Beauty Parlour Sarkari Loan Scheme| બ્યુટી પાર્લર ખોલવા સરકારી લોન સહાય 2023-24, લોન કેટલી, ઓનલાઈન અરજી અને પાત્રતા (Beauty Parlour Sahay Yojana Gujarat 2023)
નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર રાજ્ય નાં લોકો માટે આર્થિક રીતે અને વ્યવસાયિક રીતે સધ્ધર બનાવવાના હેતુ થી કેટલીય અલગ અલગ સરકારી યોજનાઓ ને અમલ મા મુકેલ છે.જેમાં હાલ જે લોકો બ્યુટી પાર્લરનો વ્યવસાય શરૂ કરવા માંગતા હોઈ તેવા ST વર્ગ ના લોકો ને સરકાર તરફથી રોજગારી માટે તદ્દન ઓછા વ્યાજે લોન મળે છે. આજ આપડે “Beauty Parlour Sahay Yojana Gujarat 2022” વિશે આપ સૌ મિત્રોને માહિતગાર કરવાના છીએ.
અનુસુચિત જનજાતિ માટે અન્ય બીજી અભ્યાસ લોન, Car Loan, Tabela loan અને Loans For Beauty Courses જેવી તમામ યોજનાઓ હાલ આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે જે આપ આદિજાતિ નિગમ ની વેબસાઇટ પર જઈ ને વિગતવાર માહિતી મેળવી શકો છો.
Gujarat Tribal Devolopment Corporation Gandhinagar દ્વારા આ યોજના અમલ મા મુકવામાં આવેલ છે. જેમાં રાજ્ય મા વસતા અનુસૂચિત જનજાતિ ની યુવતીઓ અને યુવકો કે જેઓ બ્યુટી પાર્લર નો વ્યવસાય શરૂ કરવા માંગતા હોઈ તેવી યુવતીઓ અને યુવકો ને સરકાર આ વ્યવસાય માટે સાવ નજીવા વ્યાજે લોન આપે છે.જેનાથી તેઓ આ વ્યવસાય શરૂ કરી ને પોતાના પગભર થઈ શકે છે.અને પોતે સ્વમાન ભરી જિંદગી જીવી શકે છે.
બ્યુટી પાર્લર ખોલવા સરકારી લોન સહાય 2023-24, લોન કેટલી, ઓનલાઈન અરજી અને પાત્રતા ટુંકી માહિતી
યોજના નું નામ | બ્યુટી પાર્લર ખોલવા સરકારી લોન સહાય |
સહાય | 75,000/- |
રાજ્ય | ગુજરાત |
ઉદ્દેશ | અનુસૂચિત જનજાતિ ની યુવતીઓ અને યુવકો બ્યુટી પાર્લર નો વ્યવસાય કરી ને પોતાના પગભર થઈ શકે અને બેરોજગારી માંથી બચી શકે. |
લાભાર્થી | અનુસૂચિત જનજાતિ ના યુવાઓ |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
સંપર્ક | ક્લિક કરો |
અરજી કયાં કરવી | Apply Now |
Beauty Parlour Sahay Yojana Gujarat 2023
આ યોજના મુખ્યત્વે ગુજરાત રાજ્ય માં વસતા અનુસુચિત જનજાતિ ની યુવતીઓ અને યુવકો માટે છે. આ Loan કોઈ SBI Bank Loan,HDFC Bank Loan, ICICI Bank Loan નથી પરંતુ આ એક સરકાર દ્વારા આપવામાં આવતી Loan Sahay છે.જેમાં રાજ્ય મા વસતા ST વર્ગ ના યુવાઓ કે જેવો બ્યુટી પાર્લર નો વ્યવસાય ચાલુ કરવા માંગતા હોઈ તેમની પાસે સારી આવડત હોઈ તો તમને આ સરકારી લોન રાજ્ય સરકાર આપે છે.જેમાંથી તેઓ આ વ્યવસાય શરૂ કરી શકે છે.અને આગળ વધી શકે છે.
Beauty Salon Start Up Loans 2023-24 – લાભ
આ યોજના માં Tribal Devolopment Corporation દ્વારા ST વર્ગ નાં યુવતીઓ અને યુવકો ને બ્યુટી પાર્લર નો ધંધો/વ્યવસાય ચાલું કરવા માટે Sarkari Loan આપવામાં આવે છે.જેના માટે તેઓ ને Aadijati Nigam Gujarat Portal પર Online Application કરવાની હોઈ છે.
જો ST વર્ગ ના યુવાઓ કે જેઓ બેરોજગાર હોઈ અને તેમની પાસે બ્યુટી પાર્લર નો અનુભવ હોઈ તો તેમને બ્યુટી પાર્લર ખોલવા માટે સરકાર તેમને એકદમ ઓછા વ્યાજે Sarkari Bank Loan આપશે. આ લોન ટોટલ 75,000/- રૂપિયા ની હોઈ છે. એટલે કે લાભાર્થીને કુલ 75,000/- રૂપિયા નું ધિરાણ મળે છે જેમાં લાભાર્થી એ ધિરાણ નાં 10% રકમ ની ફાળો આપવાનો હોઈ છે. જેથી અનુસૂચિત જનજાતિ ની યુવતીઓ અને યુવકો તેમના પગભર થઈ શકશે અને પોતે સમાજ માં આગળ આગળ આવી શકશે.
વધું વાંચો : નાના પાયા નાં ધંધા માટે સરકારી લોન સહાય
બ્યુટી પાર્લર સહાય યોજના લોન – વ્યાજ દર
આ યોજના માં લાભાર્થી અરજદાર ને કુલ 75,000/- રૂપિયા ની ધિરાણ મળે છે અને તે ધિરાણ નું વ્યાજ 4% નાં સાદા વ્યાજે આપવામાં આવે છે. જો લાભાર્થી દ્વારા આ લોન ચૂકવવા માં વિલંબ થશે તો તેને વધારા નું 2% વ્યાજ ચૂકવવું પડશે.
BeautyParlour Sarkari Loan પરત કરવાનો સમયગાળો
આ ધિરાણ મળ્યા બાદ લાભાર્થી બ્યુટી પાર્લર નો સામાન ખરીદી શકે છે અને બ્યુટી પાર્લર નો વ્યવસાય ચાલુ કરી શકે છે.આ લોન ને પરત કરવા માટે અરજદાર ને 20 ત્રિમાસિક નાં સરળ હપ્તે થી અને વ્યાજ સાથે ચૂકવવાની હોઈ છે.
વધું વાંચો : સ્વરોજગાર લક્ષી યોજના ગુજરાત
Beauty Parlour Sahay Yojana Gujarat 2023 Eligibility- પાત્રતા
આ યોજના Aadijati Vikas Vibhag દ્વારા ચલાવવામાં આવે છે.આ યોજના રાજ્ય નાં અનુસૂચિત જનજાતિ યુવક યુવતીઓ આ ધિરાણ માટે યોગ્ય ગણાશે જેમાં નીચે મુજબ ની પાત્રતા ધરાવતા અનુસૂચિત જનજાતિ વર્ગ ના યુવાઓ ને લાભ મળવાપાત્ર રહેશે.
- અરજદાર ગુજરાત રાજ્ય ના વતની હોવા જોઈએ.
- અરજદાર અનુસૂચિત જનજાતિ ના હોવા જોઈએ.
- અરજદાર પાસે આધર કાર્ડ અને ચૂંટણી કાર્ડ હોવું જોઈએ.
- અરજદાર ની ઉમર 18 થી 55 વર્ષ ની વચ્ચે હોવી જોઈએ.
- અરજદાર પાસે બ્યુટી પાર્લર કોર્સ કરેલ હોઈ તેનું પ્રમાણપત્ર હોવું જોઈએ.
- અરજદાર પાસે બ્યુટી પાર્લર નું કોઈપણ સંસ્થા મા કામગીરી કરેલ હોઈ તેવું અનુભવ નું પ્રમાણપત્ર.
Beauty Parlour Sahay Yojana Gujarat 2023-24 – આવક મર્યાદા
- આ યોજના માં ST વર્ગ ના યુવક અને યુવતીઓ ને આ ધિરાણ મળવાપાત્ર છે
- જેમાં ગ્રામ્ય વિસ્તાર માં રહેતા લોકો માટે 1,20,00/- રૂપિયા ની વાર્ષિક આવક મર્યાદા રાખેલ છે.
- શહેરી વિસ્તાર માં રહેતા લોકો માટે 1,50,000/- રૂપિયા ની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલ છે.
વધું વાંચો : કોમ્પુટર મશીનરી ખરીદવા સરકારી લોન
Document Required For Beauty Parlour Sahay Yojana Gujarat 2023 – આધાર પુરાવા
આ સહાય યોજના Tribal Devolopment Corporation દ્વારા રાજ્ય મા વસતા અનુસૂચિત જનજાતિ ની યુવતીઓ અને યુવકો કે જેઓ હાલ બેરોજગાર છે અને તેમની પાસે બ્યુટી પાર્લર નો અનુભવ છે તેવા અરજદારો આ સહાય માટે અરજી કરી શકે છે.
જેમાં આ યોજના માટે નીચે મુજબ નાં આધાર પુરાવા રજૂ કરવાના રહેશે.
- લાભાર્થી અરજદાર નું ચૂંટણી કાર્ડ.
- લાભાર્થી અરજદાર નું આધારકાર્ડ.
- લાભાર્થી અરજદાર નું રેશનિંગ કાર્ડ.
- લાભાર્થી અરજદાર નું અનુસૂચિત જનજાતિ નું પ્રમાણપત્ર.
- લાભાર્થી અરજદાર એ બ્યૂટી પાર્લર નો કોર્સ નું પ્રમાણપત્ર.
- અરજદાર પાસે બ્યુટી પાર્લર નું કોઈપણ સંસ્થા મા કામગીરી કરેલ હોઈ તેવું અનુભવ નું પ્રમાણપત્ર.
- લાભાર્થી અરજદાર એ રજૂ કરેલ મિલ્કત નો પુરાવો.( જમીન નાં 7/12 અને 8/અ અથવા મકાન નાં દસ્તાવેજ અથવા તાજેતર નું પ્રોપર્ટી કાર્ડ)
- લાભાર્થી નાં જામીનદાર-1 નાં મિલ્કત નો પુરાવો (જમીન નાં 7/12 અને 8/અ અથવા મકાન નાં દસ્તાવેજ અથવા તાજેતર નું પ્રોપર્ટી કાર્ડ)
- લાભાર્થી અરજદાર નાં જામીનદાર-2 નાં મિલ્કત નો પુરાવો (જમીન નાં 7/12 અને 8/અ અથવા મકાન નાં દસ્તાવેજ અથવા તાજેતર નું પ્રોપર્ટી કાર્ડ)
- જામીનદાર-1 નું મિલ્કત નું સરકાર માન્ય વેલ્યુએશન રિપોર્ટ.
- જામીનદાર-2 નું મિલ્કત નું સરકાર માન્ય વેલ્યુએશન રિપોર્ટ.
- લાભાર્થી અરજદાર ને વ્યવસાય માટે જો દુકાન પોતાની હોઈ તો તેના આધાર પુરાવા અથવા ભાડે લીધેલ હોઈ તો ભાડા કરાર.
- લાભાર્થી અરજદાર નાં બંને જમીનદારો એ 20 રૂપિયા નાં સ્ટેમ્પ પેપર ઉપર એફિડેવિટ કરેલ સોગંધનામુ રજુ કરવાનું રહેશે.
- લાભાર્થી અરજદાર નાં બેંક ખાતા ની પાસબુક.
વધુ વાંચો : PM ફ્રી સિલાઈ મશીન યોજના
Online Registration For Beauty Parlour Sarkari Loan Yojana 2023
આ લોન સહાય માટે અનુસૂચિત જનજાતિ ની યુવતીઓ અને આ યુવકો ને સરકાર ની આદિજાતિ વિકાસ નિગમ ની વેબસાઇટ પર જઈ ને આ ધિરાણ માટે Online Apply કરવાનનું હોઈ છે. તો લાભાર્થી ને આ સહાય માટે Online Application કઈ રીતે કરવાની હોઈ છે તેની માહિતી અહીંયા વિગતવાર આપેલ છે.જે નીચે મુજબ ની છે.
સૌપ્રથમ “Google Search” મા જઈ ને “Adijati Vikas Nigam” સર્ચ કરવાનુ રહેશે.જેમાં જે પેલું જે પેજ આવે તેમાં Tirbal Devolopment Corporation Gandhinagar ની વેબસાઈટ Open થશે.જ્યા Home Page પર Apply Now લખેલું હશે ત્યાં ક્લિક કરવાનું રહેશે.
જો તમે પ્રથમ વખત જ Online Apply કરતા હોવ તો તમારે ત્યાં Register Here પર જઈ ને નવું Id અને Passward બનાવાનું રહેશે.અને ત્યાર બાદ Login થવાનું રહેશે.
Login થયા બાદ આપને “My Application” મા જઈ ને ”Apply Now” પર ક્લિક કરવાનું રહેશે.જ્યા ઘણા પ્રકારની યોજનાઓ બતાવશે જ્યા તમારે “Self Employment” પર ક્લિક કરવાનું રહેશે.
“Self Employment” પર ગયા બાદ તમારે યોજના ની પસંદગી માં “બ્યૂટી પાર્લર” પસંદ કરી ને Loan ની રકમ Select કરવાની રહેશે.
હવે સહાય ને લગતી તમામ માહિતી વિગતવાર વાંચી ને અરજી કરવાની રહેશે.જ્યા વિગતો માં લાભાર્થી નું નામ, જન્મ તારીખ,સરનામું,લોન ની વિગત,જામીનદાર ની વિગતો,બેંક ની વિગતો જેવી તમામ વિગતો કાળજી પુર્વક ભરવાની રહેશે.
હવે તમારી અરજી જો Online સંપૂર્ણ ભરાઈ ગઈ હોઈ તો તેને ફરીથી ચકાસણી કરી ને અરજી ને Save કરવાની રહેશે.જ્યા છેલ્લે અરજી નો Registration Number પર Generate થશે જે તમારે સાચવી ને રાખવાનો રહેશે.
ત્યારબાદ જો લાભાર્થી એ તેમની અરજી ની પ્રિન્ટ કાઢવી હોઈ તો Print Application પર જઈ ને પ્રિન્ટ કાઢી શકશે.
Beauty Parlour Sahay Yojana Gujarat 2022 Apply Online Here
લાભાર્થી અરજદાર ને આ યોજના માટે જો Online અરજી કરવી હોઈ તો નીચે આ યોજના ની અરજી કરવા માટે લિંક આપેલ છે જેમાં જઈ ને આપ અહીંયા થી જ અરજી કરી શકો છો.
www.adijarinigam.gujarat.gov.in
Adijati Vikas Corporation Gandhinagar Helpline Number
આ ધિરાણ માટે Online Application કરવાની રહેશે.જો આપ ને આ સહાય બાબતે અન્ય કોઈપણ પ્રકારની મુશ્કેલી ઊભી થતી હોય અથવા તો અન્ય કોઈપણ પ્રકાર ની યોજનાકીય માહિતી મેળવવી હોઈ તો નીચે Helpline Number પર ફોન કરી ને વધુ માહિતી મેળવી શકો છો.
Helpline Number : +91 79 23253891, 23256843, 23256846
E-mail : gog.gtdc@gmail.com
Sarkari Yojana Gujarat Whatsapp Group Link
જો તમારે યોજના સંબંધિત કે અન્ય સરકારી માહિતી વધુ મેળવવી હોય તો આપ અમારા વ્હોટસએપ ગ્રૂપ અને ટેલીગ્રામ ચેનલ સાથે જોડાઈ શકો છો.
ઓનલાઈન અરજી કરો | અહીંયા ક્લિક કરો |
હોમ પેજ | અહીંયા ક્લિક કરો |
વધું વાંચો
મારૂતિ સુઝુકી ઈકો કાર ખરીદવા સરકારી લોન
“FAQ” Beauty Parlour Sahay Yojana Gujarat 2023
Beauty Parlour Sahay Yojana Gujarat 2023 કોના માટે છે ?
આ યોજના ગુજરાત રાજ્ય ના અનુસૂચિત જનજાતિ ના યુવાઓ માટે ની છે.
Beauty Parlour Sahay Yojana Gujarat 2023 માં શેના માટે લોન મળે છે ?
આ યોજના માં જે લોકો ને બ્યુટી પાર્લર નો વ્યવસાય ચાલુ કરવો હોઈ તો તેવા લોકો ને આ યોજના નો લાભ મળે છે.
Beauty Parlour Sahay Yojana Gujarat 2023 માં કેટલી લોન આપવામાં આવે છે ?
આ યોજના માં અનુસૂચિત જનજાતિ ના યુવાઓ ને બ્યુટી પાર્લર નો વ્યવસાય ચાલુ કરવા માટે 75,000/- રૂપિયા ની લોન આપવામાં આવે છે.
Beauty Parlour Sahay Yojana Gujarat 2023 માટે ઓનલાઈન અરજી કયાં કરવાની હોઈ છે ?
આ લોન માટે આદિજાતિ નિગમ ની વેબસાઇટ પર જઈ ને ઓનલાઈન અરજી કરવાની હોઈ છે.
બ્યૂટી પાર્લર સરકારી લોન યોજના માટે ની અધિકૃત વેબસાઈટ કઈ છે?
બ્યૂટી પાર્લર સરકારી લોન યોજના માટે ની અધિકૃત વેબસાઈટ www.adijatinigam.gujarat.gov.in
12 thoughts on “બ્યુટી પાર્લર ખોલવા સરકારી લોન સહાય 2023-24, લોન કેટલી, ઓનલાઈન અરજી અને પાત્રતા | Beauty Parlour Sahay Yojana Gujarat 2023”