Advertisements

Gujarat Horticultural aid scheme | ફળપાકોના વાવેતર માટે સહાય યોજના

Advertisements

Gujarat Bagayat Yojana, Gujarat Harticultural yojana,ikhedut Portal, ફળપાકો નાં વાવેતર ની સહાય,Khedut Yojana, Bagayat Yojana Online Apply

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાત સરકાર હંમેશા ખેડૂત પ્રત્યે મદદરૂપ રહી છે. જે માટે સરકાર ખેડૂતો ને આર્થિક મદદ માટે ખેડૂતલક્ષી નવી નવી યોજનાઓ અમલ મા લાવે છે. Horticultural aid scheme- ફળપાકો નાં વાવેતર માટે સહાય યોજના ને અમલ માં લાવેલ છે.જેમાં ખેડૂતો જો ફળ અને શાકભાજી નું વાવેતર કરે તો સરકાર તરફ થી તેઓ ને સબસિડી સહાય આપવામાં આવશે. જેમાં બાગાયતી શાખા તરફ થી આ સહાય ચૂકવવા માં આવે છે.ikhedut Portal પર આ સહાય ની વિગતવાર તમામ માહિતી આપેલ છે.જેમાં ikhedut Portal પર વનબંધુ યોજના થકી આ સહાય આપવામા આવે છે. તો ચાલો આ યોજના વિશે વિગતવાર માહિતી જાણીએ.

Gujarat Horticultural aid scheme (વનબંધુ યોજના) શું છે

ગુજરાત ના બાગાયતી શાખા દ્વારા ઘણા પ્રકાર ની યોજનાઓ અમલ મા મુકવામાં આવેલ છે.જેમાં ખેડૂતો માટે ખેતીવાડી ની યોજનાઓ,કિસાન માનધન યોજના, ખેડૂત મોબાઈલ ફોન સહાય, મત્સ્ય ઉદ્યોગ સહાય વગેરે ઘણા પ્રકાર ની યોજનાઓ ચાલી રહી છે.જેમાંની વનબંધુ યોજના દ્વારા આ ફળપાકોના વાવેતર માટે સહાય યોજના યોજના પણ અમલ મા મુકવામાં આવેલ છે.જેમાં જો ખેડૂત મિત્રો ફાળો અને શાકભાજી નું વાવેતર કરે તો તેમને પાક નાં વાવેતર મુજબ સહાય આપવામા આવે છે.

રાજ્ય નાં ખેડૂતો જો ફાળો અને શાકભાજી નું વાવેતર કરે તો તેમને તેમની જમીન મુજબ પાક સબસિડી આપવામા આવે છે.જેમાંથી ખેડૂતો પાકો નું વાવેતર વધારી શકે છે અને તેઓ ને આ સહાય થકી પ્રોત્સાહન મળે છે તેથી સરકાર દ્વારા આ યોજના ને અમલ માં મુકવા છે.

યોજના નું નામફળપાકોના વાવેતર માટે સહાય યોજના
સહાયઆ યોજના હેઠળ માન્ય થયેલ ખર્ચના મહત્તમ 90% મુજબ સહાય મળવાપાત્ર થશે
રાજ્યગુજરાત
ઉદ્દેશફળો અને શાકભાજી નું વાવેતર વધે તે માટે
લાભાર્થીગુજરાત રાજ્ય નાં અનુચૂચિત જન જાતિ ના ખેડૂતો ને
અરજી નો પ્રકારOnline અરજી કરવાની રહેશે
સંપર્કhttps://ikhedut.gujarat.gov.in/
table of sahay

ફળપાકોના વાવેતર માટે સહાય યોજના નાં લાભ

ફળ પાકો ની સહાય માટે ખેડૂતો ને આ સહાય ફક્ત એકવાર જ મળવાપાત્ર છે જેમાં ખેડૂતો એ ફળો નાં વાવેતર કરવા માટે રોપા ની ખરીદી કરે તો જ આ યોજના ની સહાય મળવાપાત્ર છે.રોપા લેવા માટે ની આ સહાય માં હેક્ટર દીઠ સહાય મળે છે જે નીચે મુજબ ની છે.

ફળ નું નામમળવાપાત્ર સહાય
ખાટી આંબલી1650/- પ્રતિ હેક્ટર
કોઠા2200/- પ્રતિ હેક્ટર
બોર2780/- પ્રતિ હેક્ટર
રાયણ3850/- પ્રતિ હેક્ટર
આંબળા5560/- પ્રતિ હેક્ટર
મોસંબી5560/- પ્રતિ હેક્ટર
જાંબુ6020/- પ્રતિ હેક્ટર
બિલા9180/- પ્રતિ હેક્ટર
શેતુર10710/- પ્રતિ હેક્ટર
નાળિયેરી13000/- પ્રતિ હેક્ટર
કરમદા15400/- પ્રતિ હેક્ટર
સીતાફળ15400/- પ્રતિ હેક્ટર
જામફળ16650/- પ્રતિ હેક્ટર
દાડમ20,000/- પ્રતિ હેક્ટર
ચીકૂ22,000/- પ્રતિ હેક્ટર
ફાલસા24,440/- પ્રતિ હેક્ટર
આંબા32,000/- પ્રતિ હેક્ટર
અન્ય ફાળો15,000/- પ્રતિ હેક્ટર
Gujarat Horticultural aid scheme Sahay kostak

જો તમારે ગુજરાત સરકાર ની યોજનાઓ વિશે વધુ માહિતી મેળવવી હોઈ તો અમારા Telegram channel સાથે જોડાવ

Bagayat kheti ni yojana 2021 ની પાત્રતા અને નિયમો

ફળપાક નાં વાવેતર ની યોજના ગુજરાત સરકાર નાં કૃષી વિભાગ ના બાગાયતી શાખા દ્વારા ચલાવવા માં આવે છે.જેમાં આ યોજના માં લાભ લેવા માંગતા ખેડૂતો માટે નીચે મુજબ ની પાત્રતા નક્કી કરવામાં આવે છે.

  • લાભાર્થી ખેડૂત ગુજરાત રાજ્ય નાં વતની હોવા જોઈએ
  • લાભાર્થી ખેડૂત માં તેઓ નાના અને સીમાંત ખેડૂતો ને પણ આ યોજના નો લાભ મળશે
  • લાભાર્થી ખેડૂત પાસે જમીન અને જમીન નું વન અધિકાર રેકોર્ડ હોઈ તો વધારે સારું છે.
  • આ યોજના નો લાભ ફક્ત એકવાર જ મળે છે.
  • આદિવાસી જાતિ નાં લોકો ને પણ આ સહાય મળવાપાત્ર છે

ફળપાકોના વાવેતર માટે સહાય યોજના નાં નિયમો

ગુજરાત સરકાર ની બાગાયતી શાખા દ્વારા આ યોજના અમલ મા મુકેલ છે.જેમાં તેઓ દ્વારા અમુક નિયમો આપેલ છે જેના આધાર પર ખેડૂતો ને આ સહાય આપવામા આવશે જે નીચે મુજબ ના છે

  1. ફળ અને શાકભાજી નાં વાવેતર માટે રોપા ની મહત્તમ કિંમત 250/- રૂપિયા સુધી હશે તોજ આ સહાય મળવાપાત્ર છે.
  2. ખેડૂત મિત્રો તેમની જમીન નાં પુરાવાઓ ધરાવતા હોવા જરૂરી છે.
  3. ખેડૂત ખાતા દીઠ વધી ને 4 હેક્ટર દીઠ ની મર્યાદા માં આ સહાય મળવાપાત્ર છે.
  4. ફળ અને શાકભાજી નાં વાવેતર માટે કલમ ને NHB દ્વારા એક્રીડીએશન અને બાગાયતી ખાતા ની નર્સરી માંથી જ પ્લાન્‍ટીંગ ની ખરીદી કરવાની રહેશે.
  5. બીજથી તૈયાર કરવામાં આવેલ રોપા NHB દ્વારા એક્રીડીએશન, કૃષિ યુનિ, બાગાયત ખાતાની નર્સરીઓમાંથી ખરીદ કરવાના રહેશે.
  6. રોપા માટે DBT દ્વારા માન્ય લેબ અથવા તો એક્રીડીએશન થયેલ ટિસ્યુ લેબ અથવા તો જીએસએફસીજીએનએફસી અથવા તો કૃષી યુનિવર્સિટી ની લેબ માં એટલે કે સરકાર જાહેર સંસ્થા માંથી ખરીદ કરેલ જરૂરી છે.
  7. ફળપાક અને શાકભાજી ની કલમ / ટીસ્યુકલ્ચર(રોપા) / બીજથી તૈયાર થયેલા હોવા જોઈએ.
  8. જો આ યોજના માં લાભાર્થી ને લાભ મળે તો પછી અન્ય કોઈ પાક ફાળો ની યોજના માં સહાય મળવાપાત્ર રહશે નહિ.

વઘુ વાંચો – કિસાન વિકાસપત્ર યોજના

Gujarat Bagayati Kheti Yojana આવક મર્યાદા

આ યોજના સરકાર નાં બાગાયતી શાખા તરફ થી આપવામાં આવે છે.જેમાં ખેડૂત મિત્રો ને આવક ની કોઈપણ પ્રકાર ની મર્યાદા નથી. ફક્ત લાભાર્થી ખેડૂત પાસે જમીન હોવી જરૂરી છે.

ફળપાકોના વાવેતર માટે સહાય યોજના માટે આધાર પુરાવા

  • ખેડૂત લાભાર્થી નું આધારકાર્ડ.
  • ખેડૂત લાભાર્થી નું રેશનીંગ કાર્ડ.
  • ખેડૂત લાભાર્થી નું ikhedut પોર્ટલ પર નું 7/12.
  • ખેડૂત ST જ્ઞાતિ ના હોઈ તો જ્ઞાતિ નો દાખલો.
  • ખેડૂત લાભાર્થી જો દિવ્યાંગ હોઈ તો દિવ્યંગતા નું પ્રમાણપત્ર.
  • ખેડૂત જો આદિવાસી વિસ્તાર માંથી આવતા હોઈ તો તેમને વન અધિકાર પ્રમાણપત્ર ( હોઈ તો જ )
  • ખેડૂત જો વધારે ખાતેદાર ધરાવતા હોઈ તો તમામ ખાતેદારો નું સંમતિ પત્રક.
  • આત્મા પ્રોજેક્ટ માં રજિસ્ટ્રેશન કરાવ્યું હોઈ તો તેનું પ્રમાણપત્ર.
  • ખેડૂત લાભાર્થી ની બેંક ની પાસબુક ની નકલ.

Online Apply ikhedut Portal Yojana Gujarat

ગુજરાત કૃષિ વિભાગ મા Bagayati શાખા દ્વારા આ યોજના ચાલી રહી છે જેના માટે લાભાર્થી ખેડૂત ને Online અરજી કરવાની રહેશે.જેમાં પાકફળો નાં વાવેતર ની સહાય યોજના એટલે.કે વનબંધુ યોજના માટે ikhedut Portal પર Online Application કરવાની રહેશે.

સહાય ની Online Application કરવા માટે લાભાર્થી ખેડૂત એ નજીક ના CSC સેન્ટર પર જઈ ને અરજી કરી શકે છે.અથવા તો ગ્રામ પંચાયત કચેરી ખાતે થી ત્યાંના ઓપરેટર મારફતે અરજી કરી શકે છે.અથવા તો બીજે કોઈપણ પ્રાઇવેટ જગ્યા પર થી પણ અરજી કરી શેક છે.

Image source- ikhedut Portal
Image source- ikhedut Portal

ikhedut Portal Contact Number

ખેડૂત યોજનાઓ માં રાજ્ય નાં ખેડૂતો માટે ઘણા પ્રકાર ની યોજનો ikhedut Portal પર Online મુકવામાં આવેલ છે.જ્યાં ખેડૂત લાભાર્થી જાતે જઈ ને Online અરજી કરી શકે છે.અને સહાય નો લાભ મેળવી શકે છે.

ખેડૂત લાભાર્થી આ સહાય ની માહિતી માટે જિલ્લા ની કૃષિ વિભાગ કચેરી મા સમ્પર્ક કરી શકે છે. વધુ તાલુકા કૃષિ વિભાગ મા પણ સંપર્ક કરી શકો છો.

Official Website – https://ikhedut.gujarat.gov.in/

વધુ વાંચો-

કોરોના મૃત્યુ સહાય યોજના

GUJCET,JEE અને NEET ની Coaching સહાય યોજના

Advertisements

કુંવરબાઈનું મામેરૂ યોજના

ટીબી રોગ મા સહાય

6 thoughts on “Gujarat Horticultural aid scheme | ફળપાકોના વાવેતર માટે સહાય યોજના”

Leave a Comment