આર્થિક વિધવા સહાય યોજના, ઓનલાઈન અરજી, ડોક્યુમેન્ટ્સ,સહાય અને પાત્રતા અને ક્યાં ક્યાં લાભાર્થી ને સહાય આપવામાં આવશે તેની સંપૂર્ણ માહિતી | Vidhva Sahay yojana Gujarat 2023 | Ganga Swarupa Arthik Sahay
Women and child development department of Gujarat દ્વારા મહિલાઓ અને બાળકો માટે ઘણા પ્રકારની સહાય યોજનાઓ અમલમાં મુકેલ છે. જેમાં મહિલાઓની સ્ત્રી શક્તિ કરણ વધે મહિલાઓ આગળ આવે મહિલાઓમાં શિક્ષણ વધે તે માટે મહિલાઓની ઘણી યોજનાઓ અમલમાં છે અને સરકારશ્રી તરફથી આ યોજનાઓ થકી પ્રકારના લાભો આપવામાં આવે છે. અને તેમાં બાળકોને પણ ઘણાં ઘણાં પ્રકારની યોજનાઓ છે જે બાળકોના સર્વાંગી વિકાસ– આર્થિક વિકાસ માટે ખૂબ જ ઉપયોગી થાય છે
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓ માટેની યોજનાઓ જેવી કે one stop સખી સેંટર યોજના, વહાલી દિકરી યોજના, મહિલા સ્વાવલંબન યોજના ચાલે છે. જેમાંની આ ગંગાસ્વરૂપ આર્થિક વિધવા સહાય યોજના અમલમાં આવેલ છે જેમાં સમાજને વિધવા મહિલાઓને આર્થિક રીતે મદદ થવાના હેતુથી આ યોજના અમલમાં મુકેલ છે.
વિધવા સહાય યોજના 2024
ગંગા સ્વરૂપા આર્થિક વિધવા સહાય યોજના, ઓનલાઈન અરજી, ડોક્યુમેન્ટ્સ,સહાય અને પાત્રતા
યોજના નું નામ | આર્થિક વિધવા સહાય યોજના |
સહાય | વિધવા બહેનોને તેમના બેંકના ખાતામાં દર મહિને 1,250 રૂપિયા |
રાજ્ય | ગુજરાત |
ઉદ્દેશ | વિધવા સ્ત્રીઓને આર્થિક મદદ માટે |
લાભાર્થી | ગુજરાત રાજ્ય ની વિધવા સ્ત્રીઓ |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
સંપર્ક | ગામ na તલાટી, મમતદાર કચેરી. |
વિધવા સહાય યોજના શું છે ?
સમાજમાં જે વિધવા બહેનો છે તે વિધવા બહેનોને આર્થિક સહાય મળે અને તેઓ આર્થિક રીતે અને સામાજિક રીતે સારું જીવન જીવી શકે તે માટે Women and child development department of Gujarat દ્વારા ગુજરાત સરકારે અમલમાં મુકેલ છે. જેમાં આપણા સમાજના છે વિધવા બહેનો છે તે આ યોજનાનો લાભ મેળવી શકે છે. જેમાં વિધવા બહેનોને 21 વર્ષ કરતા ઉપર ના પુત્ર કે પુત્રી છતાં પણ આ લાભ મળે છે. જેની તમામ ડિટેલમાં વિગતો આપડે આગળ જાણીશું.
વધું વાંચો – માઈ રમાબાઈ સમૂહ લગ્ન સહાય યોજના ગુજરાત
ગંગા સ્વરૂપા વિધવા સહાય યોજના લાભ
સૌપ્રથમ તો જે વિધવા બહેનો ની ઉંમર ૧૮ વર્ષ થી ૪૦ વર્ષે અને ૪૦ વર્ષ કરતા પણ ઉપર છે તે તમામ બહેનોને આ યોજનાનો લાભ મેળવ્યા બાદ ફરજિયાત પણે બે વર્ષમાં સરકાર માન્ય કોઈપણ ટ્રેડની વ્યવસાય લગતી તાલીમ લેવાની ફરજીયાત રહેશે.
હાલ યોજનાનો લાભ મેળવ્યા બાદ વિધવા બહેનોને તેમના બેંકના ખાતામાં દર મહિને 1,250 રૂપિયા નો લાભ દર મહિને મળશે.
આ યોજનાનો લાભ મેળવ્યા બાદ જો લાભાર્થી નું અકસ્માતે મૃત્યુ થઈ જાય તો ગુજરાત સરકારની સામે જનતા યોજના અંતર્ગત આકસ્મિક વીમા યોજનામાં લાભાર્થી ના વારસદાર ને (1,00,000) એક લાખ મળવા પાત્ર રહેશે
વિધવા સહાય યોજના ની પાત્રતા – eligibility of vidhva Sahay yojana
ઇન્દિરા ગાંધી નેશનલ વિડો પેન્શન યોજના અંતર્ગત જે વિધવા સ્ત્રીઓ ની ઉંમર ૪૦ વર્ષ કરતા વધારે હોય અને તેઓ BPL માં આવતી હોય તેવી તમામ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.
ગુજરાત સરકારની destitude widow pension scheme મુજબ વિધવા પેન્શન યોજના લાભાર્થીઓ કે જેની ઉંમર ૧૮ વર્ષ થી 40 વર્ષની હોય અને વધુમાં 40 વર્ષ કરતાં વધારે મને બીપીએલ ના ધરાવતા હોય તેવા તમામ વિધવા બહેનોને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે
આ યોજનામાં વિધવા બહેનો પોતે એકલા રહેતા હોય તેઓને જ આ લાભ મળવાપાત્ર છે. આમાં તેમના દીકરા તમને સાચવતાં ન હોય. તે અલગ રહેતા હોય તેવા બહેનોને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.
વધું વાંચો- મફત સિલાઈ મશીન યોજનાનો લાભ કેવી રીતે મેળવો,અરજી ક્યાં કરવી,ફોર્મ ક્યાંથી મેળવવું અને ક્યાં જમા કરાવવું
વિધવા સહાય યોજના ના આધાર પુરાવાઓ- documents of vidhva Sahay yojana
- લાભાર્થી સ્ત્રી ના પતિના મરણનો દાખલો
- આધાર કાર્ડની નકલ
- રેશનકાર્ડની નકલ
- વિધવા હોવા અંગેનો દાખલો
- આવકનો દાખલો
- ફરીથી લગ્ન કરેલ નથી તે અંગેનો ગામના તલાટી નું પ્રમાણપત્ર
- બેંક ખાતા ની પાસબુક ની નકલ
Vidhva Sahay Yojana Gujarat ની આવક મર્યાદા
- વિધવા સહાય યોજના માં ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવકની મર્યાદા (1,20,000) એક લાખ વીસ હજાર સરકાર શ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ છે.
- વિધવા સહાય યોજના માં શહેરી વિસ્તાર માટે વાર્ષિક આવકની મર્યાદા(1,50,000) એક લાખ પચાસ હજાર સરકાર શ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ છે.
વધુ વાંચો – પાલક માતા પિતા સહાય યોજના
વિધવા સહાય યોજના 2024 અરજી પ્રક્રિયા
આપણે ઘણા બધા લોકોને યોજના વિશેની જાણકારી તો આપી દઈએ છીએ પણ આ વિધવા આર્થિક સહાય યોજના ની અરજી ક્યાં કરવી ? Widow pension scheme ની અરજી ક્યાં કરવી ? જેવા પ્રશ્નો ના જવાબ આપણને મળતા નથી.તો આપ લોકો ચિંતા ના કરો અમે આપને જણાવીશું કે અરજી ક્યાં કરવી અને ફોર્મ ક્યાંથી તો ચાલો વિગતવાર જાણીએ.
વિધવા સહાય યોજના માટે લાભાર્થીને પોતાના ગામના ગ્રામ પંચાયત કચેરીમાં થીજ ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે.જ્યાં ગ્રામ પંચાયત કચેરીના VCE(Village computer entrepreneur) પાસેથી ડીજીટલ ગુજરાત માં ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવાની હોય છે.
સૌથી પહેલા ગ્રામ પંચાયતના VCE પાસેથી Digital Gujarat Portal પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરીને તેમાં તમામ વિગતો ભરીને તલાટી મંત્રી શ્રી પાસે સહી-સિક્કા કરાવી લેવા.
અને પછી તે સંપૂર્ણ સિક્કા વાળું અરજી ફોર્મ VCE ને આપવું. VCE તે ફોર્મ ને ડીજીટલ ગુજરાત પોર્ટલ પણ ઓનલાઇન નોંધ લેશે.
આ માટે આપ તાલુકા કક્ષાએ પણ ફોર્મ ભરી શકો છો. કોમ્પ્યુટર ઓપરેટર મારફતે Digital Gujarat Portal તેઓ આપનુ ઓનલાઈન ફોર્મ ભરી દેશે.
શહેરી વિસ્તાર માટે આ જ પ્રક્રિયા છે પરંતુ આપને શહેરી વિસ્તારની મહાનગર કચેરીમાં જઇને આ કામ કરવાનું રહેશે.
વધું વાંચો- કુંવરબાઈ નું મામેરું યોજના અને Pdf ફોર્મ
ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના ફોર્મ
આર યોજના ની સરકાર દ્વારા બે સ્કીમ ચાલે છે. એ બન્ને સ્કીમ ના ધારાધોરણ અલગ છે અને ફોર્મ પણ અલગ છે તો આપને આપના ધારાધોરણ મુજબ જે યોજનામાં લાભ મેળવવો હોય તે યોજનાના ફોર્મ નીચે અલગ-અલગ આપેલા છે તો ડાઉનલોડ કરી લેવા વીનંતી.
Indira Gandhi National Widow Pension Scheme
Destitute Widow Pension Scheme
ગંગા સ્વરૂપા આર્થિક વિધવા સહાય યોજના ઓનલાઈન અરજી
ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના માટેની અરજી પ્રક્રિયામાં સૌપ્રથમ તો તમારે છોકરાઓની વિસ્તારમાં રહેતા હોય તો તેના તલાટી કમ મંત્રીને રહેશે અને તેઓ તમારા આધાર પુરાવા લઈ ને અરજી કરી દેશે.
વધુ માં આપ આપના તાલુકા કક્ષાએ મામલતદાર કચેરી ખાતે જઈ ને અરજી કરી શકો છો.
વધું વાંચો-
યોજના નુ Online Status કઈ રીતે જાણી શકાય ?
સૌ પ્રથમ લાભાર્થી એ Digital Gujarat Portal ની Official website પર જઈ ને login કરો.
- આ વેબ સાઇટ ખોલ્યા બાદ તેમાં reports ની કોલમ મા જવું.
- Report મા ગયા પછી તેમાં beneficiary search માં જવું.
- ત્યાર બાદ Pension Payment Details માં જવું.
- તેમાં જય ને પછી લાભાર્થી એ પોતાનું અરજી નંબર અથવા તો મોબાઇલ નંબર નાખી ને પોતાનું Online Status જાણી શકે છે.
વિધવા સહાય યોજના ની સંપર્ક કચેરી.
આ યોજના માટે પરથી ઓનલાઈન જ ફોર્મ ભરવાનું હોય છે. તેથી આપ આપના ગામના તલાટી કમ મંત્રી પાસેથી માહિતી મેળવી શકો છો. અને ગામના VCE પછીથી પણ માહિતી મેળવી શકો છો. તાલુકા કક્ષાએ મામલતદાર કચેરી એ જઈને પણ માહિતી મેળવી શકો છો.
Digital Gujarat Portal Help Line Number
1800-23-35-500 ટોલ ફ્રી નંબર પર કોલ કરીને આપ માહિતી મેળવી શકો છો.
ઑફિસિયલ વેબસાઈટ👉 | અહિયાં ક્લિક કરો |
ઓનલાઈન સ્ટેટસ 👉 | અહીંયા ક્લિક કરો |
હોમ પેજ 👉 | અહીંયા ક્લિક કરો |
વધુ વાંચો
“FAQ”
આર્થિક વિધવા સહાય યોજના માટે ની વેબસાઈટ કઈ છે?
આર્થિક વિધવા સહાય યોજના વેબસાઇટ digital Gujarat.gov.in છે.
વિધવા સહાય યોજના માં કેટલી સહાય આપવામાં આવે છે?
આર્થિક વિધવા સહાય યોજના માં 1,250 રૂપિયા સહાય આપવામાં આવે છે.
વિધવા સહાય યોજના માં કોને લાભ આપવામાં આવે છે?
આર્થિક વિધવા સહાય યોજના વિધવા સ્ત્રીઓને ફરીથી લગ્ન કરવા માટે લાભ આપવામાં આવે છે.
વિધવા સહાય યોજના માટે નો હેલ્પલાઈન નંબર શું છે?
આર્થિક વિધવા સહાય યોજના માટે નો હેલ્પલાઇન નંબર 1800-23-35-500 છે.
આર્થિક વિધવા સહાય યોજના ની અરજી કરવા માટે કોનો સંપર્ક કરવાનો હોય છે?
આર્થિક વિધવા સહાય યોજના ની અરજી કરવા માટે ગામ નાં તલાટી કમ મંત્રી અને તાલુકા કક્ષાએ મામલતદાર કચેરી ખાતે સંપર્ક કરવાનો હોય છે.
15 thoughts on “વિધવા સહાય યોજના 2024, ઓનલાઈન અરજી, ડોક્યુમેન્ટ્સ, સહાય અને પાત્રતા | Vidhva Swarupa Punah Lagna Sahay Yojana 2023”