પાલક માતા-પિતા યોજના 2024, pdf અરજી, પાત્રતા, ડોક્યુમેન્ટ્સ, કોને સહાય આપવામાં આવશે, શું શું લાભ આપવામાં આવશે અને યોજના ની અન્ય તમામ વિગતો
આજે અમે તમને એક મહત્વ ની યોજના વિશે વાત કરવાના છીએ જેનુ નામ છે “Palak Mata Pita Yojana 2024” તો ચાલો મિત્રો આ યોજના વિશે આજે આપણે સંપૂર્ણ વિગતો મેળવીશું જે વિગતો દ્વારા તમે કોઈપણ અનાજ બાળકનું ભવિષ્ય બનાવી શકશો.
આપડા ગુજરાત રાજ્ય મા નિરાધાર, અનાથ કે જે બાળક ના માતા પિતા ના હોઇ તેવા બાળકો ગુજરાત સરકાર દ્વારા ઘણા પ્રકાર ની યોજનાઓ ચાલી રહી છે. ગુજરાત સરકાર દ્વારા હાલ મા જ થોડા સમય પહેલા જ આ યોજના Social Justice and Empowerment Department Government Of Gujrat દ્વારા આ યોજના અમલ મા મુકેલ છે.
ગુજરાત રાજ્ય મા ઘણા બધા અનાથ આશ્રમ છે અને આપણા સમાજ મા ઘર વિહોણા, તરછોડાયેલા,કુટુંબ વગર ના ઘણા બાળકો છે જેમની માટે સરકાર દ્વારા ઘણા પ્રકાર ની સહાય કરવામા આવે છે.
Palak Mata Pita Yojana 2024
યોજનાં નું નામ | પાલક માતા પિતા યોજના ગુજરાત |
સહાય | બાળક ના ખાતા મા દર મહિને ૩૦૦૦ રૂપિયા સરકાર દ્વારા આપવામા આવે છે. |
રાજ્ય | ગુજરાત |
ઉદ્દેશ | રાજ્ય નાં નિરાધાર અને અનાથ બાળકો નો તમામ ક્ષેત્રે વિકાસ થાય તે હેતુ થી. |
લાભાર્થી | ગુજરાત રાજ્ય ના અનાથ,નિરાધાર,માતાપિતા નાં હોઈ તેવા તમામ બાળકો. |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
સંપર્ક | અહીંયા ક્લિક કરો |
અનાથ બાળક સહાય શુ આપવામાં આવે છે.
આ યોજના મા બાળક ના ખાતા મા દર મહિને ૩૦૦૦ રૂપિયા સરકાર દ્વારા આપવામા આવે છે. આ યોજના ની અરજી કર્યા બાદ નિરધાર બાળકો કે સરકાર તરફ થી દર મહિને ૩૦૦૦ રૂપિયા બાળક ને સહાય રુપે મળવાપાત્ર છે.અને આ સહાય બાળક ને ૧૮ વરસ ની ઉમર થાય ત્યા સુધી મળશે.
નિરાધાર બાળકો યોજના 2024 પાત્રતા
- પાલક માતા પિતા સહાય યોજના 2023 ગુજરાત સરકાર દ્વારા પાત્રતા નિચે મુજબ નક્કી થયેલ છે.
- ગુજરાત રાજ્ય મા વસવાટ કરતા ૦ થી ૧૮ વરસ ના તમામ બાળકો.
- જેમના માતા પિતા હયાત નથી કોઇ પણ કારણોસર મરણ પામેલ છે અથવા તો તેમની ગેરમોજુદગી છે.
- જે બાળક ના પિતા નુ અવશાન થયેલ છે અને તેમની માતા એ બિજા લગ્ન કરેલ છે ને તેમના બાળકો ને તેમના નજીક ના સગા કે કુટુમ્બી દ્વારા સાચવવામા મા અવતા હોઇ તેવા બાળકો ને આ પાલક માતા પિતા સહાય યોજના 2024 યોજના ની સહાય મળવાપાત્ર છે.
વધુ વાંચો :- વિધવા સહાય યોજના
પાલક માતા પિતા સહાય યોજના ડોક્યુમેન્ટ લીસ્ટ
આ યોજના માટે જિલ્લા સમાજ અને બાળ સુરક્ષા દ્વારા નક્કી થયેલ આધારપુરાવા(ડોકયુમેન્ટ) નીચે મુજબ ના છે.
- બાળક ના માતા પિતા નુ મરણ થયેલ હોઇ તેવા કિસ્સા મા તેમના મરણ ના દાખલા ની પ્રમાણીત નકલ.
- બાળક નો જન્મ પ્રમાણપત્ર અથવા તો બાળક નુ શાળા છોડ્યા નુ પ્રમાણપત્ર(લિવિંગ સર્ટીફિકેટ) બન્ને માથી કોઈપણ એક.
- જે બાળક ના પિતા નુ અવશાન થયેલ હોઇ તેમની માતા એ ફરીથી લગ્ન કરેલ હોઇ તેવા કિસ્સા મા માતા એ પુનહલગ્ન કરેલ છે તેનુ લગ્નનોંધણી નુ પ્રમાણપત્ર અથવા લગ્ન નુ સોગંધનામુ અથવા ગામ ના તલાટી નો દાખલા માથી કોઈપણ એક આધાર.
- પાલક માતા પિતા ની આવક નો દાખલા ની પ્રમાણીત નકલ.
- બાળક ના આધારકાર્ડ ની પ્રમાણીત નકલ.
- બાળક હાલ જે ધોરણ મા અભ્યાસ કરતો હોઇ તેનુ પ્રમાણપત્ર(બોનોફાયિટ સર્ટી)
- બાળક ના બેન્ક ના ખાતા ની પાસબુક ની પ્રમાણીત નકલ.
- બાળક અને પાલક માતા પિતા ના સયુંક્ત બેંકના ખાતા ની પાસબુક ની પ્રમાણીત નકલ.
- પાલક માતા પિતા ના રેશનિંગકાર્ડ ની પ્રમાણીત નકલ.
- પાલક માતા પિતા ના આધાર કાર્ડ ની પ્રમાણીત નકલ.
Palak MataPita Yojana 2024 Gujarat Income Limit
- આ યોજના માટે ગ્રામિણ વિસ્તાર મા વસતા લાભાર્થી માટે ૨૭૦૦૦/- થી વધુ ની આવક જરૂરી છે.
- આ યોજના માટે શહેરી વિસ્તાર મા વસતા લાભાર્થી માટે ૩૬૦૦૦/- થી વધુ ની આવક જરૂરી છે.
વધું વાંચો :- ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન સહાય
પાલક માતા પિતા સહાય યોજના 2024 અરજી પ્રક્રિયા.
આ યોજના માટે આપને OnLine અરજી કરવાની હોઈ છે અને આ યોજના નિયામક સમાજ સુરક્ષા દ્વારા નક્કિ કરવામા આવેલ છે. યોજના ની અરજી કરવા માટે e-samaj kalyan નામની વેબસાઇટ પર કરી સકો છો.
પાલક માતા પિતા યોજના 2024 માટે અરજી કઈ રીતે કરશો?
- પાલક માતા પિતા યોજના માટેનું અરજી ફોર્મ PDF ડાઉનલોડ કરી લો. (અહીં ઉપર ટેબલ માં ફોર્મ ડાઉનલોડ કરવાની Link આપેલ છે.)
- આ ફોર્મ ડાઉનલોડ કરી લીધા પછી તેમાં જરૂરી માહિતી સાચી ધ્યાનથી ભરી લો.
- માગ્યા પ્રમાણેના દરેક પુરાવા તેની પાછળ ઝેરોક્ષ કોપી લગાવવી.
- ફોર્મ ઉપર પાસપોર્ટ સાઇઝ ફોટો ચોટાડી સંબંધિત ઓફિસમાં જઇને ફોર્મ જે તે વિભાગમાં જમા કરાવવું
Palak Mata Pita Yojana વધુ માહીતી માટે સંપર્ક કચેરી.
- પાલક માતા પિતા સહાય યોજના ની વધારે માહીતી માટે આપ આપના જિલ્લા ખાતે આવેલી “ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ની કચેરી” ખાતે સંપર્ક કરી શકો છો
- આ યોજના માટે આપ “ જિલ્લા બાળ સુરક્ષા કચેરી” જે તે જિલ્લા પંચાયત ખાતે સંપર્ક કરી શકો છો.
Palak Mata Pita Yojana Pdf Form
જો આપને પાલક માતા પિતા યોજના માટે અરજી ફોર્મ ના નમૂના અથવા તો અરજી ફોર્મ ડાઉનલોડ કરવા હોઈ તો નીચે આ યોજના નાં અરજી ફોર્મ આપેલ છે જ્યા થી આપ આ યોજના માટે અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકો છો.
નિષ્કર્ષ
જો મારા વ્હાલા વાચક મિત્રો તમને આ યોજના ખૂબ જ ઉપયોગી લાગી હોય તો તમે આ યોજનાને whatsapp દ્વારા કે અન્ય કોઈ માધ્યમથી તમારા મિત્રોને સગા વહાલાઓમાં શેર કરી શકો છો.
વઘુ માહિતી | અહીંયા ક્લિક કરો |
વઘુ માહિતી | અહીંયા ક્લિક કરો |
વધુ યોજનાઓ
- Sukanya Samriddhi Yojana 2024
- મુખ્યમંત્રી બાળ સેવા યોજના 2024
- બાલિકા સમૃદ્ધિ યોજના 2024-25
- વ્હાલી દીકરી યોજના 2024
“FAQ” For પાલક માતા-પિતા યોજના 2024
પાલક માતા-પિતા યોજના 2022 કોના માટે ની યોજના છે ?
આપડા ગુજરાત રાજ્ય મા નિરાધાર, અનાથ કે જે બાળક ના માતા પિતા ના હોઇ તેવા બાળકો માટે ની છે.
પાલક માતા-પિતા યોજના 2022 માં શું લાભ મળે છે ?
આ યોજના મા બાળક ના ખાતા મા દર મહિને ૩૦૦૦ રૂપિયા સરકાર દ્વારા આપવામા આવે છે.
પાલક માતા-પિતા યોજના 2022 ની અરજી ક્યાં કરવાની હોઈ છે ?
આ યોજના માટે લાભાર્થી એ Esamaj Kalyan ની સરકારી વેબસાઇટ પર જઈ ને ઓનલાઈન અરજી કરવાની હોઈ છે.
પાલક માતા પિતા યોજના માટે નો સંપર્ક ક્યાં કરવાનો હોઈ છે?
યોજના માટે આપ “ જિલ્લા બાળ સુરક્ષા કચેરી” જે તે જિલ્લા પંચાયત ખાતે સંપર્ક કરી શકો છો.
પિતા એક્સપાઇર
જો કોરોના થી મૃત્યુ થયેલ હોઈ તો આ સહાય માળવાપાત્ર છે.
18
ચાલશે….તમારે અરજી કરવાની રહેશે..જેની તમામ માહિતી અહીંયા આપેલ છે.તે મુજબ