Pm Vishwakarma Yojana Gujarat 2023, Online Apply, Benefits And Eligibility Criteria (પીએમ વિશ્વકર્મા યોજના માં 2 લાખ ની સરકારી લોન મેળવો)
પ્રિય વાચક મિત્રો, આપને જણાવી દઈએ છીએ કે ભારત સરકાર દ્વારા દેશ નાં નાગરિકો માટે ઘણા પ્રકાર ની અલગ અલગ યોજનાઓ ચાલી રહી છે.અને આ યોજનાઓ દ્વારા લોકો ને ઘણી આર્થિક સહાય આપવામાં આવે છે.આવી જ એક યોજના વિશે આજે વાત કરવાના છીએ.જેનું નામ છે પીએમ વિશ્વકર્મા યોજના.
આ યોજના ખાસ દેશ નાં પરંપરાગત કારીગરો અને વેપાર કરતા લોકો ને ખાસ સરકારી લોન આપવામાં આવશે. આ લોન 2 લાખ સુધી ની લોન આપવામાં આવશે. જેમાં એવા કારીગરો ને અતિ આધુનિક તાલીમ,આધુનિક ટેકનોલોજી અને બ્રાન્ડ પ્રમોશન પણ આપવામાં આવશે.
Pm Vishwakarma Yojana Gujarat 2024 ની ટુંકી વિગત
યોજના નું નામ | પીએમ વિશ્વકર્મા યોજના |
સહાય | 15 હજાર થી 2 લાખ |
રાજ્ય | દેશ નાં તમામ રાજ્યો |
ઉદ્દેશ | ધંધા રોજગાર ને આગળ લાવવા માટે |
લાભાર્થી | પરંપરાગત કારીગરો જેવી કુલ140 જાતિઓ |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
સંપર્ક | પીએમ વિશ્વકર્મા યોજના વેબસાઈટ |
PM Vishwakarma Yojana Online Apply 2024
હાલ માં જ ભારત દેશ નાં વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા આ યોજના ની જાહેરાત કરવામાં આવેલ હતી. જેમાં 13000 કરોડ નાં મોટા બજેટ સાથે આ “પીએમ વિશ્વકર્મા યોજના” શરૂ કરવામાં આવી છે. આ યોજના દ્વારા આવા તમામ કારીગરો તેમનો વ્યવસાય કરી શકશે અને વધારી શકશે. આ યોજના માં લાભાર્થી ને 15 હજાર થી 2 લાખ રૂપિયા સુધી ની લોન આપવામાં આવશે જે લોન દ્વારા આવા કારીગરો પોતે પગભર થઈ શકશે.
વધુ માં જણાવીએ છીએ કે દેશ માં વસતા પરંપરાગત અનુભવી કારીગરો ને આ યોજના દ્વારા લોન આપવામાં આવશે.આજે આ યોજના વિશે વિગતવાર માહિતી આપવામાં આવશે.
પીએમ વિશ્ર્વકર્મા યોજના ગુજરાત
આ યોજનામાં ગુજરાતના એવા કારીગરો કે જેવો કોઈ પણ ધંધો રોજગાર શરૂ કરવા માગતા હોય તો તેઓને સરકારશ્રી તરફથી ખૂબ જ વસાવદર લોન આપવામાં આવે છે તો આપ આ લોન મેળવી શકો છો.
અન્ય વાંચો:- મેરા બિલ મેરા અધિકાર યોજના દ્વારા જીતો 10 હજાર રૂપિયા
પીએમ વિશ્વકર્મા યોજના લાભ
આ યોજના માં લાભાર્થી ને તેમના વ્યવસાય ને આગળ વધારવા માટે સરકાર દ્વારા 15 હજાર રૂપિયા થી 2 લાખ રૂપિયા સુધી ની સરકારી લોન આપવામાં આવશે. જેનુ વ્યાજ વાર્ષિક 5% રહેશે.
પીએમ વિશ્વકર્મા યોજના ની પાત્રતા
જો તમારે પીએમ વિશ્વકર્મા યોજના માં અરજી કરી ને લાભ લેવો હોય તો નીચે મુજબ ની પાત્રતા ધરાવતા લોકો ને આ યોજના નો લાભ આપવામાં આવશે.
- લાભાર્થી ભારત દેશ નો વતની હોવો જરૂરી છે.
- લાભાર્થી પરંપરાગત અનુભવી કારીગરો હોવા જરૂરી છે.
- લાભાર્થી ની ઉંમર 18 વર્ષ કરતા વધારે હોવી જોઈએ.
વધું વાંચો:- પ્રધાનમંત્રી આવાસ યોજના 2023, ઓનલાઈન અરજી, ફોર્મ pdf ડાઉનલોડ, ડોક્યુમેન્ટ્સ, પાત્રતા, લાભ, લાભાર્થી યાદી
પીએમ વિશ્વકર્મા યોજના ડોક્યુમેન્ટ લીસ્ટ
આ યોજના માં ઓનલાઈન અરજી કરવા માટે નીચે મુજબ નાં ડોક્યુમન્ટ ની જરૂર પડે છે.
- લાભાર્થી ની આધારકાર્ડ.
- લાભાર્થી નું ઓળખ નો પુરાવો.
- લાભાર્થી નો રહેણાંક નો પુરાવો.
- લાભાર્થી નું પાનકાર્ડ.
- લાભાર્થી નાં બેંક ખાતા ની વિગતો.
- લાભાર્થી નું શૈક્ષણિક દસ્તાવેજો.
- લાભાર્થી નું પાસપોર્ટ ફોટો અને મોબાઇલ નંબર.
Pm Vishwakarma Yojana Gujarat 2024 Online Apply (અરજી કરવાની પ્રક્રિયા)
જો તમારે પીએમ વિશ્વકર્મા યોજના ની ઓનલાઈન અરજી કરવી હોઈ તો તેની સંપૂર્ણ માહિતી અહીંયા આપવામાં આવેલ છે.
“Pm Vishwakarma Yojana Gujarat” માં ઓનલાઈન અરજી કરવા માટે સૌ પ્રથમ તેની ઑફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
જ્યાં હોમ પેજ પર “Login” માં જાવ અમે ત્યારબાદ “CSC – Artisons” પર ક્લિક કરો.
image Source:- pm Vishwakarma Yojana official website
જ્યાં તમને વિગતવાર તમારી માહિતી પૂછવામાં આવશે.જે માહિતી તમારે આપવાની રહેશે.આ માહિતી આપ્યા બાદ “Aadhar Authentication” પર ક્લિક કરવાનું રહેશે.
image Source:- pm Vishwakarma Yojana official website
હવે તમારા આધાર કાર્ડ જોડે જે મોબાઈલ નંબર લિંક હસે તે મોબાઈલ નંબર પર એક OTP જશે. જે OTP દાખલ કરી ને વેરીફાઈ કરવાનું રહેશે.
OTP દાખલ કર્યા બાદ તમારી સામે એક ઓનલાઈન અરજી ફોર્મ ખુલી જશે. આ અરજી ફોર્મ મા માંગ્યા મુજબ ની તમામ માહિતી દાખલ કરવાની રહેશે.અને ઓનલાઈન તમામ આધાર પુરાવા અપલોડ કરવાના રહેશે.
હવે અરજી ફોર્મ ની માહિતી ભર્યા બાદ અને ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
હવે અરજી સબમિટ કર્યા બાદ એક એપ્લીકેશન નંબર આપવામાં આવશે.જે નંબર સાચવી ને રાખવાનો રહેશે. આ અરજી ફોર્મ નંબર ની આગળ જરૂરિયાત ઊભી થવાની હોઈ છે.
વધું વાંચો:- પીએમ સ્વનિધિ યોજના 2023 ઓનલાઈન અરજી
Pm Vishwakarma Yojana Gujarat Helpline Number
જો તમારે Pm Vishwakarma Yojana વિશે અન્ય કોઈપણ પ્રકારની માહિતી મેળવવી હોય અથવા તો અન્ય જાણકારી મેળવવી હોય તો આપ અહીંયા આપેલ હેલ્પ લાઇન નંબર પર ફોન કરી ને વધુ માહિતી મેળવી શકો છો.
Helpline Number:- 18002677777/17923
Gujarat Helpline Number:- 232-50701 / 232-50703
ઓફિસિયલ વેબસાઈટ👉 | અહીંયા ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો 👉 | અહીંયા ક્લિક કરો |
હોમ પેજ 👉 | અહીંયા ક્લિક કરો |
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2023
સોલાર રૂફટોપ યોજના ગુજરાત 2023
“FAQ”
Pm Vishwakarma Yojana ની છેલ્લી તારીખ કઈ છે?
પીએમ વિશ્વકર્મા યોજના ની છેલ્લી તારીખ કોઈ નથી.
પીએમ વિશ્વકર્મા યોજના માં કેટલી સહાય આપવામાં આવે છે?
પીએમ વિશ્વકર્મા યોજના માં 15 હજાર થી લઇ ને 2 લાખ ની સરકારી લોન આપવામાં આવે છે.
પીએમ વિશ્વકર્મા યોજના નો લાભ કોને આપવામાં આવે છે?
પીએમ વિશ્વકર્મા યોજના નો લાભ કુશર અને પરંપરાગત કારીગરો ને આપવામાં આવશે.
પીએમ વિશ્વકર્મા યોજના ની અધિકૃત વેબસાઈટ કઈ છે?
પીએમ વિશ્વકર્મા યોજના ની અધિકૃત વેબસાઈટ www pmvishwakarma.gov.in
પીએમ વિશ્વકર્મા યોજના નો હેલ્પલાઇન નંબર શું છે?
પીએમ વિશ્વકર્મા યોજના હેલ્પલાઇન નંબર:- 18002677777/17923