kisan Maandhan Yojana Helpline Number- 1800-3000-3468
વધું વાંચો
11 thoughts on “Pradhan Mantri Kisan Maandhan Yojana Gujarat-2021 | પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના Online Apply”